સરકારની વિવિધ ખેડુતલક્ષી યોજનાઓ વિશે લોકો તથા એકસ્પોમાં ભાગીદાર થયેલા વ્યાપારીઓને કરાયા જાગૃત: એકસ્પોને મળ્યો જબ્બર પ્રતિસાદ
ખેતી સાથે સંકળાયેલી બેંકો પણ એકસ્પોમાં થઈ સહભાગી દેશના અનેક રાજયોમાંથી આવેલી કંપનીઓનો જોવા મળ્યો જમાવડો
દેશમાં ખેતી ક્ષેત્રને, ડેરી ક્ષેત્રને અને ફુડ પ્રોસેસીંગ ક્ષેત્રના વિકાસ માટે અનેકવિધ પ્રયત્નો સરકાર દ્વારા હાથ ધરવામાં આવી રહ્યા છે ત્યારે અમદાવાદ ખાતે આવેલા ગુજરાત કોલ્વોકેશન હોલ ખાતે એડીએફ એકસ્પોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં એગ્રી, ડેરી અને ફુડ પ્રોસેસીંગ ક્ષેત્રને કઈ રીતે વિકસિત કરી શકાય તે દિશામાં આગળ વધવા માટે આ એકસ્પોનું આયોજન કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. દેશભરના અનેક રાજયોમાંથી ઘણાખરા ઉધોગપતિઓ આ એકસ્પોમાં સહભાગી થઈ દેશને વિકાસરથ ઉપર કેવી રીતે આગળ વધારી શકાય તે માટેની ચર્ચા-વિચારણા પણ કરવામાં આવી હતી. એડીએફ એકસ્પોમાં દેશભરમાંથી અનેકવિધ લોકો ઉપસ્થિત રહ્યા હતા અને એકસ્પોને સફળ બનાવવા માટે મહેનત પણ કરી હતી.
એકસ્પોના માધ્યમી ખેડૂતોને મળશે વિકલ્પ, ખેડૂતો બનશે સમૃધ્ધ: કિરીટ સોલંકી
આ તકે અમદાવાદ પશ્ચિમના સાંસદ સભ્ય કિરીટ સોલંકી ‘અબતક’ સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, એક જ છતની નીચે કૃષિ ક્ષેત્રને લગતા તમામ ઉદ્યોગ ધંધાર્થીઓ અને ખેડૂતોનો સમન્વય થયો છે. જેના કારણે એક જ જગ્યાએ ખેડૂતોને વિવિધ વિકલ્પો મળી રહ્યાં છે અને આ વિકલ્પોના માધ્યમથી ખેડૂતોને વધુ સારી તક મળશે. જેના કારણે કૃષિ પ્રધાન દેશના કૃષિ વધુ સમૃધ્ધ બનશે. ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે, હાલના યુગમાં સામાજીક સમરસતા એ અત્યંત મહત્વપૂર્ણ છે. ત્યારે કહી શકાય કે, આ એકસ્પો ખેડૂતો, એમ.એસ.એમ.ઈ. અને મોટા ઉદ્યોગપતિઓને સાથે રાખી ખરા અર્થમાં સમરસતાનું ઉદાહરણ પૂરુ પાડી રહ્યું છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, તેમને શ્રેષ્ઠ સાંસદનો એવોર્ડ મળ્યો છે. જેના ખરા હક્કદાર તેમની ૧૮ કરોડ જનતા છે. જેમણે સતત ત્રણ ટર્મી ચૂટીને દેશની સર્વશ્રેષ્ઠ પંચાયત લોકસભા સુધી પહોંચાડયા છે.
