સુક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉધોગોના ૬૪૪૦ એકમોને મંજુરી

જીઆઈડીસી વિસ્તારનાં ૧૯૯૯ એકમો તેમજ જીઆઈડીસી બહારના ૪૯૯૯ એકમોને તેમના ઔધોગિક એકમો શરૂ કરવા મંજુરી અપાઈ

લોકડાઉનનાં પગલે રાજય સરકાર દ્વારા જાહેર કરાયેલી આંશિક ઔધોગિક છુટછાટ અન્વયે રાજકોટ જિલ્લા વહિવટીતંત્ર દ્વારા ૨૨ એપ્રિલ સુધી જિલ્લાના કુલ ૬૪૪૮ ઔધોગિક એકમોને મંજુરી આપવામાં આવી છે. ઔધોગિક એકમો શરૂ કરવા માટે રાજકોટ જિલ્લાના ૧૧ તાલુકાઓના કુલ ૬૪૭૫ એકમોએ અરજી કરી હતી જે પૈકી જીઆઈડીસી વિસ્તારમાં ૧૯૯૯ એકમો તેમજ જીઆઈડીસી બહારના ૪૯૯૯ એકમોને તેમના ઔધોગિક એકમો શરૂ કરવા મંજુરી આપવામાં આવી છે.

જીઆઈડીસી વિસ્તારમાં જે એકમોને મંજુરી આપવામાં આવી છે તે મુજબ ૨૧ એપ્રિલ સુધી કુલ ૧૧૧૪ એકમો કાર્યાન્વિત થઈ શકશે જયારે ૨૨ એપ્રિલે લોધિકા જીઆઈડીસી વિસ્તારમાં ૩૩૩ અને પડધરી જીઆઈડીસી વિસ્તારમાં બે એકમો કાર્યરત કરવાની મંજુરી અપાઈ છે. જીઆઈડીસી બહારના વિસ્તારોમાં ૨૧ એપ્રિલ સુધી કુલ ૩૯૮૩ યુનિટસને તેમના ઔધોગિક એકમો શરૂ કરવાની મંજુરી અપાઈ હતી. જયારે ૨૨ એપ્રિલે ધોરાજીના ૪૦, ગોંડલનાં ૬૦, જસદણનાં ૩૩, કોટડાસાંગાણીના ૭૪૦, લોધિકાના ૪૩, પડધરીનાં ૫૭ અને રાજકોટ તાલુકાનાં ૪૩ ઉધોગોને લોકડાઉનના સમયમાં તેમની કામગીરી પુન: શરૂ કરવા માટે મંજુરી અપાઈ છે. રાજકોટ જિલ્લાના મધ્યમ, લઘુ અને સુક્ષ્મ ઉધોગોને પણ લોકડાઉન દરમ્યાન તેમના એકમો શરૂ કરવા માટે મંજુરી અપાઈ છે. જેમાં ૨૧ એપ્રિલ સુધીમાં સમગ્ર જિલ્લાના કુલ ૫૦૮૯ એકમોને મંજુરી આપવામાં આવી હતી. જયારે ૨૨ એપ્રિલે ધોરાજીના ૪૦, ગોંડલનાં ૬૦, જસદણનાં ૩૩, કોટડાસાંગાણીનાં ૭૪૦, લોધિકાના ૩૭૬, પડધરીના ૫૯ અને રાજકોટ તાલુકાનાં ૪૩ મધ્યમ, લઘુ અને સૂક્ષ્મ ઉધોગોને લોકડાઉનનાં સમયમાં તેમની કામગીરી પુન: શરૂ કરવા માટે મંજુરી અપાઈ છે તેમ જિલ્લા ઉધોગ કેન્દ્રના જનરલ મેનેજર કિશોર મોરીની યાદીમાં જણાવાયું છે.

નોંધનીય છે કે, કોરોના વાયરસનાં કારણે નાના ઉધોગ ધંધાઓ પડી ભાંગ્યા છે ત્યારે કેટલીક છુટછાટ અપાઈ તેવી માંગ ઉઠી હતી. દરમિયાન લોકડાઉનનાં પગલે રાજય સરકાર દ્વારા જાહેર કરાયેલી આંશિક ઔધોગિક છુટછાટ અન્વયે રાજકોટ જિલ્લા વહિવટીતંત્ર દ્વારા ૨૨ એપ્રિલ સુધી જિલ્લાના કુલ ૬૪૪૮ ઔધોગિક એકમોને મંજુરી આપવામાં આવી છે. ઔધોગિક એકમો શરૂ કરવા માટે રાજકોટ જિલ્લાના ૧૧ તાલુકાઓના કુલ ૬૪૭૫ એકમોએ અરજી કરી હતી જે પૈકી જીઆઈડીસી વિસ્તારમાં ૧૯૯૯ એકમો તેમજ જીઆઈડીસી બહારના ૪૯૯૯ એકમોને તેમના ઔધોગિક એકમો શરૂ કરવા મંજુરી આપવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.