રાજકોટ નાનામવા મેઇન રોડ, રાજનગર ચોક નજીક હરસોડા કોરપોરેટ હાઉસમાં આદિત્ય ડાન્સ એકેડમીનો રંગારંગ પ્રારંભ કરવામાં આવ્યો હતો. જેના ઉદધાટન પ્રસંગે રાજકોટના ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ, ખોડલધામ પટેલ, ખોડલધામ ટ્રસ્ટના પ્રમુખ પરેશભાઇ ગજેરા ‘અબતક’ મીડીયા હાઉસના મેનેજીંગ તંત્રી સતીષભાઇ મહેતા તેમજ ભરતભાઇ બોધરા ખાસ ઉ૫સ્થિત રહ્યા હતા.
આદિત્ય ડાન્સ એકેડમીના ફાઉન્ડર મીતલબેન રાજેશભાઇ હરસોડાએ ‘અબતક’સાથેની વાતચીત દરમીયાન જણાવ્યું હતું કે આદિત્ય ડાન્સ એકેડમીમાં ૩જા વર્ષથી વધુના કોઇપણ લોકો ડાન્સ શીખવા માટે આવી શકશે તેમજ તા. ૯, ૧૦ અને ૧૧ એપ્રિલના ફી ડાન્સ કોચીંગ શીખવવામાં આવશે અને ખાસ તો મુંબઇના કોરયોગ્રાફર દ્વારા ડાન્સની ખાસ ટ્રેનીંગ આપવામાં આવશે.
વધુમાં તેઓએ જણાવ્યું હતું કે અમારી એકેડમલમાં ડાન્સને અનુરુપ વાતાવરણ તેમજ ખુબ જ સારા માહોલ વચ્ચે ડાન્સની ટ્રેનીંગ આપવામાં આવશે. ૧ મહીનાની ફી માત્ર રૂ ૧૫૦૦ અને ૩ મહિનાની ફી માત્ર રૂ ૪૦૦૦ રાખવામાં આવી છે.
અન્ય વિશિષ્ટ વાતમાં ડાન્સરોને માત્ર લોકલ લેવલના ડાન્સ નહી પરંતુ ડાન્સ ઇન્ડીયા ડાન્સમાં ભાગ લઇ શકે તે પ્રકારની ખાસ તાલીમ આપવામાં આવશે.
આદિત્ય ડાન્સ એકેડમીના ફાઉન્ડર મીતલબેન હરસોડા તેમજ પતિ રાજેશભાઇ હરસોડા એડેકમીને સફળ બનાવવા જહેમત ઉઠાવી રહ્યા છે.