ખેડુતોની આવક બમણી કઈ રીતે કરી શકાય તે દિશામાં આ એડીએફ એકસ્પોનું આયોજન કરાયું છે: ચિંતનભાઈ ભટ્ટ
અબતક સાથેની વિશેષ વાતચીત દરમિયાન એડીએફ એકસ્પોનાં પ્રોજેકટ હેડ ચિંતનભાઈ ભટ્ટે વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે, ભારત ખેતીપ્રધાન દેશ છે અને ૬૦ ટકા જેટલી આવક ખેત ઉપજમાંથી મળતી હોય છે ત્યારે ૨૧મી સદી એટલે કે ટેકનોલોજીની સદી માનવામાં આવે છે જો આ સમયગાળાને યોગ્ય રીતે ઉપયોગમાં લેવામાં આવે અને ખેડુતો પોતાને વિકસિત કરવા માટે ટેકનોલોજીનો ઉપયોગ કરે તો તે દિવસ દુર નથી જયારે દેશને ખેતીમાંથી મબલખ આવક પ્રાપ્ત થશે. વધુમાં તેઓએ જણાવતા કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું સ્વપ્નું અને લક્ષ્ય છે કે જગતનો તાત ખેડુતની આવક કેવી રીતે બમણી થવી જોઈએ તે સુત્રને સાર્થક કરી આ એકસ્પોનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રથમ એવો એકસ્પો છે જયાં એગ્રીકલ્ચર, ડેરી પ્રોડકટ અને ફુડ પ્રોસેસીંગ ક્ષેત્રને આવરી લેવામાં આવ્યું છે. દેશભરમાંથી અનેકવિધ મેન્યુફેકચરીંગ કંપનીઓ આ એકસ્પોમાં સહભાગી થઈ લોકોને જાગૃત કરવા માટેના તમામ પ્રયત્નો હાથધરી રહી છે. વધુમાં તેઓએ માહિતી આપતા જણાવ્યું હતું કે, ખેડુતોને ઘણી અસમંજસની સ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે જેમાં તેઓને સરકારની યોજના વિશે સહેજ પણ જ્ઞાન હોતુ નથી. સરકાર દ્વારા ઘણી ખરી યોજનાઓ જે લોકો માટે બનાવવામાં આવી છે તેનો પુરો લાભ પણ લોકો લઈ શકતા નથી ત્યારે આ પ્રકારના એકસ્પોથી લોકોને અને ખેડુતોને તેમને લગતી અનેકવિધ વિકાસલક્ષી યોજનાઓ વિશે માહિતી પ્રાપ્ત થશે જે તેમના ભવિષ્ય માટે અને દેશનાં વિકાસ માટે અત્યંત મદદરૂપ સાબિત થશે. અંતમાં તેઓએ વાતચીતમાં જણાવ્યું હતું કે,આ વખતનું એડીએફ એકસ્પો થોડા નાના પ્રમાણમાં કરવામાં આવ્યું છે પરંતુ આવતા વર્ષે આજ એકસ્પો ખુબ જ મોટા પ્રમાણમાં આયોજીત થશે જેમાં દેશ-વિદેશમાંથી અનેકવિધ લોકો તથા વેપારીઓ ઉપસ્થિત રહી દેશના વિકાસ માટે ભાગ ભજવશે.
એકસ્પોના માધ્યમી સરકારની વિવિધ ખેડૂતલક્ષી યોજનાઓ વિશે ખેડૂતો અવગત થયા: રિધ્ધી વસરા
એડીએફ એકસ્પો વિશે જણાવતા અમદાવાદના હોર્ટી કલ્ચર ઓફિસર રિધ્ધી વસરાએ કહ્યું હતું કે, આજના ખેડૂતો તમામ ક્ષેત્ર વિશે માહિતગાર હોય છે. પરંતુ ક્યાંક જાગૃતતાના અભાવે કૃષિ ક્ષેત્રને લગતી માહિતીઓ તેમના સુધી સમયસર પહોંચતી ની. જેના માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે. રાજ્ય સરકાર દ્વારા અવાર-નવાર ખેડૂતલક્ષી નિર્ણયો લેવામાં આવે છે અને ખેડૂતો સુધી આ નિર્ણયો પહોંચાડવા પ્રયત્ન કરવામાં આવતા હોય છે. આ કાર્યમાં એડીએફ એકસ્પો ખુબ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું છે. એકસ્પોના માધ્યમી રાજ્ય સરકારની વિવિધ કૃષિલક્ષી યોજનાઓ ખેડૂતો સુધી પહોંચી રહી છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, જે ખેડૂતો તેમની સમસ્યા લઈને એકસ્પો ખાતે આવે છે તેનું નિરાકરણ ત્વરીત ધોરણે કરવામાં આવે છે.
