ધોળકીયા સ્કુલ પ્રાચીન નવરાત્રી મહોત્સવના આઠમા દિવસે કૃષ્ણકાંતભાઇ તથા જીતુભાઇના હ્રદયભાવને માન આપી પધારેલા આર્ય મંદીર મુંજકાના અઘ્યક્ષ સ્વામી પ.પૂ. પરમાનંદજી સરસ્વતીજીએ પ્રભાવક વકતવ્યમાં કહ્યું હતું કે ગરબીની ગરીમા અને સંસ્કૃતિનું જતન ખરા અર્થમાં ધોળકીયા શાળા દ્વારા થઇ રહ્યું છે.
વિશેષમાં તેમણે કહ્યું કે નકારાત્મકતા રુપી રાવણનું દહન કરો અને મન પર વિજય મેળવો. એ જ આ પર્વની સાચી ઉપાસના છે. સાથે રાષ્ટ્રીય સવયસેવક સંઘના કાર્યકરો કિશોરભાઇ મુંગલપરા, ડો. જીતેન્દ્રભાઇ આમલાણી, નરેન્દ્રભાઇ દવે, કેતનભાઇ વસા, દિનેશભાઇ પાઠક સૌરાષ્ટ્ર યુનિવસીટીના રજીસ્ટ્રાર પંડયા સહ પરીવાર પધારી દીપ પ્રાગટય તથા પુષ્પહારથી દેવીવંદન કરી હતા.