ધોરાજી શહેરમાં જેતપુર રોડ સમા ધમધમતા વિસ્તારમાં આજથી આશરે દોઢ વર્ષ પહેલા મુથૂટ ફાઈનાન્સત્રણ લોકોએ પ્રાણઘાતક હથિયારો સાથે પહોંચી જઈ અને મુથૂટ ફાઈનાન્સના મેનેજર હિરેનભાઈ અને કેશિયર પાયલબેનને મોતનો ભય બતાડી ૪૧૦ પેકેટ સોનાના ધિરાણ અપાયેલા દાગીનાની લુંટચલાવી હતી અને તેઓ ભાગી ગયા હતા. જોકે ગણતરીના દિવસોમાં જ આ ત્રણ લુંટારુઓ અને તેમને મદદ કરનાર અન્ય પાંચ લોકોને મુદામાલ સોનાના દાગીના તથા હથિયાર સહિત પકડી પાડેલ હતા. જે પૈકીએક આરોપી સગીર વયનો હોય અન્ય આરોપીઓ સામે ધોરાજીના એડિશનલ સેશન્સ જજ સમક્ષ કેસ ચાલોહતો અને ફરિયાદી હિરેનભાઈ તથા નજરે જોનાર પાયલબેન પોતાની મુથૂટ ફાયનાન્સમાં આવેલા બંને આરોપીઓને ઓળખી બતાવેલો. જેમાં રાજેશ ઉર્ફે ભુરો પરબત તથા અશોકરવજી પરમાર ઓળખાયેલા હતા. પોલીસે માંગરોળ ખાતે મુસાફર ખાનામાંથીઆરોપી રવિ લખમણ તથા અન્યની સાથે પકડી પાડેલ હતો.
સરકારી વકીલ કાર્તિકેય પારેખે દલીલો કરેલ હતી કે, આ કામના આરોપીએ એક સંપ કરી પૂર્વયોજિત કાવતરું ઘડી અને આર્થિક લાભ લેવાના ઈરાદે અગ્નિ શસ્ત્ર ધારણ કરી અને મુથૂટ ફાઈનાન્સમાં એકબીજાની મદદગારી કરી આશરે આઠ કિલોથી ઉપર સોનાની લુંટ ચલાવી હતી જે હળવાશથી લઈ શકાય નહીં. જે લુંટનો મુદામાલ આરોપી રાજેશ અને અશોક સગીર સાથે લુંટી ગયેલા હતા તે અન્ય આરોપીઓ પાસેથી મળેલીછે. લુંટનો મુદામાલ પ્રવિણભાઈ ગીગાભાઈ અને અશ્ર્વિનભાઈ ઉર્ફે ભાવ પાસેથી મળેલ છે. આ તમામ સંજોગોને સાથે મળી અને જોવામાં આવેતો પુરાવા અધિનિયમ કલમ ૨૭ની જોગવાઈ અન્વયે ડિસ્કવરી પંચનામું ન માનવાને કોઈ કારણ નથીઅને ખાસ કરીને ત્યારે જયારે ડિસ્કવરીથી આટલી મોટી રકમનો મુદામાલ મળી આવેલો હોય અનેતે અંગે આરોપી તરફથી કોઈ ખુલાસો કરવામાં આવેલો હોય નહીં ત્યારે આરોપીઓને તકસીરવાન ઠરાવીઅને સજા કરવી જોઈએ.
આ તમામ દલીલો સાંભળી અને પુરાવાનીતુલના કરી અને એડિશનલ સેશન્સ જજ હેંમતકુમારે આરોપીઓ પૈકી આરોપી રાજેશ પરબતને આમ શેઠઅને લુંટના ગુના મળી દસ વર્ષ સજા તથા રૂપિયા ૧૩ હજાર દંડ આરોપી અશોકને ૧૦ વર્ષની સજા તથા ૧૩૦૦૦, આરોપી રવિ લખમણને ૧૦ વર્ષનીસજા તથા રૂપિયા ૧૩ હજાર દંડ અને આરોપી અશ્ર્વિન ઉર્ફે બાવને દસ વર્ષની સજા તથા પ્રવિણભાઈ ગીગાભાઈને દસ વર્ષની સજા અને રૂપિયા દસ હજાર દંડ આમ પાંચ આરોપીઓને તકસીર વાન ઠરાવી છે. સજાનોચુકાદો સેશન્સ જજ હેંમતકુમાર દવેએ આપેલો.