એડીએફ એકસ્પો સારો હોવાથી પ્રતિસાદ ખુબ જ સરસ મળ્યો છે: મિહીર બ્રહ્મભટ્ટ
અમદાવાદ ખાતે યોજાયેલા એડીએફ એકસ્પોમાં સહભાગી બનેલા લા ગજ્જર વરૂણા પમ્પના મિહીરભાઈ બ્રહ્મભટ્ટે અબતક સાથે વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે, અમદાવાદમાં આ પ્રકારનો એકસ્પો પ્રથમવાર થયો છે ત્યારે લા ગજ્જર વરૂણા પમ્પ પ્રથમ વખત સહભાગી થતા લોકોનો જે પ્રતિસાદ મળ્યો છે તે ઘરાઅર્થમાં અકલ્પનીય લોકોને ખેતીને લગતી ઘણી ખરી તકલીફોનો સામનો કરવો પડતો હોય છે ત્યારે ખેતીમાં સૌથી વધુ જરૂરીયાત હોય તો તે પાણીની છે ત્યારે જમીનમાંથી પાણી મેળવવા માટેના જે પમ્પો જેમાં મોનોબલો સહિતના પમ્પોની રેન્જ જે લા ગજ્જર ગ્રુપ પાસેથી ઉપલબ્ધ છે તેનાથી ગ્રાહકોને ઘણો ખરો ફાયદો પહોંચશે. તેઓએ જણાવ્યું હતું કે, લા ગજ્જર વરૂણા પમ્પ વર્ષો જુની કંપની છે કે જેની શાખ પણ બજારમાં ખુબ જ સારી છે. અંતમાં તેઓએ માહિતી આપતા જણાવ્યું હતું કે, આ પ્રકારના એકસ્પો જો નિયમિત થતા રહે તો તેનો ફાયદો સમગ્ર દેશના ખેડુતો તથા ખેતી સાથે સંલગ્ન તમામ વ્યવસાયને મળશે ત્યારે લા ગજ્જર વરૂણા પમ્પ આ એકસ્પોમાં સહભાગી થતા લોકોનો ઘણો ખરો સારો પ્રતિસાદ પણ મળ્યો છે.
એડીએફ એકસ્પો એ એક અતિ ઉત્તમ પ્લેટફોર્મ જયાંથી ખેડુતો તથા વેપારીઓ થાય છે સજાગ: હર્ષસિંહ
એડીએફ એકસ્પોમાં સહભાગી થયેલા ગુજરાત સરકારના ગેડા વિભાગના હર્ષસિંહે અબતક સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, અમદાવાદ ખાતે યોજાયેલો એડીએફ એકસ્પો તે એક અત્યંત ઉતમ પ્લેટફોર્મ છે જયાંથી વ્યાપારીઓ તથા ખેડુતોને ઘણા ખરા પ્રશ્ર્નમાં જાગૃતતા કેળવવામાં આવે છે. ખેતી ઉપર્જન વિશે તેઓએ માહિતી આપતા જણાવ્યું હતું કે, ખેડુતો સોલાર એનર્જી ઉપર હવે વધુને વધુ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે ત્યારે બીજી તરફ આ એકસ્પોમાં અનેક વર્ગોનાં લોકો જયારે આવે છે તેનાથી એકસ્પોની સફળતા સામે આવતી હોય તેવું લાગી રહ્યું છે. એગ્રી, ડેરી અને ફુડ પ્રોસેસીંગને આવરી લેતા એકસ્પોનું જો નિયમિતપણે આયોજન કરવામાં આવે તો આનો લાભ ખુબ મોટાપાયે દેશ, રાજય, શહેર અને તેમાં વસતા ખેડુતોને મળી શકશે. ગુજરાત સરકાર દ્વારા ખેડુતોને ઘણીખરી યોજનાઓ અને ઉર્જા ક્ષેત્રે વિવિધ સબસીડીઓ આપવામાં આવી છે જેનાથી ખેડુતો ઘણાખરા સઘ્ધર પણ થયા છે અને સોલાર એનર્જી તરફનો તેઓનો જુકાવ પણ વઘ્યો છે.
