સાબરકાંઠાના હિંમતનગરનું માર્કેટિંગ યાર્ડ ગઈ કાલ રાત્રે મગફળીથી ઉભરાઈ ગયું હતું. આપણે સૌ જાણીએ છીએ સારા વરસાદના કારણે બધા જ પાકની સાથે મગફળીની આવક ખુબ જ સારી થઈ છે. ત્યારે હિંમતનગરના માર્કેટિંગ યાર્ડ ખાતે પુષ્કર પ્રમાણમાં મગફળી જોવા મળી હતી.
રાત્રી દરમિયાન ૩- ૩ કીમીની લાંબી લાઈન
રાત્રી દરમિયાન પણ મગફળીની અધધ આવક થઈ હતી. ખેડ તસીયા રોડ પર ખેડૂતો પોતાની મગફળી લઈને રાત્રે પહોંચ્યા હતા. ૩- ૩ કીમીની લાંબી લાઈન વાહનોની અહી જોવા મળી હતી. પોતાની મગફળીની સારી આવક મળે અને હોલસેલ ભાવે વેંચાઈ તે માટે ખેડૂતો રાત્રે માર્કેટિંગ યાર્ડ પોહોંચ્યા હતા.
અહી ૧૧૦૦ થી લઈ ૧૬૦૦ સુધીના મગફળીના ભાવ ખેડૂતોને મળ્યા
મળતી માહિતી મુજબ હિંમતનગર માર્કેટિંગ યાર્ડ ખાતે મગફળીના ઊંચા ભાવ મળતા ખેડૂતોએ રાત્રી દરમિયાના જ લાંબી લાઈનો લગાવી હતી. મગફળીના સારા ભાવ મળતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. ખેડૂતોને અહી ૧૧૦૦ થી લઈ ૧૬૦૦ સુધીના મગફળીના ભાવ મળી રહ્યા છે.
કાલાવડમાં પણ જણસી વેચવા માટે જોવા મળી હતી વાહનોની લાંબી કટાર
કાલાવડ APMCમાં જણસીની મબલખ આવક થઈ છે. જણસી ભરેલા વાહનોની લાગી લાઇનો હતી. APMC દ્વારા ખેડૂતોને કોઈ તકલીફ ન પડે તે માટે વ્યવસ્થા ઉભી કરાઈ હતી. જણસીના સારા ભાવ મળતા ખેડૂતોમાં ખુશીનો માહોલ સર્જાયો હતો.