82 સંપ સંપુર્ણ ભરાયા:ટેન્કર સ્ટેન્ડ ટુ રખાયા:વીજપુરવઠાની સાતત્યપૂર્ણ જાળવણી માટેની સંપુર્ણ વ્યવસ્થા
રાજકોટ જિલ્લામાં પીવાના પાણીની પૂરતી ઉપલબ્ધિ છે. જિલ્લાના તમામ સંપ સંપુર્ણ ભરાયેલા છે. વોટર સ્ટોરેજ સીસ્ટમમાં પુરતા પ્રમાણમાં પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. પાણી વિતરણ માટે ટેન્કર સ્ટેન્ડ ટુ રખાયા છે, અને સંપ ભરવા સતત વીજપુરવઠો જળવાઇ રહે તે માટેની સંપુર્ણ વ્યવસ્થા જિલ્લા વહીવટીતંત્ર તંત્ર દ્વારા કરાઇ છે.
રાજકોટ જિલ્લાના વિવિધ તાલુકાઓમાં આવેલા કુલ-82 સંપ સંપુર્ણ સ્થિતિએ ભરવામાં આવેલ છે. તમામ સંપ ભરવા માટે રાજકોટ જુથ યોજના તથા મચ્છુ જળ સિંચાઇ યોજનાના સ્ટોરેજમાંથી પાણી લેવામાં આવશે, જરૂર પડયે 10 ટેન્કર સ્ટેન્ડ ટુ રાખવામાં આવેલ છે. જેના મારફતે જરૂરીયાત મુજબ પાણી વિતરણ કરવામાં આવશે. આ કામગીરી માટે સતત વીજપુરવઠો જળવાઇ રહે તે માટેની સંપુર્ણ વ્યવસ્થા ઉભી કરવામાં આવેલ છે.
કોટડાસાંગાણી તાલુકામાં આવેલા કુલ-42 સંપ સંપુર્ણ સ્થિતિમાં ભરવામાં આવેલ છે, જે માટે જરૂર પડયે કોઠારીયા તથા રીબડા જુથ સિંચાઇ યોજનાના સ્ટોરેજમાંથી પાણી લેવામાં આવશે. તેમજ વધારાના 8 ટેન્કર સ્ટેન્ડ ટુ રાખવામાં આવેલ છે, આ ઉપરાંત લોધિકા અને પડધરી તાલુકાની સ્થિતી જોઇએ તો ન્યારામાં 50 લાખ લીટરની સંપ તથા 10 લાખ લીટરની ઈ એસ આર (ટાંકો), મોટા ખીજડીયામાં 10 લાખ લીટરનો સંપ તથા 5 લાખ લીટરનો સંપ(ટાંકો), જીલરીયામાં 5 લાખ લીટરનો સંપ(ટાંકો), વિસામણમાં 2 લાખ લીટર સંપ(ટાંકો), કોઠારીયામાં 100 લાખ લીટર સંપ, 70 લાખ લીટર સંપ, 10 લાખ લીટર ઈ એસ આર (ટાંકો), મખવાડમાં 20 લાખ લીટરસંપ(ટાંકો), લોધીકામાં 10 લાખ લીટર સંપ(ટાંકો), દેવગામમાં 11 લાખ લીટર સંપ તથા 5 લાખ લીટર ઈ.એસ.આર (ટાંકો), અમરનગરમાં ઈ.એસ.આર 5 લાખ લીટર, 15 લાખ લીટર અને 10 લાખ લીટર સંપ (ટાંકો), દેવકીગાલોળમાં 8 લાખ લીટર (ટાંકો) અને 45 લાખ લીટર સંપ, જેપુર/ છાપરવાડીમાં 25 લાખ લીટર અને 8.50 લાખ લીટરનો (ટાંકો) તથા 26 લાખ લીટર સંપ, પેઢલામાં ઈ.એસ.આર 1.50 લાખ લીટર અને સંપ 3 લાખ લીટર, રૂપાવટી 5 લાખ લીટર (ટાંકો)માં પીવાના પાણીની ઉપલબ્ધિ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવી છે.