દ્વારકા યાત્રાધામમાં છેલ્લા દાયકામાં થયેલા વિકાસ કાર્યો સહિત અનેક વિકાસ કાર્યો કેન્દ્ર અને રાજય સરકાર તેમજ સ્થાનિય નગરપાલિકા દ્વારા વિવિધ સ્તરે આજે પણ વિકાસ કાર્યો ચાલી રહ્યા હોય ગઈકાલથી દ્વારકા નગરપાલિકા દ્વારકાધીશ મંદિર પાસે આવેલા ગોમતી ઘાટ તેમજ સુદામા સેતુ વિસ્તારમાં જાહેર રસ્તાના વિસ્તૃતિકરણની કાર્યવાહી શરૂ કરાઈ છે. જેમાં સર્વે નં.૧૭૧૬ની જમીનનો માર્ગ વિસ્તરણમાં ઉપયોગ કરવામાં આવનાર છે.

જયારે બાકીના ભાગમાં શારદામઠના દંડી સ્વામીના માર્ગદર્શન તળે શંકરાચાર્ય વાટિકામાં આદિ શંકરાચાર્યજીની ભવ્ય પ્રતિમા મુકવામાં આવશે. આ ઉપરાંત હાઈમાસ્ટ ટાવર તેમજ સમગ્ર વિસ્તારને પહોળો બનાવી સુશોભન પણ કરવામાં આવનાર છે. અહીં આવેલા પૂર્વ દરવાજાથી શંકરાચાર્ય મઠ તરફના રસ્તાના ઢાળમાં સુધારો કરી રાહદારીઓ તેમજ યાત્રાળુઓ માટે વધુ સરળ બનાવવામાં આવશે. આ ઉપરાંત સમગ્ર પૂર્વ દરવાજા ચોકમાં કોટાસ્ટોન તથા ગેનાઈટની મનોહર આકૃતિઓ સાથેનું હેરીટેજ લુક પણ આપવામાં આવનાર હોવાનું અને સમગ્ર કામગીરી અધિક માસ પહેલા પૂર્ણ કરવાનું આયોજન હોવાનું દ્વારકા નગરપાલિકાની યાદીમાં જણાવાયું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.