પશ્ર્યાતાપ અને માનવ સેવા ધર્મોને સાર્થક કરતા જેલના પાકા કામના કેદીઓ
સ્વચ્છતાને ઘ્યાને રાખી કેદીઓને સ્વરોજગારી અને નવરા મનમાં કોઇ ખરાબ વિચાર ન આવે તે માટે કેદીઓને પ્રવૃતિમય રાખવા જેલ અધિકારીઓની અનોખી પ્રવૃત્તિ
ગુજરાતભરમાંથી ભારે ગુના કરવા બદલ રજા ભોગવતા અને રાજકોટ જેલમાં રહેલા પાકા કામના કેદીઓ દ્વારા પાશ્ચયાતાપની સાથે માનવ સેવા ધમને સાર્થક કરવા અને નવરા મનમાં કોઇ ખોટા વિચાર ન આવે તે માટે રાજકોટ જેલના અધિકારીઓ દ્વારા પાકા કામના કેદીઓ પાસે અલગ અલગ પ્રવૃતિઓ કરાવી તેઓને સ્વરોજગારી માટેની તક પુરી પાડવામાં આવે છે.
ગુજરાતની તમામ જેલમાં થતું માલ સામાનનું ઉત્પાદન અને વેચાણમાં રાજકોટ જેલ બીજા નંબર પર છે અમદાવાદની જેલ પ્રથમ નંબરે આવે છે.
રાજકોટ જેલમાં કેદીઓ દ્વારા ફરસાણા, મીઠાઇ, ફર્નીચર, વણાંટકામ વગેરે અનેક પ્રકારનું ઉત્૫ાદન કરવામાં આવે છે. શીયાળાની ઋતુ શરુ થાય ત્યારે રાજકોટ જેલમાં રહેલા પાકા કામના કેદીઓ દ્વારા શુઘ્ધ ઘીના અડદીયા બનાવવામાં આવે છે. અને આ અડદીયા બજારમાં વેચતા અડદીયાની કિંમત કરતા અડધી કિંમતે જેમ કે બજારમાં વેચતા અડદીયાના ભાવ ૪૦૦ થી ૪૫૦ કે તેથી વધુ હોય છે જયારે જેલમાં બનાવવામાં આવેલા અડદીયા રૂ ૨૪૦ માં એક કિલોના ભાવે વેચવામાં આપેે છે.
કેદીઓ દ્વારા બનાવવામાં આવેલ અડદીયાનું વેચાણ જેલના સ્ટોલ પર કરવામાં આવે છે. જેલ અધિકારીઓ દ્વારા સ્વચ્છતાને પ્રાધાન્ય આપી ને સતત સુપરવિઝન કરવામાં આવે છે અને જેલના કેદીઓ દ્વારા અડદીયા બનાવવામાં આવે છે. જેલમાં બનતા અડદીયાના ઓર્ડર, સરકારી સંસ્થા તથા કોઇપણ વ્યકિત પોતાના પ્રસંગ માટે ઓર્ડર આવે છે.
જેલમાં રોજના ૧૦૦ થી રપ૦ કિલો અડદીયા બનાવવામાં આવે છે.
કેદીઓ પુનવર્સન માટે પ્રેરીત કરવામાં આવે છે:બન્નો જોષી( જેલ સુપ્રિટેન્ડન્ટ)
રાજકોટ મઘ્યસ્થ જેલ ખાતે કેદીઓ દ્વારા ઘણી બધી પ્રવૃતિઓ કરવામાં આવે છે. એમના પુર્નવસન માટે પણ પ્રેરિત કરવામાં આવે છે. એમને લોકોને પ્રવૃત રાખવા માટે પણ ઘણા બધા ફરસાણો બનાવવામાં આવેછે. રાજકોટમાં કાલાવાડ રોડ પર સ્થીત ભજીયા હાઉસથી સૌ કોઇ પરીચીત છે. પણ શીયાળામાં જે અળદીયા બનાવામાં આવે છે તે પણ પાકા કામના કેદીઓ દ્વારા બનાવામાં આવે છે. ગત વર્ષનું ઉત્પાદન ૩૨૮૬ કિલો જેવું થયું હતું. તેમાંથી ૮,૨૧,૫૦૦/- પિયા જેટલો નફો થયેલો છે. અને ૪૦ થી પ૦ કિલો રોજનું વહેચાણ છે. અળદીયા નું કામ કરતાં લોકોએ તમામ આજીવન સજા પામેલા છે. અને તેમની પ્રવૃતિને લીધે તેઓની માનસીક સ્થીતી પણ સારી રહે છે અને તેઓ પ્રવૃતિમય જીવન વિતાવે છે.
