ચૂંટણીના સરળ સંચાલન માટે મામલતદાર, નાયબ મામલતદાર, ડેટા એન્ટ્રી ઓપરેટર, ડ્રાઈવર, કલાર્ક અને પટ્ટાવાળાની સંખ્યા વધારવાનો હુકમ
લોકસભાની ચૂંટણીની કામગીરી માટે દરેજ જિલ્લામાં વધારાનું હંગામી મહેકમ મંજૂર કરવામાં આવ્યું છે. ચૂંટણીના સરળ સંચાલન માટે સામાન્ય વહિવટ વિભાગ દ્વારા દરેક જિલ્લા મથકે નાયબ મામલતદાર, ડેટા એન્ટ્રી ઓપરેટર, ડ્રાઈવર, કલાર્ક અને પટ્ટાવાળાની સંખ્યા વધારવાનો હુકમ કર્યો છે.
આગામી સમયમાં યોજાનાર લોકસભાની ચૂંટણી સમયબધ્ધ રીતે અને આયોજન પૂર્વક થાય તે માટે જિલ્લા કક્ષાએ વધારાની હંગામી જગ્યાઓ ઉભી કરવાની બાબત વિચારણા હેઠળ હતી અંતે વિચારણા બાદ વધારાનાં મહેકમને મંજૂરી આપવામાં આવી છે.
હંગામી નિમણુંક પામેલા કર્મીઓએ ચૂંટણીની પૂર્વ તૈયારીમાં ફોટો સાથેની મતદાર યાદીઓ તૈયાર કરવી, મતદારોને ઓળખપત્રો પુરા પાડવા, મતદાન મથકોની સઘન ચકાસણી, ચૂંટણી સાહિત્ય તૈયાર કરવું, ચૂંટણી સામગ્રી મેળવવી, અન્ય રાજયોમાંથી ઈવીએમ, વીવીપેટ મેળવવા, તેમનું પરીક્ષણ કરવું, ચૂંટણી સ્ટાફની નિમણુંક અને તાલીમ, કાયદો અને વ્યવસ્થાની સમિક્ષા સહિતની કામગીરી કરવાની રહેશે. પોરબંદર,બોટાદ,દેવભૂમી દ્વારકા, મોરબી, ગીરસોમનાથ જિલ્લા માટે ૧ નાયબ મામલતદાર, ૪ ડેટા એન્ટ્રી ઓપરટર, ૧ ડ્રાઈવર, ૨ પટ્ટાવાળા મળીનેકુલ ૮નું મહેકમ મંજૂર કરાયું છે.
જયારે અમરેલી, સુરેન્દ્રનગર, જામનગર, જૂનાગઢ, કચ્છ માટે ૨ નાયબ મામલતદાર, ૪ ડેટા એન્ટ્રી ઓપરેટર, ૧ ડ્રાઈવર અને ૨ પટ્ટાવાળા મળીને કુલ ૯ રાજકોટ અને ભાવનગર જિલ્લા માટે ૨ મામલતદાર, ૩ નાયબ મામલતદાર, ૧ કલાર્ક, ૭ ડેટા એન્ટ્રી ઓપરેટર, ૧ ડ્રાઈવર અને ૩ પટ્ટાવાળા મળીને કુલ ૧૭, રાજકોટ, ભાવનગર,જામનગર, જૂનાગઢના શહેરી વિસ્તાર માટે ૧ નાયબ મામલતદાર, ૧ કલાર્ક, ૧ ડેટા એન્ટ્રી ઓપરેટર અને ૧ પટ્ટાવાળા મળીકુલ ૪, પોરબંદર, દેવભૂમી દ્વારકા,મોરબી અને ગીર સોમનાથ જિલ્લા ચૂંટણી અધિકારીની કચેરી માટે ૨ નાયબ મામલતદાર અને ૨ કલાર્ક, સુરેન્દ્રનગર,જામનગર, જૂનાગઢ, કચ્છ જિલ્લા ચૂંટણી અધિકારીની કચેરી માટે ૩ નાયબ મામલતદાર અને ૩ કલાર્ક, રાજકોટ, ભાવનગર જિલ્લા ચૂંટણી અધિકારીની કચેરી માટે ૪ નાયબ મામલતદાર અને ૪ કલાર્કનું મહેકમ મંજૂર કરવામાં આવ્યું છે.