પેસેન્જરની સુરક્ષા અને સલામતીને ધ્યાનમાં લઈ આધુનિક કેમેરા લગાડવામાં આવશે
રેલવે મંત્રાલય દ્વારા રેલવે સ્ટેશનો પર તથા સ્ટેશનના સંકુલ વિસ્તારોમાં સુરક્ષા તથા સલામતી માટે પશ્ર્ચીમ રેલવેના રાજકોટ સહિત ૧૦ સ્ટેશનોમાં અત્યાધુનિક ૪ કે સીસ્ટમના કેમેરા લગાડવામાં આવશે પશ્ર્ચિમ રેલવેના સ્ટેશનોમાં ભાવનગર, ઉધના, વલસાડ, વેરાવળ, નાગડા, નવસારી, વાપી, વિરમગામ, ગાંધીધામ તેમજ રાજકોટના સ્ટેશનમાં સુરક્ષામાં વધારો કરવામા આવશે. જેનું મોનેટરીંગ રેલવે પ્રોટેકશન ફોર્સ દ્વારા કરવામાં આવશે. રેલ ટેલ દ્વારા એ ૧, બી.સી.ડી. તેમજ ઈ શ્રેણીના સ્ટેશનો, પ્રીમીયમ ટ્રેનોના કોચો તેમજ ઉપનગરીય ઈએમયુ કોચોમાં વિડિયો દ્વારા નજર રાખવામાં આવશે. રેલવે મંત્રાલય દ્વારા પ્રથમ ચરણમાં ૨૦૦ સ્ટેશનો પર એડવાન્સ વીડીયો સર્વેલેન્સ સીસ્ટમ લગાડવામાં આવશે
રેલવે સ્ટેશનોમાં સારા કવરેજ તેમજ કલીયર ફોટો જ માટે ૪ પ્રકારનાં ફૂલ એચડી કેમેરા, ડોમ ટાઈપ, બુલેટ ટાઈપ પેન ટિઈટ જૂમ ટાઈપ તેમજ અલ્ટ્રા એચડી ૪ કે કેમેરા લગાડવામાં આવશે. પેસેન્જરોની સુરક્ષા તથા સલામતીને ધ્યાનમાં લઈને આ આધૂનીક કેમેરા લગાડવામાં આવશે. જેમાં રાજકોટ સ્ટેશને ડોમ ટાઈપ કેમેરો કે જે સ્ટેશન વિસ્તારનું નિરીક્ષણ કરશે બુલેટ ટાઈપ કેમેરો કે પ્લેટફોર્મ વિસ્તારનું ધ્યાન રાખશે પૈન ટિલ્ટ ઝુમ ટાઈપ કેમેરા કે જે સ્ટેશનનાં મુખ્ય ભાગોમાં લગાડવામાં આવશે. આ કેમેરામાં વીડીયો કવોલીટી ખૂબજ સારા પ્રમાણમાં આવશે જેનું મોનેટરીંગ રેલવે પ્રોટેકશન ફોર્સ દ્વારા કરવામાં આવશે. વીડીયો સર્વીલીસ સિસ્ટમ ઉપલબ્ધ કરવાની પરીયોજના વિશે વાત કરતા રેલટેલના અધ્યક્ષ તેમજ નિર્દેશક પૂનીત ચાવલાએ જણાવ્યું હતુકે પ્રથમ ચરણમાં રેલટેલ ૨૦૦ સ્ટેશનો પર અખીલ ભારતીય સ્તર પર વીડીયો સર્વિલાંસ સીસ્ટમ લગાડવામા આવશે. અત્યાર સુધી ભારતમાં ૮૧ સ્ટેશનો પર આ કાર્ય પૂ કરવામાં આવ્યું છે. તેમજ વધુમાં જણાવ્યું કે સીસીટીવી કેમેરાના વીડીયો ફીડની રેકોર્ડીંગના પ્લેબેક, પોસ્ટ ઈવેન્ટ વિશ્લેષણ તેમજ જાંચ સંબંધી હેતુથી ૩૦ દિવસ સુધી તેના રેકોર્ડીંગને સુરક્ષીત રાખવામાં આવશે.