નામાંકીત કંપનીઓની ભાગીદારી એકસ્પોની સફળતા જણાવે છે: કિશોર ઝાલા
એડીએફ એકસ્પોમાં ભાગ લીધેલા કિર્લોસ્કર બ્રધર્સ લીમીટેડના રીઝનલ મેનેજર કિશોર ઝાલાએ ‘અબતક’ સાથેની વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે, એડીએફ એકસ્પોનું જે આયોજન થયું છે. તેમાં જે પણ કંપનીઓએ ભાગ લીધો છે તે એકસ્પોની સફળતા દર્શાવે છે. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, જે રીતનો પ્રતિસાદ લોકોનો મળી રહ્યો છે તે અત્યંત પ્રભાવશાળી હોય તેવું લાગી રહ્યું છે. જો આ પ્રકારના એકસ્પોનું આયોજન નિયમીત સમય પર કરવામાં આવે તો હકારાત્મક અસર દેશ ઉપર જોઈ શકાશે. વધુમાં તેઓએ તેમની કંપની એટલે કે કિર્લોસ્કર વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે, કંપની ખુબજ જુની છે અને લોકોનો કંપની પરનો ભરોસો પણ અત્યંત વધુ છે. જેથી એડીએફ એકસ્પોમાં કિર્લોસ્કર કંપનીએ જે ભાગ લીધો છે તે પણ એક ક્રેડીટની વાત કહી શકાય. કિર્લોસ્કર કંપની ઘણી ખરી ખેડૂતલક્ષી ચિજવસ્તુઓ બનાવવા માટે જાણીતી છે ત્યારે આગામી દિવસોમાં ખેતી ક્ષેત્રે વધુ પ્રાધાન્ય મળી રહે તે દિશામાં કિર્લોસ્કર કંપની આગળ વધશે.
સાઉ બેઈઝ કંપની હોવા છતાં લોકોનો મળ્યો જબ્બર પ્રતિસાદ: પરિતોષભાઈ
‘અબતક’ સાથેની વિશેષ વાતચીતમાં સીઆરઆઈ પમ્પના પરિતોષભાઈએ માહિતી આપતા જણાવ્યું હતું કે, સીઆરઆઈ પમ્પ દક્ષિણ બેઈઝ કંપની છે. જેથી કંપનીનું જે ટર્નઓવર છે તે દક્ષિણ ભારતમાં ખુબજ જોવા મળે છે. ત્યારે એડીએફ એકસ્પોમાં ભાગીદાર તા આવનારા સમયમાં ગુજરાતમાં એન્ટ્રી પણ મળી રહેશે અને ખેડૂતોને ઘણો ખરો ફાયદો પણ પહોંચશે. જોવાનું એ રહ્યું કે, આ ૨૧મી સદીમાં હાઈફાઈ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. તેમાંથી ખેડૂતો કેટલા પ્રભાવિત થાય છે અને આગળના સમયમાં વધુને વધુ કાર્યરત રહેશે કેમ તે દિશામાં પણ કંપની વિચાર કરી રહી છે પરંતુ એડીએફ એકસ્પોનું આયોજન અને તેને જે સફળતા મળી છે તે માટેનો સંપૂર્ણ શ્રેય પ્રોજેકટ હેડ અને તેમની કંપનીના શીરે જાય છે.
