594214 મતદાતા માટે સુમારૂ વ્યવસ્થા
ગુજરાત રાજયની વિધાનસભા ચુંટણીઓ ગઇકાલે જાહેર થતાં જિલ્લા કલેટકર તથા જિલ્લા ચૂંટણી અધિકારી એમ.એ. પંડયાની અઘ્યક્ષતા તથા મદદનીશ જિલ્લા ચુંટણી અધિકારી આસ્થા ડાંગરની ઉ5સ્થિતિમાં પત્રકાર પરિષદ યોજાઇ હતી.
દેવભૂમિ દ્વારકા જીલ્લામાં ખંભાળીયા વિધાનસભામાં કુલ 3,02,655 તથા દ્વારકા વિધાનસભામાં 2,91,561 થઇ ને 5,94,216 મતદારો હાલ છે. જેમાં 30,517 પુરૂષ તથા 2,99,186 સ્ત્રીઓ છે. જિલ્લામાં યુવા મતદારો 17,507 છે. જેમાં ખંભાળીયામાં 9,036 તથા દ્વારકામાં 8,471 છે. 80 વર્ષથી ઉપરના 12,783 મતદારો છે. જેમાં ખંભાળીયા માં 7,003 તથા દ્વારકામાં 5,780 છે. જયારે સેવા મતદારોની સંખ્યા જિલ્લામાં 375 તથા દિવ્યાંગ મતદારો 8,723 છે.
અજાડ ટાપુ સહિત વિશિષ્ટ મતદાન મથક
દ્વારકા જિલ્લામાં આસોટા પાસે અજાડ ટાપુ પર ખાસ મતદાન બુથ તૈયાર કરવામાં આવે છે જેમાં 21 પુરૂષો તથા રર સ્ત્રી ઓ 43 વ્યકિતઓ માટે ખાસ મતદાન બુથ છે આ ઉપરાંત બરડા ડુંગર પરના નેશ વિસ્તારોમાં પાસે બેટ દ્વારકા છે વિસ્તારોમાં પણ મતદાન મથકો છે.
જરુરી સ્ટાફ અધિકારીઓ પણ નિમાયા દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ખંભાળીયા તથા દ્વારકા વિધાનસભા માટે કુલ 652 મતદાન મથકો માટે 652 મતદાન મથક અધિકારીઓ તથા તેમના મદદનીશો ફર્સ્ટ પોલીંગ, સેક્ધડ પોલીંગ વિ. સ્ટાફની પણ નિમણુંક કરવામાં આવી છે. તથા 652 બી.એલ.ઓ. 76 ઝોનલ ઓફીસરોની પણ નિમણુંક કરવામાં આવી છે.
મીટીંગમાં જિલ્લા કલેકટર એમ.એ. પંડયા સાથે જિલ્લા પોલીસ વડા નીતેશકુમાર પાંડે, ડીડીઓ એસ.ડી. ધાનાણી, અધિક નિવાસી કલેકટર ભુપેશ જોટાણીયા, ગ્રામ વિકાસ અધિકારી આસ્થા ડાંગર, પ્રાંત અધિકારી પાર્થ કોટડીયા વિ. જોડાયા હતા.