આમ તો બધા કાળા ચણા એટલે કે દેશી ચણા વિષે દરેક લોકો જાણતા જ હોય છે કે તે આપણાં સ્વાસ્થ્ય માટે ઘણા ગુણકારી હોય છે પણ શું તમને ખબર છે કે કાળા ચણામાં મધ નાખીને ખાવાથી અનેક બીમારીઓ અને સમસ્યાથી બચી શકાય છે તો ચાલો જાણીએ કે આ દેશી ચણા આપના માટે કઈ રીતે ફાયદાકારક છે.
કોલેસ્ટ્રોલ કંટ્રોલ – કાળા ચણાને રાત્રે પલાળીને સવારે તેમા મધ નાખીને ખાવ. રોજ આવી રીતે મધ અને કાળા ચણાનું સેવન કરવાથી કોલેસ્ટ્રોલ લેવલને કંટ્રોલમાં રાખી શકાય છે. જેથી હાર્ટ પ્રોબ્લેમના ભયને ટાળી શકે છે.
કિડની પ્રોબ્લેમ – બોડીના ટૉક્સિન્સ દૂર કરે છે. જેથી તમને કિડની સાથે જોડાયેલ બધી પ્રોબ્લેમથી છુટકારો મળી શકે છે.
કબજીયાતની સમસ્યા – જે લોકોને અવારનવાર કબજિયાતની સમસ્યા રહે છે તેમને માટે આ ખૂબ જ લાભકારી છે. તેમા રહેલ ફાઈબરની માત્રાથી ડાઈજેશન સિસ્ટમ ઠીક રહે છે અને કબજિયાતની સમસ્યા દૂર થાય છે.
લોહીની કમી – ચણા અને મધ બંનેમાં ભરપૂર આયરન હોય છે. તેથી તેનુ સેવન કરવાથી શરીરમાં લોહીની કમી પૂરી થઈ શકે છે.
મજબૂત હાંડકા – કાળા ચણા ચાવવાથી તમારી એક્સરસાઈઝ થઈ જાય છે. જેનાથી દાંત તો મજબૂત થઈ જ છે સાથે તેમાં આયરન હોવાથી તમારા હાડકાં પણ મજબૂત બનાવે છે. આ ઉપરાંત તેનાથી તમને વૃદ્ધાવસ્થામાં કોઈ પણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડતો નથી.
ડાયાબિટીસ – સવારેના સમયમાં ચણા અને મધનું સેવન કરવાથી બ્લડ શુગર લેવલને કંટ્રોલમાં રાખે છે. જે ડાયાબીટિસના દર્દીઓ માટે ખૂબ લાભકારી છે.
ચણા અને મધ આ રીતે તમારા સ્વાસ્થ્ય માટે ઘણા લાભકારી છે અને તમે અનેક બીમારીઓથી બચી શકો છો. માત્ર ચણા જ નહિ પણ બાફેલા ચણાનું પાણી પણ એટલુ જ ફાયદાકારક છે. બાફેલા ચણાના પાણીમાં બે ટીપાં લીંબુ અને નાખે ચડે એટલું મીઠું નાખવાથી ઘણું સ્વાદિષ્ટ લાગે છે.