- સીએપીએફની 27 કંપનીનો સ્ટાફ સ્થાનિક પોલીસ સ્ટાફ સાથે મળી બંદોબસ્તની જવાબદારી સંભાળશે
- આસામ, પંજાબ, સિક્કીમના રાજયમાંથી વધારાના પોલીસ સ્ટાફ આવ્યો
- 121 સંવેદનસીલ મતદાન મથક પર વધારાનો પોલીસ સ્ટાફ અને 43 ક્વિક રિસ્પોન્સ સેલ સ્ટેન્ડ ટુ રહેશે
- ચૂંટણી દરમિયાન કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે 42ને પાસા, 47ને તડીપાર અને 6404ને તડીપાર કરાયા
- 2993 પરવાનાવાળા હથિયાર જમા લેવાયા: પોલીસ કમિશનર રાજુ ભાર્ગવે પત્રકાર પરિષદમાં માહિતી આપી
વિધાનસભાની ચૂંટણી દરમિયાન કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ કમિશનર દ્વારા બે માસથી તૈયારી કરવામાં આવી હતી. ચૂંટણી પંચના આદેશ અનુસાર કાર્યવાહી કરી છે. શહેરના 121 સંવેદનસીલ મતદાન મથક સહિતના તમામ બિલ્ડીગ પર મતદારો શાંતિપૂર્ણ માહોલમાં મતદાન કરી શકે તે માટે સીએપીએફની 27 કંપની અને 1600 હોમગાર્ડની મદદ લેવામાં આવી છે. ચૂંટણી દરમિયાન સમગ્ર બંદોબસ્તનું સુપર વિઝન એડીશનલ ડીજી કક્ષાના અધિકારી દ્વારા કરવામાં આવશે તેમ પત્રકાર પરિષદમાં પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ દ્વારા માહિતી આપવામાં આવી છે.
વિધાનસભાની ચૂંટણી જાહેર થયા બાદ ચૂંટણી દરમિયાન કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે એકશન મોડમાં આવી છેલ્લા બે માસ દરમિયાન શહેરન અસામાજીક તત્વો, બુટલેગરો અને રીઢા તસ્કરો સામે કડક કાર્યવાહી શરૂ કરી હતી.
42 જેટલા શખ્સોને પાસા હેઠળ અટકાયત કરી અલગ અલગ જેલમાં ધકેલવામાં આવ્યા છે. 47 જેટલા શખ્સોને તડીપાર કરવામાં આવ્યા છે. 6404 જેટલા શખ્સો સામે અટકાયતી પગલા લેવામાં આવ્યા છે. 2993 પરવાનાવાળા હથિયાર જમા લેવામાં આવ્યા છે. કોર્ટ દ્વારા ઇસ્યુ કરવામાં આવેલા 3,353 પક્કડ વોરન્ટની બજવણી કરવામાં આવી છે. જેમાં 10 જેટલા શખ્સોને કોર્ટ દ્વારા સજા ફટકારવામાં આવી હતી પરંતુ લાંબા સમયથી નાસતા ફરતા હતા તેને જેલ હવાલા કરાયા છે. 32 શખ્સએ ગુનો આચરીને નાસતા ફરતા શખ્સોની ધરપકડ કરી છે. છેલ્લા બે માસ દરમિયાન પોલીસ દ્વારા 3,691 લિટર દેશી દારૂ, 38 લાખની કિંમતનો 10081 બોટલ વિદેશી દારૂ, રૂા.1.71 લાખની કિંમતના એમ.ડી.ડ્રગ્સનો જથ્થો પકડવામાં આવ્યો છે. આ ઉપરાંત ગેરકાયદે રાખવામાં આવેલા ચાર હથિયાર અને આઠ કારતુસ કબ્જે કરાયા છે.
તા.1 ડિસેમ્બરે મતદારો નિર્ભય બનીને મતદાન કરી શકે તે માટે પંજાબ, આસામ અને સિક્કમથી વધારાનો પોલીસ સ્ટાફની મદદ લેવામાં આવી છે. સીએપીએફ, એસઆરપી અને 1600 હોમગાર્ડ તેમજ 1481 સ્થાનિક પોલીસનું સાત સેકશનમાં બંદોબસ્તની જવાબદારી સંભાળશે સમગ્ર બંદોબસ્તનું સુપર વિઝન એડીશનલ ડીજીને સંભાળશે, 121 સંવેદન સીલ મતદાન મથક પર વધારાનો પોલીસ સ્ટાફ ગોઠવવામાં આવશે 43 જેટલી ક્યુઆરટી ટીમ બનાવી ટ્રબલ થાય ત્યારે તાત્કાલિક કાર્યવાહી માટે તહેનાત રહેશે તેમ જણાવ્યું છે.