આષાઢ માસ પૂર્ણ થતા જ સૂર્યની કર્ક સંક્રાંતિ પછી તુરત જ આ વર્ષે અધિક શ્રાવણ માસ આવે છે. અધિક માસને  પુરુસોત્તમ માસ પણ કહેવામાં આવે છે જેમાં વ્રત વિધાનનું વિશેષ મહત્વ છે. તા. ૧૮ જુલાઈ ૨૦૨૩ થી ૧૬ ઓગસ્ટ ૨૦૨૩ વચ્ચે અધિક શ્રાવણ માસ છે.

હકીકતમાં સૌર માસ અને ચંદ્ર માસને સંતુલિત કરવા માટે અધિક માસનું પ્રયોજન થાય છે જે દરમિયાન સૂર્યની સંક્રાંતિ હોતી નથી એટલે કે અધિક માસમાં સૂર્ય રાશિ પરિવર્તન કરતા નથી આ સમયમાં ચંદ્ર અને સૂર્યની ગતિના હિસાબે વાતાવરણમાં પણ ફેરફાર જોવા મળે છે અને અવકાશમાં થી કૈક અલગ જ તરંગો આવતા અનુભવાય છે.

આ શક્તિશાળી તરંગોને હિસાબે જીવનમાં ઘણા ફેરફાર જોવા મળે છે માટે આ સમયમાં કોઈ તકલીફ ના પડે અને આ શુભ તરંગોને હકારાત્મક રીતે જીલી જીવનમાં લાભ મેળવવા અને આધ્યત્મિક પ્રગતિ કરવા આ માસનું વિશેષ મહત્વ છે. અધિક માસને પરમાત્મા એ પોતાનું નામ એટલે કે પુરુસોત્તમ નામ આપ્યું છે જે એની મહત્તા દર્શાવે છે આ માસ માં શક્ય તેટલું કૃષ્ણ પરમાત્મા અને ભગવાન વિષ્ણુનું ભજન કરવું જોઈએ અને પવિત્ર નદીમાં સ્નાન કરવું જોઈએ ગાયની અને મંદિર ની સેવા કરવી જોઈએ તથા સાત્વિક ભોજન લેવું જોઈએ અને દીપ પ્રજ્વલિત કરવા જોઈએ અને દીપ દાન પણ કરવું જોઈએ.


–જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી
૭૯૯૦૫૦૦૨૮૨–

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.