- નિર્મલ મમતા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ડાયનેમિક ફેશન શો યોજાયો
- પ્રભુદર્શન હોલ આદિપુર મધ્યે કરાયું આયોજન
- ચાર વર્ષથી લઈને 75 વર્ષ સુધીના લોકો માટે ચાર કેટેગરીમાં યોજાયો હતો ફેશન શો
Adipur News : નિર્મલ મમતા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ડાયનેમિક ફેશન શોનું આયોજન પ્રભુદર્શન હોલ આદિપુર મધ્યે કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત ચીફ ગેસ્ટ ધીરેન મહેતા અને હર્ષા મહેતાના હસ્તે કરવામાં આવી હતી. ત્યારબાદ જીલ બંસલ દ્વારા ગણેશ વંદનાનું નૃત્ય કરવામાં આવ્યું. તેમજ શ્વેતા અભિષેક દ્વારા એક ડાન્સ પરર્ફોર્મન્સ કરવામાં આવ્યું. ત્યારબાદ ફેશન શોની શરૂઆત થઈ હતી. આ શોમાં ચાર કેટેગરી હતી જેમાં ચાર વર્ષથી લઈને 75 વર્ષ સુધીના લોકોએ ભાગ લીધો હતો. તેમજ બોયઝ અને ગર્લ્સની તથા મહિલાઓની કેટેગરી હતી. સેલિબ્રિટી ગેસ્ટ તરીકે એક્ટર પૃથ્વી સોની અને વ્યંકટેશનું સન્માન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમના જજ તરીકે આરતી છતલાની અને શ્રીમાન અને શ્રીમતી માનવાની રહ્યા હતા. તેઓએ પ્રોગ્રામમાં પોતાનું નિર્ણય આપ્યું હતું. જેમાં દરેક કેટેગરીમાં વિજેતાઓને ટ્રોફીઓ સાથે તાજ પણ પહેરાવવામાં આવ્યું હતું. ત્યારબાદ ટ્રસ્ટ દ્વારા બ્યુટી પાર્લરના ક્લાસીસ ચલાવનારને સર્ટિફિકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. જરૂરત મંદ બહેનો પોતાના પગ ભર થઈ શકે તે માટે ચાર બહેનોને સિલાઈ મશીન પણ આપવામાં આવી તી. દીયા ફાઉન્ડેશનને ટીવી અને બ્યુટી પાર્લર ચલાવનારા બહેનોને હાઇડ્રો ફેશિયલ કીટ મશીન સાથે આપવામાં આવી. આ ઉપરાંત સંસ્થા દ્વારા નિર્ભયા ફાઉન્ડેશનને 20,000 નો ચેક આપવામાં આવ્યો.
નવજોત પબ્લિક સ્કૂલને એક કોમ્પ્યુટર અને કરાટે એકેડેમીને તેઓને લગતા સન્માન માટે ₹25,000 નું ચેક આપવામાં આવ્યું. આ શોના સપોર્ટર તરીકે જે ટીમ હતી તે ગોપિકા એરોબિક્સના ગોપિકા રોચીરામાણી સોનુભાઈ હર્સીજી હતા.
એન. એમ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા કોર કમિટીની બીનીતા, નયના, યોગીતા તથા દીપ હાજર રહ્યા હતા. તેમજ ડાયનેમિક ફેશન શોના એન્કર જયેશ મજેઠીયા અને હીના એ ખુબ જ સરસ રીતે એન્કરિંગ કર્યું હતું.
કાર્યક્રમમાં બધા શો સ્ટોપરને મોમેન્ટો અને શેશેથી સન્માનિત કરવામાં આવ્યા. આમંત્રિત ચીફ ગેસ્ટ અને નિર્ણાયકોનું સન્માન શાલ અને બુકે દ્વારા અને પાઘડી પહેરાવીને કરવામાં આવ્યું. સાથોસાથ કાર્યક્રમમાં ભાગ લીધેલ સર્વે પાર્ટિસિપેટને મોમેન્ટો આપવામાં આવ્યા અને અંતે આભાર વિધિ નિકિતા મંગલાણીએ કરી હતી.
અહેવાલ : ભારતી માખીજાણી