જૂનાગઢ એસટી ડિવીઝન હેઠળ આવતા ૯ ડેપો દ્વારા દિવાળીના તહેવારને લઇને એકસ્ટ્રા બસો દોડાવવામાં આવી હતી. જેમાં જૂનાગઢ એસટી વિભાગને દિવાળી ફળી હોય તેમ ૭ દિવસમાં રૂા.૩૨.૧૭ લાખથી વધુની આવક થઇ છે.

જૂનાગઢ એસટી ડિવીઝનના વિભાગીય નિયામક જી. ઓ. શાહે જણાવ્યું હતું કે, દિવાળીના તહેવારને લઇને દર વર્ષે એકસ્ટ્રા બસો દોડાવવામાં આવે છે. ત્યારે આ વર્ષે પણ તા. ૧૧ થી ૧૭ નવેમ્બર સુધી જૂનાગઢથી સોમનાથ, દ્વારકા, જામનગર, રાજકોટ, અમદાવાદ, ગોધરા, દાહોદ, રાધનપુર, ઉના, સવરકુંડલ અને અમરેલી રૂટ પર એકસ્ટ્રા બેસો દોડાવવામાં આવી હતી.

જૂનાગઢ એસટી ડિવીઝન હેઠળ આવતા ૯ ડેપોની ૨૩૩ બસો દ્વારા ૪૯૪ ટ્રીપ કરી હતી. જેમાં ૨૦,૪૫૩ લોકોએ મુસાફરી કરતા ૯ ડેપોને રૂા.૩૨,૧૭,૨૬૦ની આવક થઇ છે અને એક કિલો મીટર દીઠ રૂા.૨૨.૬૩ની આવક થઇ છે.

જો કે દર વર્ષે દિવાળીના તહેવારમાં એકસ્ટ્રા બસો દોડાવવામાં આવે છે ત્યારે આ વર્ષે પણ એકસ્ટ્રા બસોનું સંચાલન કરવામાં આવ્યું હતું.  પરંતુ કોરોનાની મહામારીને લઇને ગત વર્ષ કરતા એકસ્ટ્રા બસોની સંખ્યામાં ઘટાડો કરાયો હતો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.