બુસ્ટર શ્વાનને પવિત્રધામનો રંગ લાગ્યો, સંપૂર્ણ શાકાહારી ભોજન જ લે છે
વિશ્વ પ્રસિદ્વ ભારત બાર જ્યોર્તિંલીંગ સોમનાથ મહાદેવ મંદિર પવિત્ર શ્રાવણ માસ પ્રારંભ અને આ મંદિર ઝેડ પ્લસ લોખંડી સુરક્ષા કવચ ધરાવતું હોય ગુજરાતના માત્ર આ એક જ મંદિર ખાતે ઓગષ્ટ-21થી બારેય માસ ગુજરાત પોલીસ દળે ‘બુસ્ટર’ નામના શ્વાનની દર્શનાર્થી-મંદિર સુરક્ષા, સલામતી માટે તૈનાત કરેલ છે.
‘બુસ્ટર’ની ઉંમર ચાર વરસની છે અને દરરોજ સવારે મંદિર પરિસર, મેદાન, મંદિરના બગીચા સહિતના સ્થળોએ સુંઘી-સુંઘી પુરેપુરા એરીયાની ચેકીંગ કરે છે.આ ડોગ સ્કવોડના હેન્ડલર મહેન્દ્રસિંહ પરમાર જેઓ ગીર સોમનાથ જીલ્લા પોલીસ વડા મનોહરસિંહજીના માર્ગદર્શન હેઠળ સોમનાથ મંદિર સુરક્ષા બીડીડીએસ સ્કવોડ સંકલનમાં કામગીરી બજાવે છે.
આ સ્નીફર ડોગ સ્ફોટક પર્દાથ સુંઘી શોધી કાઢી લેવાની તાલીમ અપાયેલ છે. અમદાવાદ ખાતે એસ.આર.પી. ગ્રુપ-2માં ખાસ ડોગ તાલીમ કેન્દ્ર આવેલું છે. આ સ્નીફર ડોગને ત્રણ મહિનાના બચ્ચા હોય છે ત્યારથી જ તાલીમ અપાય છે. ડોગ હેન્ડલર ફાળવી દેવાય છે અને છ મહિના પછી ટ્રેનીંગ શરૂ થાય છે અને નવ માસ ટ્રેનીંગ પૂર્ણ થયે જે-તે જીલ્લામાં ફાળવાય છે. સોમનાથ સ્નીફર શ્વાન એક્સ્પોલીઝીવ શોધ કામગીરી બજાવે છે. આ શક્તિ હોય છે અને હુકમ થયે વડા પોલીસ અધિકારીને સેલ્યુટ કરે છે અને સરકારી-કર્મચારીની જેમ નવ વરસ પછી તેની ફીટનેશ, ક્ષમતા જોઇ રીટાયર્ડ નિર્ણય લેવાય છે.
રીટાયર્ડ થયેલા પોલીસ શ્વાનને આણંદ ખાતે નિવૃત્ત શ્વાન ઘર ખાતે રખાય છે અને કાળજી લેવાય છે. સોમનાથના શ્વાનને દર પંદર દિવસે મેડીકલ ચકાસણી થાય છે અને વરસમાં એકવાર હડકવા અને રોગ પ્રતિકારક રસી વેક્સીન કરાય છે. તેને સારવાર માટે જો જરૂર પડ્યે તો જુનાગઢ પણ રીફર કરાય છે.
આ શ્વાન દરરોજ સવારે 6 થી 10, સાંજે 4 થી 8 અને ઇમરજન્સીમાં ગમે ત્યારે ફરજ કાર્યરત રહે છે. ગીર સોમનાથ જીલ્લા પોલીસ વડા મનોહરસિંહજી જીલ્લામાં સુરક્ષા, સલામતી અને અદ્યતન ટેકનોલોજી સાથે સદાય પ્રજાની પડખે અને સરકારની કલ્યાણલક્ષી યોજનામાં અગ્રેસર રહે છે. તેઓ આ વ્યવસ્થાનું સુંદર સંચાલન સહયોગ કરે છે.
સોમનાથ સ્નીફર ડોગ બુસ્ટરની વિશેષતા
સ્નીફર ડોગ સામાન્ય રીતે નોનવેજ ખાવા ટેવાયેલા હોય છે. પરંતુ અહીં ભગવાન સોમનાથ દાદાનું પવિત્ર મંદિર છે. તદ્ઉપરાંત મંદિર આસપાસ નોનવેજ ખાવા પર પ્રતિબંધ, જાહેરનામું છે. જેથી આ શ્વાન બિસ્કુટ, દૂધ કે કોઇ શાકાહારી પદાર્થ ખાય છે કે ખવડાવાય છે. પરંતુ નોનવેજ બિલકુલ અપાતું નથી.
આમ કેટલાક લોકો શ્રાવણ માસ પુરતા વેજીટેરીયન રહેતા હોય પરંતુ “બુસ્ટર” અહીં સદાય માટે વેજીટેરીયન વ્રત પાળે છે.