બેકરી વિભાગમાં શુઘ્ધતાનું સઁપૂર્ણ ઘ્યાન રાખવામાં આવે છે:સુધીર ગોયલાણી ( ઇન્ચાર્જ ફેકટરી મેનેજર)
જેલમાં અડદીયા બને છે. તેના પરની દેખરેખ અને એના વેચાણનું કામગીરી સંભાળુ છું. જેલમાં સરેરાશ ૧પ૦ થી ૨૦૦ કિલો અડદીયા બનાવવામાં આવે છે. તથા તેનજું વેચાણ થઇ જાય છે. બહારના ઓર્ડર પર પણ પુરતુ ઘ્યાન દેવામાં આવે છે.
નવેમ્બર અને ડીસેમ્બરમાં કુલ ૩,૨૨,૦૦૦ નું વેચાણ કરી ચુકયા છીએ.
અને ગત વર્ષનું અમે ૮,૦૦,૦૦૦ જેટલું વેચાણ કર્યુ હતું. અહીયા બનતા અડદીયા રૂ ૨૪૦/- ના કિલો એ વેચાણ કરીએ છીએ. માર્કેટમાં લગભગ ૪૦૦ થી ૫૦૦ ના કિલો મળે છે. એના બદલે અમે લોકો રાહત ભાવમાં વેચાણ કરીએ છીએ. તેમજ શુઘ્ધતાનું સંપૂર્ણ ઘ્યાન રાખવામાં આવે છે.
અહિંયા બનતા અડદીયાનું પ્રથમ ટેસ્ટીંગ અધિક્ષક અને મેડીકલ ઓફીસર પાસે તેની ખરાઇ કરવામાં આવે છે.
જેલમાં અડદીયા બનાવવાની રીત
રાજકોટ જીલ્લા જેલમાં પાકા કામના કેદીઓની ટીમ દ્વારા સવારથી જ અડદીયા બનાવવાનું કામ શરુ કરવામાં આવે બાકી વધારે કોઇ ઓર્ડર હોય તો આખો દિવસ અડદીયા બનાવ્યાનું કામ ચાલુ રાખવામાં આવે છે. જેલમાં એક ધાણવામાં ૧૦૦ કિલો અડદીયા બનાવવામાં આવે છે.
જેમાં શુઘ્ધ ઘી ૨૬.૫૦૦ ગ્રામ, ર૭ કિલો અળદનો લોટ, પાંચ લીટર દુધ, ૩૦૦ ગ્રામ જાઇફર, ૧પ૦ ગ્રામ તજ, ૯૦૦ ગ્રામ શુંઠ પાવડર, ૮૦૦ ગ્રામ અળદનો મસાલો, અઢી કિલો કાજુ, અઢી કિલો બદામ, આઠ કિલો ગુંદ સહીતનો તમામ શુઘ્ધ અને સાત્વીક માલ સામન અડદીયા બનાવવામાં વાપરવામાં આવે છે.
શીયાળાની શરૂ આતમાં માત્ર દોઢ મહિનામાં જ ૧૫૮૩ કિલો અડદીયાનું વેચાણ
રાજકોટ જેલમાં બનેલા અડદીયા ગત વર્ષે રૂ૨૫૦ ના ભાવે ૩૨૮૬ કીલો અડદીયાનું વેચાણ કરવામાં આવ્યું હતું. આ વર્ષે શીયાળાની શરુઆતના માત્ર દોઢ મહિનામાં જ જેલમાં બનાવવામાં આવેલા અડદીયા ૧૫૪૩ કિલોનું વેચાણ કરવામાં આવ્યું છે.