કૃષિ ક્ષેત્રની માહિતી માટે એડીએફ એકસ્પો સર્વશ્રેષ્ઠ માધ્યમ: વિપુલ નાઈક
આ તકે અમદાવાદ ડિસ્ટ્રીકટ કો-ઓપરેટીવ બેંકના સિનીયર મેનેજર વિપુલ નાઈક ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, એકસ્પો કૃષિઓ માટે અભૂતપૂર્વ માધ્યમ છે. જ્યાં તેમણે સમગ્ર પ્રકારની માહિતી મળી રહી છે અને એકસ્પોને પણ ખુબ સારો પ્રતિસાદ મળ્યો છે. તેમણે એડીસી બેંક વિશે જણાવતા કહ્યું હતું કે, આ બેંક ખેડૂતોની જ બેંક છે. બેંક દ્વારા દર વર્ષે કૃષિ ક્ષેત્ર માટે રૂા.૨૪૦૦ કરોડનું ધિરાણ કરવામાં આવે છે. ઉપરાંત કૃષિને લગતી વિવિધ સ્કીમો જેમ કે, કિશાન ક્રેડીટ કાર્ડ, ન્યુનત્તમ વ્યાજદરે લોન સહિતની સુવિધા બેંક દ્વારા આપવામાં આવે છે. જેના કારણે અમદાવાદ તેમજ ગાંધીનગરના મોટાભાગના ખેડૂતો બેંક સાથે જોડાયેલા છે.
ખેતીને પ્રોત્સાહન આપતી બેંકોને એકસ્પોમાં મળવું જોઈએ વધુ સન: નિશાંત પટેલ
ગુજરાત સ્ટેટ કો.ઓપરેટીવ બેંક લી.ના આસીસ્ટન્ટ મેનેજર નિશાંત પટેલે ‘અબતક’ સાથેની વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે, ખેડૂતોને પ્રોત્સાહન મળી રહે તે હેતુસર સમગ્ર ભારતમાં કો.ઓપરેટીવ બેંક સપિત કરવામાં આવી છે. ત્યારે એડીએફ એકસ્પોમાં ભાગ લીધેલી ગુજરાત સ્ટેટ કો ઓપરેટીવ બેંક લી.ના આસી. મેનેજર નિશાત પટેલે જણાવતા કહ્યું હતું કે, ખેડૂતોને વધુને વધુ પ્રત્સાહન અને ખેતીને લગતું વધુને વધુ ધિરાણ મળી રહે તે દિશામાં સરકાર ઘણા ખરા પ્રયત્નો હાથ ધરી રહી છે. ત્યારે ખેડૂતોમાં જાગૃતતાનો પણ અભાવ જોવા મળે છે. આ તકે તેઓએ ગુજરાત સ્ટેટ કો.ઓપરેટીવ બેંક વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે, બેંક તમામ પોર્ટફોલીયોમાં ૮ હજાર કરોડી વધુનું વાર્ષિક ટર્નઓવર ધરાવે છે જે ખરા ર્અમાં ખેડૂત ઉપયોગી હોવાથી ખેડૂતોને લાભ મળે છે. અંતમાં તેઓએ માહિતી આપતા જણાવ્યું હતું કે, એડીએફ એકસ્પોમાં તેમજ ખેતીને લગતા તમામ એકસ્પોમાં જો સહકારી બેંકોને સન આપવામાં આવે તો ઘણી ખરી તકલીફોનું નિરાકરણ થઈ શકે તેમ છે. અંતમાં તેઓએ એકસ્પોને બિરદાવ્યું હતું અને તેમને વધુ સફળતા હાસલ થાય તે માટે શુભેચ્છા પાઠવી હતી.
