સૌથી વધુ મહિલા મતદાતાઓની સાથે સાથે ૭૮ મહિલા સાંસદોએ દેશનું ગૌરવ વધાર્યું : ૨૧ દિવસમાં સરકારે મહત્વના નિર્ણયો પણ લીધા

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે સંસદના બંને સદનોને સંયુકત ‚પે સંબોધીત કર્યા સંસદને સંબોધીત કરતા રાષ્ટ્રપતિએ કહ્યું કે સંસદને સંબોધીત કરતા ખુશી થઈ રહી છે. દરેક ચૂંટાયેલા સભ્યોને અભિનંદન આપતા તેમણે જણાવ્યું હતુ કે મતદાતાઓએ દુનિયામાં ભારતના લોકતંત્રની સાખ વધારી છે. મહિલાઓ એ આ ચૂંટણીમાં સૌથી વધુ મતદાન કર્યું આ ચૂંટણીની સફળતા માટે દરેક મતદાતા અભિનંદનને પાત્ર છે. આ સાથે ચૂંટણી પંચને પણ અભિનંદન આપતા કહ્યું કે દેશને ત્રણ દસકા બાદ પૂર્ણ બહુમતની સરકાર આપી બીજીવાર મજબૂત સમર્થન આપ્યું આ વિકાસ યાત્રાને આગળ આગળ વધારવાનો જનાદેશ છે. ૨૦૧૪ થી પહેલા નિરાશાનો માહોલ હતો. અને તમારા અનુભવોથી હવે બધુ સમૃધ્ધ થશે. દેશના દરેક વ્યંકિતને સમૃધ્ધ બનાવવી સરકારનું લક્ષ્ય છે. આ વિશ્ર્વાસ સૌનો સાથ સૌનો વિકાસ અને સૌનો વિશ્ર્વાસ પર આધારિત છે.

વધુમાં રાષ્ટ્રપતિએ તેમના ભાષણમાં ઉમેર્યું છે સરકાર રાજમાર્ગની સાથે સાથે રેલવે, હવાઈ માર્ગ અને અંતદેશીય જળ માર્ગનાં ક્ષેત્રમાં પણ મોટા પ્રમાણમાં કામ કરી રહી છે.

આ સાથે જ ૭૮ મહિલા સાંસદોએ દેશનું ગૌરવ વધાર્યું છે. સાથે જ ગ્રામીણ અને શહેરી ભારતનો વિકાસ તેમજ જળ સંચય માટે મંત્રાલય બનાવ્યું છે.

વધુમાં તેમણે કહ્યું કે સરકારનો જીએસટી લાગુ થવાથી એક દે એક કર, એક બજારનો વિચાર સાકાર થયો સરકાર વધુ ગતિથી આગળ વધી રહી છે. રાષ્ટ્રપતિએ વધુમાં જણાવ્યું કે ભારતમાતા પરિયોજના અંતર્ગત વર્ષ ૨૦૨૨ સુધી લગભગ ૩૫ હજાર કિલોમીટર રાષ્ટ્રીય રાજમાર્ગનું નિર્માણ કે ઉન્નયન કરવામાં આવશે. સાથે જ સાગરમાલા પરિયોજના અંતર્ગત તટીય વિસ્તારોમાં અને બંદરોની આસપાસ સારા રોડ રસ્તાની વ્યવસ્થા કરાશે આ સાથે સૈનિકો અને તેમના પરિવારજનોનું ધ્યાન રાખવાની સંભાવનાની કોશિષ થઈ રહી છે. આ ઉપરાંત કર વ્યવસ્થામાં નિરંતર સુધારાની સાથે સાથે સરળીકરણ પર પણ ભાર મૂકાઈ રહ્યો છે. પાંચ લાખ રૂપીયાની આવક પર કર મૂકિતનો નિર્ણય લેવાયો છે.

વધુમાં રાષ્ટ્રપતિએ જણાવ્યું કે ઈનસોલ્વેસી અને બેંક કરપ્શી કોડ દેશના સૌથી મોટા અને પ્રભાવશાળી આર્થિક સુધારોમાંથી એક છે. આ કાયદાના અમલમાં આવ્યા બાદ પ્રત્યક્ષ અને અપ્રત્યક્ષ રૂપથી બેંકો અને અન્ય નાણાંકીય સંસ્થાઓની સાડા ત્રણ લાખ કરોડ ‚પીયાથી અધિકની ધન વસુલાયું છે.

રાષ્ટ્રપતિએ વધુમાં જણાવ્યું કે ભારતમાલા પરિયોજના અંતર્ગત ૨૦૨૨ સુધી ભારતના સ્વનિર્મિત ગગનયાનમાં પહેલા ભારતીયને સ્પેસમાં મોકલવાનું લક્ષ્ય તરફ ઝડપથી કામ આગળ વધી રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.