મુંબઈના દંપતિએ યુવક પાસેથી પૈસા પડાવી પગાર અને પી.એફ જમાં ન કરી છેતરપિંડી કરતા નોંધાતો ગુનો

ગાંધીધામના આદિપુર ખાતે રૂપિતા સવા કરોડની છેતરપિંડીની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાતા ચકચાર મચી જવા પામી છે.જેમાં ઓપેલ એશિયા શિપિંગ એજન્સીના સંચાલક મુંબઈના દંપતિએ તેના મેનેજરને કંપનીમાં પાર્ટનર બનાવની લાલચ આપી તેની પાસેથી રૂ.50 લાખ અને રૂ.38 લાખ કટકે કટકે મેળવી અને મેનેજર ના પગાર અને પી. એફના પૈસા તેના એકાઉન્ટમાં જમાં ન કરી તેમ મળી કુલ રૂ.1.25 કરોડની છેતરપિંડી કરતા મુંબઈના દંપતિ વિરૂદ્ધ પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.

વિગતો મુજબ મૂળ લુણાવાડાના અને હાલ આદિપુરમાં રહેતા અને બિઝનેસ કરતા જૈમિન દક્ષેશકુમર શાહ નામના યુવકે પોતાની ફરિયાદમાં આરોપીમાં ઓપેલ એશિયા શિપિંગ એજન્સી ઇન્ડિયા પ્રા.લી ના માલિક મુંબઈના અજિત ગોવિંદ મેનન અને તેમની પત્ની અનુરાધા મેનનના નામો આપ્યા હતા જેમાં તેને જણાવ્યું હતું કે તે 2015 ની સાલમાં આ કંપનીમાં મેનેજર તરીકે નોકરી કરતા હતા.ત્યારે આરોપી અજિત મેનનએ તેને કંપીનમાં પાર્ટનર બનાવની લાલચ આપી પહેલા 50 લાખ અને ત્યાર બાદ 38 લાખ રૂપિયા કટકે કટકે ઉછીના લીધા હતા.બાદ 2019 ની સાલ સુધી તેને પૈસા પરત આપવાના વાયદાઓ કરી પરત આપ્યા ન હતા તે ઉપરાંત ફરિયાદી જૈમિન ના 2017 થી 2018 ના પગારના ટી. ડી.એસ અને પી.એફ ના પૈસા જમા ન કરી કુલ રૂ.1.25 કરોડની છતરપિંડી કર્યા હોવાની અરજી તેને પોલીસમાં આપી હતી જેમાં અમને પોલીસે તપાસ હાથ કરી મુંબઈના દંપતી અજિત ગોવિંદ મેનન અને તેમની પત્ની અનુરાધા મેનન સામે છેતરપિંડી અને વિશ્વાસઘાત સહિતની કલમો હેઠળ તેઓની સામે કડક કાર્યવાહી હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.