ભાગેડુ જાહેર કરી એસીબીએ ભીસ વધારતા કોર્ટમાં શરણાગતી સ્વીકારી: રાજકોટ એસીબી તપાસ કરશે
ચોટીલા વીડની કરોડો રૂપીયાની જમીન પાણીના ભાવે વેચવાના કૌભાંડનો ભાંડુ ફુંટતા ખળભળાટ મચી ગયો હતો. આ કૌભાંડમાં તતકાલિન અધિક કલેકટરનું નામ પણ ખુલ્યુ હતુ. પરંતુ નામ ખુલ્લયા બાદ ભાગતા ફરતા અધિકારીને ભાગેડુ જાહેર કર્યા બાદ મંગળવારે અચાનક સુરેન્દ્રનગર કોર્ટમાં હાજર થવા માટે આવ્યા હતા. પરંતુ કોર્ટમાં વકિલોની હડતાલ હોય તેમને રોકવામાં આવ્યા હતા. બાદમાં તેઓ રાજકોટ એસીબી પાસે હાજર થવા માટે ગયા હતા.
રાજકોટના ભુમાફિયાઓએ સરકારી અધિકારીઓ સાથે સાઠ ગાઠ કરીને કાગળનું ખોટુ અર્થધટન કરી કરોડાના મુલની ૮૦૦ એકર સરકારી જમીન રાજકોટના લોકોને પધરાવી દિધી કૌભાંડ આચર્યુ હતુ. આ કેસમાં તત્કાલિન અધિક કલેકટર ચંદ્રકાત પંડયા, ચોટીલાના નાયબ કલેકટર વી.ઝેડ.ચૌહાણ અને ઇન્ચાર્જ મામલતદાર જે.એલ.ધાડવી સામે ગુનો દાખલ થયો હતો. કાયદાનો ગાળીયો કસાતા ત્રણેય આરોપીઓ નાસતા ફરતા હતા.
વી.ઝેડ.ચૌહાણ આગોતરા જામીન અરજી કરી હોય તેમને ભાગેડુ જાહેર કરવામાં ન્હોતા આવ્યા જયારે અધિક કલેકટર ચંદ્રકાંત પંડયા અને ધાડવીને ભાગેડુ જાહેર કરવામાં આવ્યા હતા. ચંદ્રકાંત પંડયાએ પોતાની ધરપકડ ટાળવા માટે હાઇકોર્ટમાં અરજી કરી હતી. જેની ત્રણ મુદત પણ પડી હતી. પરંતુ જામીન નહી મળે તેવુ લાગતા અરજી વીથડ્રો કરી હતી. અને મંગળવારે સુરેન્દ્રનગરની કોર્ટમાં હાજર થવા માટે પોતાના વકિલ સાથે આવ્યા હતા.
પરંતુ કોર્ટમાં વકિલોની હડતાલ ચાલુ હોય વકિલોએ તેમને અટકાવ્યા હતા. બાદમાં પંડયા સુરેન્દ્રનગરની એસીબી ઓફિસે હાજર થવા માટે ગયા હતા. પરંતુ આ કેસની તપાસ રાજકોટ એસીબી કરતી હોવાથી સુરેન્દ્રનગર એસીબીએ તેમને હાજર કર્યા ન હતા. પરીણામે તે રાજકોટ એસીબી સમક્ષ હાજર થવા માટે રવાના થયા હતા. ભાગેડુ જાહેર કર્યા બાદ અધીક કલેકટર ચંદ્રકાંત પંડયા અચાનક હાજર થવા આવતા અનેક અટકળો વહેતી થઇ છે. રાજકોટ એસીબી તેમના રીમાંડ મેળવવા સહિતની કામગીરી કરશે. અધિક કલેકટર ચંદ્રકાંત પંડયાને રાજકોટ લઇ જવાયા હતા.