લોકોની જાગૃતતા જોવા મળતા કંપનીઓ માટે ઉજ્જવળ તક: આશીષ મિશ્રા
અમદાવાદ ખાતે યોજાયેલા એડીએફ એકસ્પોમાં હસ્કવરના કંપનીના સેલ્સ એન્જીનીયર આશીષ મિશ્રા ઉપસ્થિત રહ્યાં હતા અને ‘અબતક’ સાથેની વાતચીતમાં તેઓએ જણાવ્યું કે, નિયમીત સમય પર આ પ્રકારના જે એકસ્પોનું આયોજન થઈ રહ્યું છે તેનાથી લોકોમાં ઘણી ખરી જાગૃતતા જોવા મળી રહી છે. જાગૃતતાના કારણે કંપનીઓ માટે પણ ખુબજ ઉજ્જવળ તકો રહેલી છે. હસ્કવરના કંપની ભારતની કંપની ન હોવા છતાં પણ એકસ્પોમાં ભાગીદાર થતાં ઘણો ખરો લાભ પ્રાપ્ત થયો છે. કંપની ગ્રાસ કટીંગી લઈ લેન્ડસ્કેપ ડેકોરેટીંગ માટે અત્યંત ઉપયોગી સાબીત થાય છે. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, ભારત દેશ ખેતી પ્રધાન દેશ હોવાથી ખેતીમાં મબલખ આવક મળે અને ખેડૂતો વધુ સમૃદ્ધ બને તે દિશામાં યોજાયેલા આ એકસ્પોી ઘણી ખરી ચીજવસ્તુઓ સામે આવી છે અને ખેડૂતો સહિત વ્યાપારીઓને પણ વિશાળ તકો પ્રાપ્ત યેલી છે.
પમ્પ મેન્યુફેકચરીંગ ક્ષેત્રમાં એડીએફ એકસ્પો અત્યંત મદદગાર સાબીત થશે: રાકેશ શાહ
અમદાવાદ ખાતે યોજાયેલા એડીએફ એકસ્પોમાં પમ્પ એસો. પણ સહભાગી બન્યું હતું. જેમાં પમ્પ મેન્યુ. એસો.ના રાકેશભાઈ શાહે ‘અબતક’ સાથે વાતચીત કરી એડીએફ એકસ્પોના પીઠબળ સમાન ચિંતનભાઈ ભટ્ટનો આભાર માન્યો હતો અને જણાવ્યું હતું કે, અમદાવાદ ખાતે યોજાયેલા પ્રથમ વખતના આ એકસ્પોમાં જે રીતનો પ્રતિસાદ લોકોનો અને વ્યાપારીઓને મળી રહ્યો છે તેનાથી સફળતા આકી શકાય છે. ખેતી ક્ષેત્ર સાથે અનેકવિધ વિભાગો જોડાયેલા છે. જેમાં પમ્પ મેન્ફેકચરીંગ યુનિટોનું યોગદાન પણ અત્યંત મહત્વપૂર્ણ છે. ત્યારે સમગ્ર ગુજરાતમાંથી આવેલા પમ્પ એસો.ના સભ્યો અને વ્યાપારીઓને ઉજ્જવળ તક સાપડી છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, પમ્પ મેન્યુફેચરીંગ ક્ષેત્રમાં રાજકોટ અને અમદાવાદ અત્યંત મોખરે આવે છે અને સમગ્ર દેશની નજર આ બન્ને શહેરો પર જોવા મળે છે. ત્યારે આ પ્રકારના એકસ્પો જો નિયમીત સમય પર થાય તો પમ્પ મેન્યુફેકચરને ઘણી ખરી ઉજ્જવળ તક મળી શકે છે.
