એસઆરસી ડાયરેકટરની પત્ની, પૂર્વ નગરસેવક અને જાણીતા ડોકટરની પ્રતિષ્ઠીતો જુગાર રમતા ઝડપાતા ચકચાર: રૂ.૨૬.૪૧ લાખનો મુદામાલ
આદિપુરના પ્રભુ દર્શન હોલ પાછળ આવેલા અને ભાઇ પ્રતાપ સ્થાપીત કોબન કલબમાં જુગાર રમાતો હોવાની બાતમીના આધારે પોલીસે એસઆરસીના ડાયરેકટરના પત્ની, પૂર્વ નગર સેવક અને જાણીતા તબીબ સહિત ૨૮ની રૂ.૨૬.૪૧ લાખના મુદામાલ સાથે ધરપકડ કરતા ચકચાર મચી ગઇ છે.
એસઆરસી હસ્તકની કોબન કલબના મેનેજર હરીશ ભગવાનદાસ કેશવાણી કલબના ઓઠા હેઠળ જુગાર કલબ શરૂ કરી હોવાનું અને આર્થિક ફાયદો લેતો હોવાની બાતમીના આધારે પોલીસે જુગાર અંગે દરોડો પાડી સાત મહિલા સહિત ૨૮ શખ્સોની રૂ૨.૪૦ લાખની રોકડ, રૂ.૧ લાખના ૨૭ મોબાઇલ અને રૂ.૨૩ લાખની કિંમતના વાહન મળી રૂ.૨૬.૪૧ લાખના મુદામાલ સાથે ધરપકડ કરી છે.કોબન કલબમાં પ્રતિષ્ઠીત વ્યક્તિઓ ટોકન પર મોટો જુગાર રમતા ઝડપાતા પૂર્વ કચ્છમાં સનસનાટી મચી ગઇ છે.
જુગાર રમતા ઝડપાયેલાઓમાં આદિપુરના હરીશ ભગવાનદાસ કેશવાણી, વાઘુમલ મીરચુમલ લાલવાણી, સંજય કિશનચંદ કેવલરામાણી, પરસોતમ સંતોષસીંગ જીવાણી, હંસરાજ ત્રિકમદાસ ચેતવાણી, વિક્રમ અશોક ભાટીયા, ધમેન્દ્ર નાનાલાલ દેસાઇ, જગદીશ રણવીર સુંદરાણી, ગુલ શહેજરામ ચેઇનાણી, મનોજ પરસોતમ છતલાણી, દિલીપ રામચંદ ચાવલા, લક્ષ્મણ મોહનદાસ અડવાણી, લલિત મંગારામ મલકાણી, ગીતાબેન વિજયકુમાર નેનવાણી, કમલા મોહનલાલ નેનવાણી, લીલીબેન નારણદાસ માની, જીસ્નબેન કિશનદાસ થદાણી, મધુબેન સુરેશ યાલાની, સંગીતાબેન ચંદુભાઇ અડવાણી, સુશીલાબેન અરજણ જવાણી, ઓમપ્રકાશ સંતરામ લછોરામાણી, સુરેશ હરસુભલ ભીરયાની, રમેશ ગોવિંદરામ ભાવનાણી, દિપક લાલચંદ વિધાણી, રેવભાઇ રામચંદ તલવાણી, દિલીપ પરસોતમ છતલાણી અને દિપક શ્યામદાસ લાખાણી નામના શખ્સોની ધરપકડ કરી છે.