આદિત્ય બિરલા ફેશન એન્ડ રિટેલના બોર્ડની બેઠક આજે યોજાઈ હતી, જેમાં અનન્યા બિરલા અને આર્યમાન વિક્રમ બિરલાને ડિરેક્ટર્સ તરીકે સામેલ કરવામાં આવ્યાં હતાં. અનન્યા બિરલા અને આર્યમાન વિક્રમ બિરલા ઉદ્યોગસાહસિકતા અને વ્યવસાયના નિર્માણમાં સમૃદ્ધ અને બહોળો અનુભવ ધરાવે છે. બોર્ડ માને છે કે, એબીએફઆરએલને તેમના નવા ઉપયોગી સૂચનો અને વ્યવસાયિક કુનેહનો લાભ થશે.
આ નિમણૂક પર આદિત્ય બિરલા ગ્રૂપના ચેરમેન શ્રી કુમાર મંગલમ બિરલાએ કહ્યું હતું કે, આદિત્ય બિરલા ફેશન એન્ડ રિટેલએ વિવિધ કેટેગરીઓ અને ફોર્મેટમાં ફેશન બ્રાન્ડ્સનો વિશાળ પોર્ટફોલિયો ઊભો કર્યો છે, જે ભારતીય એપેરલ બજારના તમામ મુખ્ય સેગમેન્ટને આવરી લે છે. છેલ્લાં થોડાં વર્ષોમાં કંપનીએ નવા વિવિધ વિકસતાં સેગમેન્ટમાં પ્રવેશ કર્યો છે, જેમ કે એથનિકવેર – જેમાં ભારતીય ડિઝાઇનરો સાથે ભાગીદારી સામેલ છે, લક્ઝરી, સ્પોર્ટ્સવેર અને એના ડિજિટલ વેન્ચર TMRW મારફતે અદ્યતન વ્યવસાયો. એબીએફઆરએલ પ્લેટફોર્મ હવે પ્રયોગજન્ય વૃદ્ધિના નવા પ્રવાહ માટે સજ્જ છે. અનન્યા અને આર્યમાનની તેમણે પસંદ કરેલા ક્ષેત્રોમાં અસાધારણ વ્યક્તિગત ઉપલબ્ધિઓ તથા તેમના સ્વતંત્ર ઉદ્યોગસાહસોમાં સફળતાએ તેમને મોટી જવાબદારીઓ લેવા માટે તૈયાર કર્યા છે.
અનન્યા બિરલા અને આર્યમાન વિક્રમ બિરલાને તાજેતરમાં આદિત્ય બિરલા ગ્રૂપના વ્યવસાયોને વ્યૂહાત્મક દિશા પ્રદાન કરતી સર્વોચ્ચ કંપની આદિત્ય બિરલા મેનેજમેન્ટ કોર્પોરેશન પ્રાઇવેટ લિમિટેડના બોર્ડમાં ડાયરેક્ટર્સ તરીકે સામેલ કરવામાં આવ્યાં છે.
અનન્યા બિરલા સફળ ઉદ્યોગસાહસિક મહિલા છે અને પ્લેટિનમ સેલિંગ આર્ટિસ્ટ છે. તેમણે 17 વર્ષની વયે પ્રથમ કંપની સ્વતંત્ર માઇક્રોફિન પ્રાઇવેટ લિમિટેડની સ્થાપના કરી હતી, જે ભારતની સૌથી વધુ ઝડપથી વિકસતી એમએફઆઇ પૈકીની એક છે. કંપનીની એયુએમ 1 અબજ ડોલરથી વધારે છે અને 120 ટકાના સીએજીઆર પર વૃદ્ધિ કરી છે (2015થી 2022). 7000થી વધારે કર્મચારીઓ સાથે કંપની ગ્રેટ પ્લેસ ટૂ વર્કમાં સતત સ્થાન ધરાવે છે. CRISIL A+રેટિંગ સાથે સ્વતંત્ર સેક્ટરમાં સૌથી નવી, સૌથી ઊંચું રેટિંગ ધરાવતી કંપની છે.
સ્વતંત્રએ વર્ષ 2018માં માઇક્રો હાઉસિંગ ફાઇનાન્સ કોર્પોરેશન લિમિટેડનું સફળતાપૂર્વક એક્વિઝિશન કર્યું હતું. સંપૂર્ણ વ્યવસાયમાં તેમનાં ઇનોવેશનને પરિણામે ઉદ્યોગમાં અનેક બાબતો પહેલી વાર જોવા મળી છે અને ધિરાણ સેવાઓમાં ઉદ્યોગના આગેવાન તરીકે સ્વતંત્રની સ્થિતિ મજબૂત થઈ છે. સુશ્રી બિરલા ડિઝાઇન-સંચાલિત હોમ ડિકોર બ્રાન્ડ ઇકાઈ અસાઈના સ્થાપક પણ છે. સામાજિક મોરચે સુશ્રી અનન્યા બિરલા એમપાવરના સહ-સ્થાપક છે અને ભારતમાં માનસિક સ્વાસ્થ્ય વિશે સંવાદ માટેની જરૂરિયાતના હિમાયતી પણ છે.
બિરલા ફાઉન્ડેશનના સ્થાપક પણ છે. આર્યમાન વિક્રમ બિરલા વિવિધ પ્રકારનો અનુભવ ધરાવે છે, જેમાં ઉદ્યોગસાહસિકતા, વીસી રોકાણ અને વ્યવસાયિક સ્પોર્ટ સામેલ છે. આર્યમાન આદિત્ય બિરલા ગ્રૂપના કેટલાંક વ્યવસાયો સાથે ગાઢ રીતે જોડાયેલા છે. ગ્રૂપના ચેરમેન કુમાર મંગલમ બિરલા સાથે ચર્ચાવિચારણામાં તેઓ ગ્રૂપના અદ્યતન વ્યવસાયોમાં પ્રવેશ કરવામાં સક્રિય રહ્યાં છે.