ગત એક વર્ષથી જીએસટીની આવક 1 લાખ કરોડ રૂપિયા ઉપર સતત જોવા મળી રહી છે જેની પાછળનું મુખ્ય કારણ દેશની અર્થવ્યવસ્થા તો ઠીક પરંતુ ડિજિટલ ઇન્ડિયા સૌથી મહત્વનો ભાગ ભજવ્યો છે જેમાં વહીવટી પારદર્શકતાએ જીએસટીની આવકમાં સતત વધારો કરી રહ્યું છે. જીએસટીમાં કરચોરીનું પ્રમાણ સર્વપ્રથમ સૌથી વધુ જોવા મળતું હતું પરંતુ હવે દરેક ડિજિટલ પ્લેટફોર્મ ઉપર જે રીતે પેઢી ધારકોના વ્યવહારો નોંધાયા છે અને તેમના દ્વારા કરવામાં આવતા વ્યવહારો ઉપર જે રીતે નજર રાખવામાં આવી રહી છે પરિણામ સ્વરૂપે કરચોરીનું પ્રમાણ પણ ઘણા ખરા અંશે ઘટ્યું છે. મામ બાબતોને ધ્યાને લઈ જીએસટી આવકમાં અધધ વધારો નોંધાયો છે.
ઓકટોબર 2023નું જીએસટી કલેક્શન રૂપિયા 1.72 લાખ કરોડે પહોંચ્યું
કેન્દ્ર સરકારની તિજોરી, દિવાળી પહેલા જ રૂપિયાથી છલોછલ ભરાઈ ગઈ છે. દેશમાં જીએસટી લાગુ પડ્યા પછી બીજી વાર આટલી મોટી વિક્રમી આવક માત્ર એક જ મહિનામાં થવા પામી છે. કેન્દ્ર સરકારે ગત એપ્રિલ મહિનામાં 1 લાખ 87 હજાર કરોડની આવક જીએસટી તરીકે થવા પામી હતી. જે અત્યાર સુધીમાં કેન્દ્ર સરકારને જીએસટી તરીકે મળેલા રૂપિયામાં સૌથી વઘુ હોવાનું કહેવાય છે.
કેન્દ્ર સરકારને ઓક્ટોબર મહિનામાં 1 લાખ 72 હજાર કરોડની આવક થવા પામી છે. જે ગત એપ્રિલ મહિનામાં થયેલ આવકની સરખામણીએ થોડીક જ ઓછી છે. જો સરકારને જીએસટી તરીકે પ્રાપ્ત થતી આવકને ધ્યાને લઈએ તો, ઓક્ટોબર 2023માં થયેલ આવક, ગયા વર્ષના ઓક્ટોબર સુધીમાં થયેલી કુલ આવકની સરખામણીએ 13 ટકા વધુ આવક છે. તો બીજી બાજુ ચાલુ વર્ષે અત્યાર સુધીમાં થયેલી જીએસટીની આવકને સરરેશ તરીકે જોઈએ તો, કેન્દ્ર સરકારને સરરેશા 1 લાખ 66 હજાર કરોડની આવક થવા પામી છે.
કર ચોરી અટકાઈ
જીએસટીની આવકમાં વધારો આવા પાછળનું સૌથી મુખ્ય કારણ એ છે કે વહીવટી પારદર્શકતા જોવા મળી છે અને જે સમયે કેન્દ્ર સરકાર દ્વારા જીએસટીની દરેક માહિતી ઇન્કમટેક્સ અને આધાર કાર્ડ સાથે લિંક અપ કરી છે તેને ધ્યાને કોઈપણ પેઢી ધારક કરચોરી કરવાનું વિચાર કરી શકતો નથી. પરિણામ સ્વરૂપે જીએસટીની આવકમાં ઉતરોતર વધારો નોંધાઈ રહ્યો છે. સુધી ઈન્ટિગ્રેટેડ જીએસટી એટલે કે આંતરરાષ્ટ્રીય પરિવહન માં જે રીતે જીએસટીની ઘાલમહેલ થતી હતી તેના ઉપર અંકુશ આવતા ઇન્ટીગ્રેટેડ જીએસટી નો દર પણ પ્રતિ માસ વધી રહ્યો છે અને આ કિસ્સામાં પણ સંપૂર્ણ પારદર્શકતા જોવા મળી છે.
વન નેશન વન ટેક્સનો મંત્ર ખરા અર્થમાં ચરિતાર્થ થયો
જીએસટીની અમલવારી પાછળનો સૌથી મોટું કારણ એ જ છે કે એક દેશ એક કર હોય ત્યારે આ પૂર્વે દરેક રાજ્યમાં કોઈ એક વસ્તુ નો દર અલગ અલગ જોવા મળતો હતો પરંતુ જીએસટી આવતાની સાથે જ કોઈ એક વસ્તુનો દર સમગ્ર ભારતમાં એક જ કરી દેવામાં આવ્યો છે ઉદાહરણ સ્વરૂપે મોબાઈલ ફોન માટે જીએસટીનો દર 18 ટકા નિર્ધારિત કરવામાં જે મહારાષ્ટ્રમાં પણ એ જ ડર પશ્ચિમ બંગાળમાં પણ એ જ દર રહેશે. નિર્ણયના કારણે પારદર્શકતામાં અનેક ઘણો વધારો નોંધાયો છે અને પરિણામ સ્વરૂપે જીએસટીની આવક પણ પ્રતિમાસ સતત વધી રહી છે.
જીએસટીમાં 13 ટકાની વૃદ્ધિ નોંધાઈ
ઓક્ટોબર મહિનામાં જીએસટીના થયેલા કુલ કલેક્શનમાંથી, સરકારે 1 લાખ 72, હજાર કરોડ રૂપિયાની કમાણી કરી છે. જેમાં કેન્દ્ર સરકારની સીજીએસટી તરીકે 30 હજાર 62 કરોડ રૂપિયા, સ્ટેટ જીએસટી તરીકે 38 હજાર 171 કરોડની રકમ પ્રાપ્ત થવા પામી છે. રૂપિયા 91 હજાર 315 કરોડ રૂપિયા આઈજીએસટી તરીકે અને 12 હજાર 456 કરોડ સેસ તરીકે પ્રાપ્ત થયા છે. ઓક્ટોબર મહિનામાં થયેલી અધધ આવકને પગલે, નાણાકીય વર્ષ 2023-2024ની સરેરાશ જીએસટીની આવક વધીને 1 લાખ 66 હજાર કરોડે પહોચી ગઈ છે. જે ગત નાણાકીય વર્ષ 2022-2023ની સરખામણીએ 11 ટકા વધુ છે.
બીજીવાર વિક્રમી આવક
કેન્દ્ર સરકારને ઓક્ટોબર મહિનામાં પ્રાપ્ત થયેલ જીએસટીની આવક અત્યાર સુધીમાં બીજીવારની વિક્રમી આવક તરીકે ગણી શકાય. આ અગાઉ ગત એપ્રિલ મહિનામાં કેન્દ્ર સરકારને જીએસટી તરીકે 1 લાખ 87 હજાર કરોડની આવક થવા પામી હતી. આવકનો આ આંકડો અત્યાર સુધીમાં જીએસટી તરીકે થયેલ આવકમાં સૌથી મોટો છે. ત્યાર બાદ ઓક્ટોબર 2023માં થયેલી આવકનો આંકડો બીજા નંબરે આવે છે. ચાલુ નાણાકીય વર્ષ 2023-2024માં આ સતત પાંચમી વાર છે કે આવકનો કુલ આંકડો 1 લાખ 60 હજાર કરોડને પાર થયો હોય.