જિલ્લા વહીવટી તંત્ર દ્વારા બેડી માર્કેટીગ યાર્ડ ખાતે યોજાનાર ગરીબ કલ્યાણ મેળાની તૈયારીનો ધમધમાટ
અબતક, રાજકોટ
અધિક નિવાસી કલેક્ટર કેતન ઠક્કરના અધ્યક્ષસ્થાને તા.25 ફેબ્રુઆરીના રોજ બેડીના માર્કેટીગ યાર્ડ ખાતે યોજાનારા ગરીબ કલ્યાણ મેળાના સુચારુ આયોજન અંગેની સમિક્ષા બેઠક ઉચ્ચ અધિકારીઓ સાથે કલેકટર કચેરી ખાતે યોજાઈ હતી.
ગરીબ કલ્યાણ મેળામાં લાભાર્થીઓને આપવાની કીટ, વિવિધ વિભાગના સ્ટોલ, લાભ વિતરણ માટેના મુખ્ય અને પેટા સ્ટેજ, લાભાર્થીઓ માટે પાણી- ફૂડ પેકેટની વ્યવસ્થા, વાહન વ્યવસ્થા વગેરેના આયોજન અંગે થઈ રહેલા કામોની વિગતવાર સમીક્ષા અધિક નિવાસી કલેક્ટરશ્રીએ કરી હતી. અને જરૂરી સૂચનો કર્યા હતા.
જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક એન.આર. ધાધલે સમગ્ર બેઠકનું સંચાલન કર્યું હતું. આ પ્રસંગે એડિશનલ કલેક્ટર ચૌધરી, પ્રાંત અધિકારી કે.જી. ચૌધરી, વિરેન્દ્ર દેસાઇ, નોડલ અધિકારી નીતિન ટોપરાણી, મહિલા અને બાળ સુરક્ષા અધિકારી જનકસિંહ ગોહિલ, જિલ્લા યુવા વિકાસ અધિકારી ધર્મરાજસિંહ વાઘેલા, નાયબ નિયામક વિકસતી જાતિ સી.એન.મિશ્રા, જિલ્લા પુરવઠા અધિકારી અવનીબેન હરણ, જિલ્લા શિક્ષણાધિકારી બી.એસ. કૈલા, જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના જનરલ મેનેજર કે.વી.મોરી, જિલ્લા રજિસ્ટ્રાર વિશાલ કપુરીયા, જીલ્લા સમાજ કલ્યાણ અધિકારી ડી.એમ.સાવરીયા, જિલ્લા ખેતીવાડી અધિકારી આર.આર.ટીલવા સહિતના અન્ય સંબંધિત સરકારી વિભાગોના અધિકારીઓ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.