એડમીશન શાળાનાં આચાર્ય નહીં કંપનીનાં અધિકારી આપે છે…!
અમરેલી જિલ્લાનાં જાફરાબાદ ગામે આવેલ આદિત્ય બિરલા સ્કુલમાં સ્કુલની અંદર એડમીશન માટે આચાર્યની જગ્યાએ કંપનીનાં અધિકારી (ભુપેન્દ્રસિંગ) પાસે કંપનીમાં જવું પડે છે જે શિક્ષણનું ખુલ્લેઆમ ઉલ્લંઘન આ સ્કુલમાં કરી રહ્યા છે. સ્કુલની અંદર પણ આચાર્યને પણ મળવા દેવામાં આવતા નથી ત્યાં ઉભેલા તે કંપનીનાં સિકયુરીટી જ બહારથી ઉડાવ જવાબ આપે છે કે, એડમીશન (ફુલ) થઈ ગયું છે પરંતુ શિક્ષણ ખાતાનો નિયમ છે કે જો એડમીશન ફુલ હોય તો એકસ્ટ્રા કલાસની એડમીશન માટે મંજુરી લેવામાં આવે છે. આ સ્કુલ કોઈ મંજુરી લેતી નથી અને એડમીશન ગરીબ પ્રજાનાં બાળકોને આપતિ નથી.
જેથી જાફરાબાદનાં જાગૃત વકિલ ઈમરાનભાઈ ગાહાએ શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાને તેમજ પ્રાથમિક જિલ્લા શિક્ષણ અધિકારી અમરેલીને લેખિતમાં ફરિયાદ કરેલ છે.