નાના ઉઘોગોને મળે છે 10 લાખ સુધીનું ધિરાણ

1.12 કરોડ નોકરીની વૃઘ્ધિ: 69 લાખ મહિલાઓને નોકરી મળી

પ્રધાનમંત્રી મુદ્રા યોજના અંતર્ગત યોજનાના પ્રારંભથી અત્યાર સુધીમાં 14.96 લાખ કરોડ બેંકો સહિતની નાણા સંસ્થાઓ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે.નાણાં મંત્રાલય સીમાંત અને આજદિન સુધી સામાજિક- આર્થિક રીતે વંચિત વર્ગોની નાણાકીય સમાવેશિતા માટે અને તેમને સહકાર આપવા માટે કટિબદ્ધ છે. અલગ અલગ પહેલ દ્વારા નવોદિત ઉદ્યોગ સાહસિકોથી માંડીને સખત પરિશ્રમી ખેડૂતો સુધીના તમામ પ્રકારના હિતધારકો ની નાણાકીય જરૂરિયાતોને પૂરી કરવામાં આવે છે. આ દિશામાં જ એક મુખ્ય પહેલ પ્રધાનમંત્રી મુદ્રા યોજના  છે જેના કારણે લાખો લોકોના સપનાં અને મહત્વાક ાંક્ષાઓને ઊંચી ઊડાન માટે પાંખો મળી છે અને તેમનામાં સ્વ-મૂલ્ય અને સ્વતંત્રતાની ભાવના કેળવાય છે. પ્રધાનમંત્રીએ બિન-કોર્પોરેટ, બિન-ખેતી લઘુ/સુક્ષ્મ ઉદ્યોગોને રૂપિયા 10 લાખ સુધીનું ધિરાણ પૂરું પાડવાના આશય સાથે 8 એપ્રિલ 2015ના રોજ પ્રધાનમંત્રી મુદ્રા યોજનાનો પ્રારંભ કર્યો હતો. આપણે પીએમેએમવાયની છઠ્ઠી વર્ષગાંઠ ઉજવણી  થઇ રહી હોવાથી, આપણે આ યોજનાના મુખ્ય પરિબળો અને તે અંતર્ગત આજદિન સુધીમાં પ્રાપ્ત કરવામાં આવેલી સિદ્ધિઓ પર એક નજર કરી લઇએ.

યોજનાની પ્રાપ્ત કરેલી સિદ્ધિઓ

આ યોજનાનો પ્રારંભ થયો ત્યારથી  તા.19 માર્ચ સુધીમાં  28.68 કરોડથી વધારે ધિરાણ માટે કુલ રૂપિયા 14.96 લાખ કરોડ મંજૂર કરવામાં આવ્યા છે. 2020-21માં 4.20 કરોડ ઙખખઢ ધિરાણને મંજૂરી આપવામાં આવી અને નાણાકીય વર્ષ 2020-21  રૂપિયા 2.66 લાખ કરોડ મંજૂર કરવામાં આવ્યા હતા. ધિરાણમાં સરેરાશ ટિકિટ કદ લગભગ રૂપિયા 50,000/- છે. 88% ધિરાણો ’શિશુ’ શ્રેણી હેઠળ મંજૂર કરવામાં આવ્યા છે. લગભગ 24% ધિરાણ નવા ઉદ્યોગ સાહસિકોને મંજૂર કરવામાં આવ્યા છે. લગભગ 68% ધિરાણ મહિલા ઉદ્યોગ સાહસિકોને મંજૂર કરવામાં આવ્યા છે. લગભગ 51% ધિરાણ પછાત વર્ગના ધિરાણ લેનારાને મંજૂર કરવામાં આવ્યા છે.  લગભગ 11% ધિરાણ લઘુમતી સમુદાયના ધિરાણ લેનારાને મંજૂર કરવામાં આવ્યા છે. શ્રમ અને રોજગાર મંત્રાલય દ્વારા હાથ ધરવામાં આવેલા સર્વે અનુસાર પીએમએમવાયના કારણે વર્ષ 2015 થી 2018 સુધીમાં વધારાની 1.12 કરોડ નવી નોકરીના સર્જનમાં મદદ મળી છે. 1.12 કરોડ નોકરીઓની અંદાજિત વૃદ્ધિમાંથી 69 લાખ (62%) મહિલાઓ છે તેમ જણાવાયું છે.

મુદ્રા યોજનાની જરૂરિયાત શું છે?

ભારત એક એવું યુવા રાષ્ટ્ર છે જે મોટી સંખ્યામાં ઉત્સાહી અને મહત્વાકાંક્ષી યુવાનો ધરાવે છે. ભારતના વિકાસના બીજ રોપવા માટે એક ફળદ્રુપ જમીન પૂરી પાડવાના ઉદ્દેશ સાથે, યુવા ભારતના આવિષ્કારી ઉત્સાહનું જતન અને સિંચન કરવામાં આવે તે ખૂબ જ મહત્વનું છે કારણ કે તે દેશની આર્થિક ઇકોસિસ્ટમમાં હાલમાં રહેલા અંતરાયો દૂર કરવા માટે નવી પેઢીના ઉકેલો પૂરાં પાડી શકે છે. ભારતમાં લોકોના ઉદ્યમશીલતાના કૌશલ્યને ખીલવવાની જરૂરિયાતને સમજીને ગઉઅ સરકાર દ્વારા તેમના પ્રથમ અંદાજપત્રમાં પ્રધાનમંત્રી મુદ્રા યોજનાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.

મુદ્રા યોજના કેવી રીતે કામ કરે છે?

પીએમએમવાય અંતર્ગત રૂપિયા 10 લાખ સુધીનું ધિરાણ સભ્ય ધિરાણ સંસ્થાઓ  જેમ કે, અનુસૂચિત કોમર્શિયલ બેંકો, પ્રાદેશિક ગ્રામીણ બેંકો , સ્મોલ ફાઇનાન્સ બેંકો , બિન બેંકિંગ નાણાકીય સંસ્થાઓ, સુક્ષ્મ ફાઇનાન્સ સંસ્થાઓ  વગેરે દ્વારા વિસ્તરિત કરવામાં આવે છે. ધિરાણ મેન્યુફેક્ચરિંગ, વ્યાપાર અને સેવા ક્ષેત્રમાં આવક પેદા કરનારી ગતિવિધિઓ અને કૃષિ સંબંધિત ગતિવિધિઓ માટે આપવામાં આવે છે. મુદ્રા લોન ત્રણ શ્રેણી એટલે કે, ’શિશુ’, ’કિશોર’ અને ’તરૂણ’ અંતર્ગત આપવામાં આવે છે. આ શ્રેણીઓ ધિરાણ લેનારના વૃદ્ધિ અથવા વિકાસના તબક્કા અને ભંડોળની જરૂરિયાત દર્શાવે છે.શિશુ: રૂ. 50,000/- સુધીના ધિરાણને આવરી લે છે.,  કિશોર: રૂ. 50,000/-થી વધુ અને રૂ. 5 લાખ સુધીના ધિરાણને આવરી લે છે. તરૂણ: રૂ. 5લાખથી વધુ અને રૂ. 10 લાખ સુધીના ધિરાણને આવરી લે છે. નવી પેઢીના મહત્વાકાંક્ષી યુવાનોમાં ઉદ્યમશીલતાને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ સાથે, કિશોર અને તરૂણ શ્રેણીની સરખામણીએ શિશુ શ્રેણીમાં આવતા એકમો પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે તે સુનિશ્ચિત કરવામાં આવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.