જસદણમાં ચિતળિયા કુવા રોડ સહિત કેટલાક વિસ્તારોના ઘરો દુકાનોમાં અચાનક વીજ પ્રવાહમાં વધારો થતા મોટાભાગના ઘરો દુકાનોમાં ટીવી ફ્રીઝ વોટર ફિલ્ટર ઈલે. મોટર જેવા વીજ ઉપકરણોને લાખો રૂપીયાનું નુકશાન થયું હતુ.
જસદણમાં એવું તે શું બન્યું કે અનેક ઘરમાં ઇલેક્ટ્રેક ઉપરણો અચાનક બળીને ખાખ થઇ ગયા..!
પીજીવીસીએલ સામાન્ય ગ્રાહક પાસે રૂપીયા પાંચ હજારનું બિલ બાકી હોયતો તાલીબાની ઉઘરાણી શરૂ કરે છે. ત્યારે આજે ગ્રાહકોનાં લાખો રૂપીયાના વીજ ઉપકરણો બળી ગયા તે વીજ કંપની આપશે ખરી? આ બાબતે ગ્રાહકોની વ્હારે રાજકીય નેતાઓ આવશે ખરા? વીજ પ્રવાહ વધી ગયો તેમાં જવાબદાર સામે પગલા અને વીજ ગ્રાહકોને થયેલ નુકશાનીની ભરપાય કરે એવીલોક માંગ પ્રવર્તી છે.