હાલ કોરોના સામે રસીકરણ જ રામબાણ ઈલાજ સમાન મનાય રહ્યું છે. જો રસી મેળવી લઈશું તો આગામી સપ્ટેમ્બર-ઓક્ટોબર માસમાં આવનારી કરોના વાયરસની ત્રીજી લહેરથી આપણે બચી શકીશું. જે રીતે પશ્ચિમી દેશોમાં રસીકરણ અભિયાન વેગવંતુ બન્યું અને કરોનાને મ્હાત આપી એ જ રીતે ભારતમાં પણ રસીકરણ વધુ ઝડપી બનાવવુ અનિવાર્ય બન્યું છે. જેના ભાગરૂપે હવે 18 વર્ષથી વધુ વયનાં લોકોનું પણ રસીકરણ શરૂ થઈ ગયું છે. જેની કામગીરી ગુજરાત રાજ્યમાં જોરશોરમાં ચાલી રહી છે. કોરોના કવચ મેળવવા માટે યુવાનોમાં ઉત્સાહ પણ જોવા મળ્યો છે.

એમાં પણ ગુજરાતમાં રસીનો પૂરતો જથ્થો જ કોરોનાની ત્રીજી લહેરમાંથી લોકોને બચાવશે. 18 વર્ષથી વધુ વયના લોકો માટે સરકારે રૂપિયા 2000 કરોડની ફાળવણી કરી છે. ગઈકાલે રાજકોટ જિલ્લામાં આશરે 49 હજાર જેટલો રસીનો જથ્થો પહોંચ્યો હતો. જેમાંથી 18 વર્ષથી 44 વર્ષ સુધીના લોકો માટે 24 હજાર ડોઝ ફાળવાયા છે જ્યારે 45 કે તેથી વધુ વર્ષથી ઉપરના લોકો માટે 25000 ડોઝ આવ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.