અદિતિ રાવ હૈદરીએ માત્ર તેના દમદાર અભિનયથી જ નહીં પરંતુ તેના ગ્લેમરસ અને સ્ટાઇલિશ દેખાવથી પણ લોકોને દિવાના બનાવ્યા છે. અદિતિના ચાહકો તેની એક ઝલક જોવા માટે ઉત્સુક છે. અભિનેત્રી સોશિયલ મીડિયા દ્વારા તેના ફેન્સ સાથે જોડાયેલી રહે છે. અદિતિ ઘણીવાર તેના પ્રશંસકો સાથે તેના રૂટીન લાઈફની ઝલક શેર કરતી રહે છે. લેટેસ્ટ ફોટોશૂટમાં અદિતિ ગ્રીન શરારા આઉટફિટ પહેરેલી જોવા મળી રહી છે. તેણે આ લુકને ખૂબ જ સુંદર રીતે કેરી કર્યો છે. કેમેરાની સામે તેના સુંદર રોયલ લુકને ફ્લોન્ટ કરતી વખતે અદિતિએ એક કિલર પોઝ આપ્યો જેના પર તેના ફેન્સની નજર અટકી. નોંધનીય છે કે અદિતિ ટૂંક સમયમાં જ ‘ગાંધી ટોક્સ’ અને ‘લાયન્સ’ નામની ફિલ્મોમાં જોવા મળશે.