ખેડૂતોની સેવા માટે એડીએફ એકસ્પો સર્વશ્રેષ્ઠ માધ્યમ: મનવા ફીઝાનુલ
આ તકે યુપીએલ એગ્રોના મનવા ફીઝાનુલે ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, એડીએફ એકસ્પો અભૂતપૂર્વ અને અવિસ્મરણીય બની રહ્યું છે. એક્સ્પોના માધ્યમી ખરા ર્અમાં અમને ખેડૂતોની સેવા કરવાની તક મળી છે. અમારી કંપની પાસે બાયો તેમજ પેસ્ટીસાઈડ પ્રોડકટસ છે. જે તમામ પ્રકારના પાક માટે ઉપયોગી છે અને અમે અવાર-નવાર ખેડૂતલક્ષી સેમીનારોનું આયોજન કરી છેવાડાના ખેડૂતો સુધી પહોંચવાનો પ્રયત્ન કરીએ છીએ. છેવાડાનો ખેડૂત પણ તેની સમસ્યા લઈને અમારી પાસે આવે તો અમે જ્યાં સુધી સમસ્યાનું સમાધાન ન થાય ત્યાં સુધી તેમની સાથે રહીએ છીએ.
એકસ્પો ખાતે બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેલા ખેડૂતો માટે એકસ્પો બન્યો યાદગાર: ઉદીત અંશુ
એડીએફ એકસ્પો ખાતે ભાગ લીધેલા ટાફે ટ્રેકટર્સના ઉદીત અંશુએ માહિતી આપતા કહ્યું હતું કે, એકસ્પોમાં બહોળી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યાં છે. જેનાી એકસ્પો અત્યંત યાદગાર બન્યો છે. ટાફે ટ્રેકટર્સ ખેડૂતોને અનેકવિધરૂપે સહાયતા આપી છે અને ટ્રેકટર મારફતે ટાફે કંપની હર હંમેશ ખેડૂતોની વ્હારે ઉભી રહી છે. સરકાર દ્વારા ખેત ઉપાર્જન માટેના સાધનો અત્યંત મહત્વપૂર્ણ અને જરૂરી બનતા હોય છે ત્યારે આ પ્રકારના સાધનો પર સરકાર દ્વારા ઘણી ખરી સબસીડી પણ આપવામાં આવતી હોય છે. જેનાી ખેડૂતોને અનેકવિધ રીતે ફાયદો પહોંચતો હોય છે. આ તકે તેઓએ જણાવતા કહ્યું હતું કે, એગ્રીકલ્ચર એકસ્પો જે દેશભરમાં થતાં હોય છે તેની સરખામણીમાં એડીએફ એકસ્પો ખુબજ સફળ એકસ્પો બન્યો હોય તેવું લાગી રહ્યું છે. જ્યાં ખેડૂતોને તમામ રીતે જાગૃત કરવામાં આવી રહ્યાં છે અને તેઓ કઈ રીતે વધુને વધુ વિકસીત બની શકે અને દેશના વિકાસમાં સહભાગી થઈ શકે તે દિશામાં પણ તેઓને આગળ વધારવામાં આવી રહ્યાં છે.
