શિવાજી મહારાજ વિષે અભદ્ર ઉચ્ચારણ કરનાર શખ્સને 8 દિવસના રિમાન્ડ પર સોંપતી અદાલત
અબતક,રાજકોટ
શહેરના ભાગોળે આવેલ મુંજકા ગામ પાસે આવેલ શ્યામાપ્રસાદ મુખર્જીનગર આવાસ યોજનાના રહેવાસીના વોટસએપ ગૃપમાં શિવજી મહારાજની અભદ્ર ટીપ્પણી કરનાર એડવોકેટ સોહિલ સામે રાજદ્રોહની કલમનો ઉમેરો કરી અદાલતે 8 દિવસના રિમાન્ડ પર સોંપતો હુકમ કર્યો છેવધુ વિગત મુજબ મુંજકા ગામ નજીક શ્યામાપ્રસાદ મુખર્જીનગર આવાસ યોજનાના રહેવાસી દ્વારા બનાવેલા વોટસએપ ગૃપમાં શિવાજી મહારાજની જયંતિ નિમિતે મુકાયેલી પોસ્ટ બાદ વકીલ સોહિલે ધાર્મિક લાગણી દુભાઈ તેવી ગૃપમાં શિવાજી મહારાજની કોમેન્ટ કરી હતી બાદ સ્થાનિક સમજાવવા જતા વકીલ સોહિલ છરા સાથે આવાસ યોજનાના ક્વાર્ટરમાં ખુલ્લેઆમ આતંક મચાવી એક ફ્લેટના દરવાજા પર લગાવેલી ગણપતી દાદાના તોરણને છરીથી તોડી નાખી નુકશાન કરી પોલીસ સાથે ઝપાઝપી કરી અને ફરજમાં રૂકાવટ કર્યાની યુનિ. પોલીસ મથકમાં ર0 ફેબ્રુઆરીના રોજ ગુનો નોંધવામાં આવ્યો હતો.
યુનિ.પોલીસ મથકના પીઆઈ એ.એસ.ચાવડા સહિતના સ્ટાફે આવાસ યોજનાના કવાર્ટરમાં રહેતો સોહિન ઉર્ફે સોહિલ હુશેન મોર નામના એડવોકેટની ધરપકડ કરી હતી. જેની રિમાન્ડ દરમ્યાન તપાસમાં સોહિલ પાકિસ્તાની મોલવીઓના કટ્ટર ભાષણો સાંભળતો હતો તેમજ તેની ઈન્ટરનેટ હિસ્ટ્રી ચકાસતા ધાર્મિક લખાણો મળી આવ્યા હતા જેમાં પાકિસ્તાનનો ઉલ્લેખ હોવાનું ખુલ્યું હતું. તપાસ દરમ્યાન બનાવ વાળી જગ્યા તેમજ બનાવને નજરે જોનાર સાહેદોના નિવેદન તેમજ ફરીયાદી દ્વારા રજુકરવામાં આવેલા પુરાવાના આધારે સોહિન ઉર્ફે સોહિલ હુશેન મોર સામે રાજદ્રોહની કલમનો ઉમેરો કરી અટકાયત કરી વધુ તપાસ માટે અદાલતમાં રિમાન્ડની માંગ સાથે રજુ કરવામાં આવતા ન્યાયધીશે આરોપીને 8 દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે.
આ કામગીરી પીઆઈ એ.એસ.ચાવડા, પીએસઆઈ આર.એચ.કોડીયાતર, એચ.પી.રવૈયા, એએસઆઈ બળભદ્રસિંહ, હેડ કોન્સ. ગીરીરાજસિંહ, હરપાલસિંહ, યુવરાજસિંહ અને કોન્સ. લખમણભાઈ સહિતના સ્ટાફ દ્વારા તપાસનો ધમધમાટ આદર્યો છે.