સુરેન્દ્રનગરની એજન્સીને હોસ્પિટલની જરૂરીયાત મુજબનું લિસ્ટ પણ અપાયું
હાલ ચાલી રહેલ કોરોનાની મહામારીમા ઓક્સિજનની જરૂરિયાત ખૂબ વધી છે પરંતુ ખરા સમયે દર્દીને ઓક્સિજન ન મળવાને કારણે મૃત્યુ થયાના બનાવો આપણી નજર સામે બની રહ્યાં છે ત્યારે હળવદ અને મોરબીને પૂરતો ઓક્સિજન પૂરો પાડવામાં આવે તેવો મોરબી જિલ્લાના અધિક કલેક્ટરે આદેશ કર્યો છે સાથે જ સુરેન્દ્રનગરની એજન્સીને હોસ્પિટલની જરૂરિયાત મુજબ લિસ્ટ પણ આપ્યું છે.
હળવદમાં કોરોનાથી સંક્રમિત થયેલા દર્દીઓને ઓક્સીજનની જરૂરિયાત સમયે ઓક્સિજન ન મળવાને કારણે જીવ ખોવાનો વારો આવ્યો છે સાથે જ અહીંની સરકારી અને પ્રાઇવેટ હોસ્પિટલમાં પૂરતા પ્રમાણમાં ઓક્સિજનનો જથ્થો ન મળતો હોવાથી ઓક્સિજનની જરૂરિયાત વાળા દર્દીઓને દાખલ પણ કરવામાં આવતા ન હતા જેથી હળવદને સુરેન્દ્રનગ રમાંથી ઓક્સિજનનો જથ્થો ફાળવવામાં આવે તે માટે થઈ ધારાસભ્ય પરસોત્તમભાઈ સાબરીયા, મોરબી જિલ્લા ભાજપ મહામંત્રી રણછોડ ભાઈ દલવાડી, ભાવેશભાઈ ઠક્કર સહિતનાઓ દ્વારા રજૂઆતો કરવામાં આવી હતી. ત્યારે આજે હળવદની જુદી-જુદી ચાર કોવિડ હોસ્પિટલ ને અને એક મોરબી સહિત પાંચ હોસ્પિટલને પૂરતા પ્રમાણમાં ઓક્સિજનનો જથ્થો ફાળવવામાં આવે તેવી મોરબીના અધિક કલેકટર કેતન જોશી દ્વારા સુરેન્દ્રનગરની એજન્સીને લિસ્ટ આપ્યું છે.