કૃષિ ક્ષેત્રે આયુર્વેદિક દવાઓનું મહત્વ ખેડૂતો સમજતા થયા: હરેશભાઈ ત્રિવેદી
ધનવર્ષા આયુર્વેદા પ્રા.લી.ના હરેશ ત્રિવેદીએ ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ખેડૂતો કેમીકલી બનેલી દવાઓનો ઉપયોગ કરે છે. જેના કારણે લાંબાગાળે જમીન તેમજ પાકને નુકશાની થાય છે. જેના વિકલ્પરૂપે અમે કૃષિ ક્ષેત્ર માટે આયુર્વેદિક દવાઓ લઈને આવ્યા છીએ. આ દવાના કારણે છોડ તેમજ વૃક્ષોનો વિકાસ ઝડપી થાય છે અને આયુર્વેદિક પ્રોડકટ હોવાના કારણે કોઈપણ જાતની નુકશાની આવતી નથી. અમારી દવાને ખુબ સારો પ્રતિસાદ સમગ્ર ગુજરાતમાં મળી રહ્યો છે. અફળદ્રુપ જમીનમાં પણ સર્વશ્રેેષ્ઠ પરિણામ આપતી આ દવાઓની માંગ દિવસે ને દિવસે ખેડૂતોમાં વધી રહી છે. ઉપરાંત તેમને એડીએફ એકસ્પો વિશે જણાવતા કહ્યું હતું કે, ફકત ખેડૂત આધારિત આ એકસ્પોમાં ખેડૂતો કૃષિ ક્ષેત્રને લગતી સમસ્યાઓ લઈને આવે છે અને તેનું સમાધાન ત્વરીત થાય છે. તેમણે ટૂંકમાં જણાવતા કહ્યું હતું કે, એકસ્પોના માધ્યમી ખેડૂતો ખુબ સારૂ માર્ગદર્શન મેળવી રહ્યાં છે.
એડીએફ એકસ્પો એટલે ખેડૂત-વેપારીઓનો એક જ છત નીચે સુભગ સમન્વય: ભરત પટેલ
ઈન્ડિયન પમ્પ મેન્યુફેકચર એસો.ના પૂર્વ પ્રમુખ ભરત પટેલે ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, કૃષિ ક્ષેત્રના ઉતન માટે સરકારી તેમજ ખાનગી ધોરણે સતત પ્રયત્નો કરવામાં આવતા હોય છે. પરંતુ એડીએફ એકસ્પો એટલે ખેડૂત વેપારીઓનો એક જ છત નીચે સુભગ સમન્વય કહી શકાય. એકસ્પો ખાતે કૃષિ આધારિત તમામ વ્યવસાયોને આવરી લેવામાં આવ્યા છે. અહીં તમામ ક્ષેત્રના ઉદ્યોગ સાહસીકો હાજર રહ્યાં છે. જેના કારણે ખેડૂતોને અનેક વિકલ્પો મળી રહ્યાં છે. તેમજ વેપારીઓને એક સારો ગ્રાહક વર્ગ મળી રહ્યો છે. ઈન્ડિયન પમ્પ મેન્યુફેકચર એસો. દ્વારા એકસ્પો ખાતે ખાસ ખેડૂતો માટે સેમીનારનું આયોજન કરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.
ખેડૂતોને વધારાના ખર્ચમાંથી મુક્તિ અપાવવી એ અમારો લક્ષ્ય: પાર્થ દવે
આ તકે જે જે પી.વી.સોલારના પાર્થ દવેએ કહ્યું હતું કે, કૃષિ ક્ષેત્ર સાથે જોડાયેલા ખેડૂતો પર વિજ બીલનું ભારણ ખુબ વધુ હોય છે. જેમાંથી મુક્તિ અપાવવા અમે સોલાર સીસ્ટમ ઉપલબ્ધ કરાવીએ છીએ. ખેડૂતોને જેટલું વાર્ષિક વીજ બીલ આવતું હોય તેના આધારે અમે તેમને સોલાર સીસ્ટમ આપીએ છીએ. જેની સાથે ૫ વર્ષની સર્વિસ પણ મફત આપવામાં આવે છે. ખેડૂતોમાં રહેલી ચિંતાઓનું અમે જરૂરી માર્ગદર્શન આપી નિવારણ કરીએ છીએ. જેના કારણે હાલ અમને સૌરાષ્ટ્ર સહિત સમગ્ર ગુજરાતમાં ખૂબ સારો ગ્રાહક વર્ગ મળી રહ્યો છે. ખાસ તો એડીએફ એકસ્પોના માધ્યમી પણ અમે દરરોજ અનેકવિધ ખેડૂતો સાથે જોડાઈ રહ્યાં છીએ.