સ્વચ્છતા પખવાડીયા અંતગત રેલીનું આયોજન કરવામાં આવ્યું.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીના હથોથી શરુ થયેલા સ્વચ્છ ભારત આભિયાનના અંતર્ગત ચૌથા વર્ષની વર્ષગાંઠ ઉત્સવ ઉજવવાના હેતુ ૧૫ સપ્ટેમ્બર થી ૨ ઓક્ટોબર ૨૦૧૮ સુધી સ્વચ્છતા જ સેવા છે. આ વિષય પર સ્વચ્છતા પખાવાડાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આજે દાદરનગર હવેલી-દમણ-દીવના સ્વચ્છતા સંયોજક ડો. પ્રમિલા બેનની ઉપસ્થિતમાં દાદરાનગર હવેલી આદિવાસી ટેમ્પો એસોસિએશન દ્વારા રખોલી પંચાયત પર સ્વચ્છતા જાગૃતિ અભિયાન ચવાવવામાં આવ્યું હતું.
આ અવસર પર ડો. પ્રમિલાબેન ઉપાધ્યાએ રખોલી પંચાયતમાં દાનહ આદિવાસી ટેમ્પો એસોસિએશનના લોકો, પંચાયતના સ્વચ્છતા કર્મચારીઓ તેમજ ગ્રામના અગ્રણીઓ તેમજ આમ લોકોને સ્વચ્છતાની શપથ લેવડાવી હતી. ત્યાર પછી રૈલીનું આયોજન કરવામ આવ્યું હતું. આ રૈલી રખોલી પંચાયત થી સરું થઈને રખોલી પો.સ્ટે., ઉપ જીલ્લા સરકારી હોસ્પિટલ, ચારરસ્તા સુધી જઈને પછી પંચાયત પર આવીને પૂર્ણ થઇ હતી. આદિવાસી ટેમ્પો એસોસિયેશન દ્વારા આ રૈલીનો મુખ્ય ઉદેશ્ય લોકોને સ્વચ્છતા પ્રત્યે જાગૃત કરવાનો હતો.
આ કાર્યક્રમમાં ટેમ્પો એસોસિયેશનના અધ્યક્ષ કમલેશભાઈ એ પટેલ, ઉપાધ્યક્ષ કલ્પેશ પટેલ, ટેમ્પો એસો.ના સલાહકાર દિનેશભાઈ જી પટેલ, મસાટ પાદરી પાડાની ગુજરાતી મીડીયમ શાળાના એસ એમ સી કમિટીના સભ્ય અસ્વીનભાઈ પટેલ, સચિવ ઝવેરભાઈ પટેલ, ખજાનચી ઉમેદભાઈ પટેલ સાથેજ બીજા સભ્ય શિવાજી, રાજેશ, જુગલ, જશું, ભારત, રણજીત, વિજય, પ્રકાશ, સુભાષ, લક્ષ્મણ, સુરેશ તેમજ બીજા સભ્યો તથા રખોલી પંચાયતના સ્વચ્છતા કર્મચારીઓ તથા ગામના લોકો ઉપસ્થિત રહ્યા હતા.