માનવ સંસ્કૃતિ સભ્યતા અને જ્ઞાનના સતતપણે બદલાતા આયામો પછી માનવ ખરા અર્થમાં માનવ બનાવવાના અને સર્વ કલ્યાણ ના સુત્રો  દરેક ધર્મની દીક્ષા બની રહ્યા છે, ત્યારે અહિંસા પરમોધર્મ અને સર્વકલ્યાણ ના મૂળ આદેશ  ધરાવતા જૈન ધર્મમાં અહિંસા પછી અપરિગ્રહ ના ગુણ ને સૌથી વધુ મહત્વરૂપ ધર્મ અનુરાગ આદેશ માનવામાં આવે છે જૈન મુનિના  મૂળ ૨૮  ગુણોમાં અપરિગ્રહ ને મુખ્ય માનવામાં આવે છે અપરિગ્રહી એટલે સંચિત ધન સંપત્તિ ઐશ્વર્ય અને સુવિધા અને સમર્થ હોવા છતાં સંયમથી  તેનો મોહ અને ઉપયોગ નો ત્યાગ કરવાની ભાવના સર્વશ્રેષ્ઠ કલ્યાણકારી પરિણામ આપે છે,લાલચ રહિત ભાવ સત્ય અને સર્વ કલ્યાણ નો રસ્તો આસાન કરે છે. અસત્ય થી વિપરીત અપરિગ્રહ એ  જરૂરિયાત મુજબની વસ્તુ રાખવાનો અને બિનજરૂરી વસ્તુ ભોગવિલાસ નો ત્યાગ કરવાનું સૂચવે છે. સામાજિક સમરસતા સર્વ જીવ ને કલ્યાણની ભાવના પ્રદાન કરે છે સમર્થ અને સક્ષમ ધનસંચય પ્રાપ્ય લોકો જો અપરિગ્રહ નો આગ્રહ રાખી પોતાની સંપત્તિ અને સુવિધાઓ નો ઉપયોગ સંયમપૂર્વક ત્યાગ કરે તો સમાજના અન્ય જીવોને અસમર્થ અવસ્થામાં પણ પોષણ અને તેમના અધિકારો નો માર્ગ મોકળો થાય છે સમાજમાં અહિંસાના અવિર્ભાવ ની જેમ જ અપરિગ્રહ પણ કલ્યાણ અને વિશ્વ શાંતિ નું નિમિત્ત બની શકે છે અપરિગ્રહની પાલન સંસારમાં કલ્યાણ અને માનવને દેવતુલ્ય બનાવે છે ભગવાન મહાવીર સ્વામીની માનવ સમાજને બતાવેલા કલ્યાણના માર્ગમાં અહિંસા ની જેમ જ દરેક માનવીને અપરિગ્રહ ના ગુણ નહિ પરંતુ સંસ્કાર ની સાથે ફરજ બજાવવાની શીખ આપી છે જો સમાજના દરેક વ્યક્તિ અપરિગ્રહ નો ધર્મ બનાવી લે તો ક્યાંયઅછત, સંતાપ,લોભ રાગદ્વેશ,, ઈર્ષા, અને ભય જેવા સામાજિક અનિષ્ઠ આપોઆપ નાશ પામશે અને અપરિગ્રહ નું પાલન કરનાર માનવી પણ દેવ તુલ્ય બની જશે, અપરિગ્રહ ની ભાવના સંપૂર્ણપણે ધર્મ જ્ઞાન અને શક્તિ પર તેમના વિજય ચીજ પ્રાપ્ત થાય છે આમ અપરિગ્રહ નું પાલન જ સંસારમાં સર્વ સુખ અહિંસા અને મોક્ષનું નિમિત્ત બને છે

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.