આપણે બધા જ જાણીએ છીએ કે પાણી આપના શરીર માટે ખૂબ જ જરૂરી છે દિવસનું ૫-૬ લિટર પાણી શરીર માટે ખૂબ જ ફાયદાકારક બને છે પરંતુ પાણી સાથે જો આ વસ્તુ ઉમેરીને પીવામાં આવે તો બધી બીમારી દૂર થઈ જશે.જી હા જો પાણી સાથે હિંગ ઉમેરીને પીવામાં આવે તો તેના ફાયદા જાણીને તમે પણ રહી જશો દંગ…
સામાન્ય રીતે આપણે હિંગનો ઉપયોગ વર્ષોથી રસોઈમા કરતાં આવી છીએ તે સિવાય પણ કેટલીક સ્વાસ્થ્ય સંબંધિત દવા તરીકે પણ હિંગનો ઉપયોગ કરવામાં આવે છે.
જ્યાં એક તરફ હિંગનો ઉપયોગ ભોજનમા સ્વાદ વધારવામાં આવે છે ત્યાં બીજી તરફ હિંગનો ઉપયોગ બીમારીએ દૂર કરવામાં પણ થાય છે.
તે સિવાય આર્યુવેદમા પણ હિંગનું ખૂબ જ મહત્વ જણાવવામાં આવે છે. આયુર્વેદમા કહેવામા આવ્યું છે કે નવશેકા પાણીમા એક ચમચી હિંગ ઉમેરીને પીવાથી શરીર માટે ખૂબ જ ફાયદાકારક બને છે.
શિયાળાની ઋતુમા શરદી ઉધરસ થવીએ ખૂબ જ સામાન્ય વાત છે તેના માટે પણ જો એક ગ્લાસ પાણીમાં એક ચમચી હિંગ ઉમેરીને પીવાથી શરદી ઉધરસમા રાહત મળે છે.
એ સિવાય પણ ઉપયોગ અસ્થમા, બ્રૉન્કાઇટિસ અને ઉધરસ જેવી બીમારીઓમા પણ હિંગનું પાણી ખૂબ જ ફાયદાકારક બને છે.
કેટલીક છાતીને લગતી બીમારીઓ દૂર કરવા પણ હિંગનું પાણી ખૂબ જ ફાયદાકારક બને છે.
હિંગનું પાણી હાડકાં પણ મજબૂત બનાવે છે. તે સિવાય શ્વાસ સંબંધિત બીમારીઓ માટે પણ હિંગનું પાણી ખુબ જ ઉપયોગી બને છે.
જો તમને ક્યારે પણ અચાનક પેટમા દર્દ થતો હોયતો તમે હિંગનું પાણી નાભી પાસે લગાવી શકો છો જે ખૂબ જ ફાયદાકારક બને છે.
ગરમ પાણીમા હિંગ અને ગોળ ઉમેરીને પીવાથી ગેસને સંબંધિત બીમારીઓમા રાહત જોવા મળશે. કહેવાય છે કે હિંગમા એન્ટિ ઇન્ફ્લેમેટરી એન્ટિઓક્સીડેન્ટ હોય છે જે ગેસ સંબંધિત બીમારીઓમા ફાયદાકારક બને છે