રાજકુમાર કોલેજમાં અભ્યાસ કરતા અને હળવદ તાલુકાના કડિયાણા ગામના વતની આદિત્યરાજસિંહ યજુવેન્દ્રસિંહ ઝાલાને રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે ’બેસ્ટ લીડરશીપ અને બેસ્ટ કંડક્ટ’ માટે ગોલ્ડ મેડલથી સન્માનિત કરવામાં આવેલ હતા.
રાજકુમાર કોલેજ (રાજકોટ)ના 153 માં વાર્ષિક ઇનામ વિતરણ સમારોહનું આયોજન ગત તા.22 એપ્રિલના રોજ રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં કરવામાં આવેલ હતું. જેમાં રાજકુમાર કોલેજના પ્રેસિડેન્ડ માંધાતાસિંહજી જાડેજા પણ હાજર હતા, ત્યારે આ વાર્ષિક ઇનામ વિતરણ સમારોહમાં હળવદ તાલુકાના કડિયાણા ગામના વતની આદિત્યરાજસિંહ ઝાલાને ’બેસ્ટ લીડરશીપ અને બેસ્ટ કંડક્ટ’ નો એવોર્ડ મુખ્યમંત્રીના હસ્તે આપી ગોલ્ડ મેડલથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે રાજકુમાર કોલેજના વિદ્યાર્થીઓને ઇનામ વિતરણમાં જે એવોર્ડ આપવામાં આવે છે તે ’છઇઈં’ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા સમગ્ર ભારતમાં માત્ર આ એક રાજકુમાર કોલેજ માટે એવોર્ડની ડિઝાઇન તૈયાર કરે છે. ત્યારે આદિત્યરાજસિંહ એ આ એવોર્ડ મેળવી હળવદના કડિયાણા ગામનું તથા ક્ષત્રિય-સમાજનું ગૌરવ વધાર્યું છે.