વિશ્વની સૌથી મોટી લોકશાહી નું માં ધરાવતા ભારતને ખેતીપ્રધાન દેશ નું બિરુદ મળ્યું છે દેશની 80 ટકાથી વધુ વસ્તી ગ્રામ્ય વિસ્તારમાં વસે છે અને મોટાભાગના લોકો પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે કૃષિ ક્ષેત્ર સાથે સંકળાયેલા છે દેશના આર્થિક વિકાસ અને ખાસ કરીને વિકાસ દરમાં કૃષિ ક્ષેત્રનું મહત્વનું ફાળો રહ્યો છે અલબત્ત ભારતની ખેતી સંપૂર્ણપણે મોસમ આધારિત હોવાથી વરસાદની અનિયમિતતા વાવાઝોડા સહિતની કુદરતી આફતોથી ખેડૂતોની ખેતીની ફસલ બરબાદ થઈ જાય છે અને ખર્ચ જેટલું ઉત્પાદન પણ થતું નથી, કૃષિની આવક અનિશ્ચિતતાના કારણે જોબ કૃષિને ઉદ્યોગિક દરજ્જો મળી શકતો નથી, તેવા સંજોગોમાં કૃષિક્ષેત્રના વિકાસ માટે સરકારે નવા કૃષિ કાયદાથી લઈને ખેડૂતો અને ખેતી ની આર્થિક સ્થિતિ સદ્ધર બનવા માટે પ્રયાસો હાથ ધર્યા છે,
દેશની કુલ વસ્તીમાં 58 ટકા લોકો પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ખેતી સાથે જોડાયેલા છે અને કૃષિ ક્ષેત્ર નું દેશના વિકાસ દરમાં મહત્વનો ફાળો છે કુલ નીકાસના 13% કૃષિક્ષેત્રનો ફાળો છે અને તેમાં પણ ખાસ કરીને અને ઉત્પાદનમાં અને દૂધ ઘઉં કઠોળ બાસમતી ચોખા ગરમ મસાલા તેલ માસ શેરડી કપાસ અને એરડીયાના તેલ જેવી વસ્તુઓ ની નિકાસમાં ભારતનો સારો એવો ફાળો છે
ગયા વર્ષે વિશ્વભરમાં ગુરુનો કટોકટીને પગલે ભારતના અનેક ક્ષેત્રોમાં આર્થિક રીતે મંદી પ્રવર્તી હતી ત્યારે કૃષિ અને તેના સંલગ્ન સૂત્રોએ અર્થતંત્રને એક વાપી રાહત કરાવી હતી વિવિધ ક્ષેત્રમાં પૂર્ણ કટોકટીની અસર જોવા મળી હતી જ્યારે કૃષિક્ષેત્ર ના સહારાથી રાહત થઇ હતી હવે કૃષિક્ષેત્રમાં ખેડૂતોના ઉત્પાદન મૂલ્યવર્ધન મહત્વનું બની રહ્યું છે કૃષિક્ષેત્રના વિકાસ માટે ટેકનોલોજી અને મૂલ્યવર્ધિત પદ્ધતિ ના કારણે આગામી પાંચ વર્ષમાં આ ચક્રમાંથી 241 બિલિયન અમેરિકન ડોલરની આવક ઊભી થશે. ખેડૂતોનો માલ નું મૂલ્ય વર્ધન કરવા માટે કૃષિ ક્ષેત્રનું ડીજીટલાઇઝેશન અને ઔદ્યોગિક વિકાસની સાથે સાથે ફૂડ પ્રોસેસિંગ યુનિટ અને કોલ્ડ સ્ટોરેજ ચેનથી કૃષિ પેદાશો નું મૂલ્ય વર્ધન ખેતી ને આત્મનિર્ભર બનાવી દેશે દેશમાં હવે કૃષિક્ષેત્રના વિકાસ સાથે ફૂડ પ્રોસેસિંગ યુનિટ ને જોડી દેવામાં આવશે વળી સરકાર દ્વારા ખેડૂતોને ખેતી ની સાથે સાથે વેપાર કૌશલ્ય અને પોતાની પેદાશ નો ભાવ સારી રીતે ઊગે તે માટે પ્રોત્સાહિત કરી રહી છે સ્થાનિક કક્ષાએ માલનો ભરાવો અને પુરવઠા અને માંગ ની આ પરિસ્થિતિમાં ખેડૂતોને સસ્તા ભાવે માલ વેચવો ન પડે તે માટે દેશમાંખેડૂત તરફી વાતાવરણ ઊભું કરવામાં આવી રહ્યું છે સરકાર કૃષિ પેદાશો નું મૂલ્ય વર્ધન કરવા માટે ફૂડ પાર્ક થી લઈને કોલ્ડ સ્ટોરેજ ચેન જેવી વ્યવસ્થા પરિવહન સુવિધા ઉભી કરવામાં આવી રહી છે.આ સમય અત્યારે ઉચિત છે કે જેમાં ભારતના ખેડૂતો માટે પોતાનો માલ પુરા ગામ માં વેચાય અને દરેક પેદાશ નું મૂલ્ય વર્ધન થાય તે માટે સરકારે તમામ સુવિધાઓ ઉભી કરી દીધી છે પણ ડિજિટલ પ્લેટફોર્મ થી ખેડૂતો પોતાનો માલ વેચી શકે તેવી વ્યવસ્થા પણ અપડેટ થઈ રહી છે લાંબા ગાળાના આયોજનથી કૃષિ સંલગ્ન તમામ ક્ષેત્રોને વિકસાવવાની આ કવાયત ભારતને કૃષિક્ષેત્રે સંપૂર્ણપણે આત્મનિર્ભર બનાવી દેશે.
શું છે ભવિષ્યના આયોજનો?
દેશના ખેડૂતોને માત્ર હલધારી અને મહેનત કરનાર વ્યક્તિ રાખવાના બદલે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ડિજિટલ પ્લેટફોર્મ ઉપયોગ કરી, ખેડૂતોને સમયસર મોસમ ની જાણકારી કુદરતી આફતો સામે પાકને બચાવવા માટે આગોતરું આયોજન અને કૃષિમાં વધુમાં વધુ ટેક્નોલોજીનો ઉપયોગ કરી તૈયાર થયેલો માલ પણ જ્યાં વધારે કિંમત આવે ત્યાં વેચવા માટે સમર્થ બનાવવામાં આવી રહ્યો છે દેશના કૃષિ ક્ષેત્ર માં વધુમાં વધુ રૂપિયાની તરલતા અને પોતાનો માલ વેચવા માટે એકથી વધુ વિકલ્પો અને ઓનલાઈન ચૂકવણાં જેવી આધુનિક ટેકનોલોજી નો આવિષ્કાર કરવામાં આવી રહ્યો છે કૃષિ પેદાશોની મૂલ્યવર્ધિત શંખલા વિતરણ અને ખાસ કરીને નિકાસ ક્ષેત્રને બળવતર બનાવવામાં આવી રહ્યું છે ભારતમાં કૃષિ ક્ષેત્રને આત્મનિર્ભર બનાવવા માટે ખેડૂતોને આધુનિક ટેકનોલોજી નો મહત્તમ ઉપયોગ કરવા તરફ વાળવામાં આવી રહ્યા છે આવનાર દિવસોમાં ખેડૂત પોતાનો માલ એકથી બીજા રૂપ મા પરિવર્તન કરીને માત્ર નફામાં વૃદ્ધ નહીં પણ આવક અનેક ગણી કરવા સમર્થ થઈ જશે દેશના કૃષિ ક્ષેત્ર કૃષિ પેદાશોના મૂલ્યવર્ધનથી કૃષિક્ષેત્ર આત્મનિર્ભર બની જશે.