કાલાવડ,ધ્રોલ, જોડીયા બાદ આમરણ ચોવીસીમાં મેધજીભાઈ ચાવડાનું અદકેરુ સન્માન
76-કાલાવડ વિધાનસભા મત વિસ્તારમાં સરળ સ્વભાવના અને કોમનો મેનની છાપ ધરાવતા ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યના ઉમેદવાર તરીકે મેધજીભાઈ ચાવડા ઉપર જનતાએ લાગણી વરસાદીને ભવ્ય વિજય આપ્યા બાદ કાલાવડ,ધ્રોલ,જોડીયામાં ઠેર ઠેર સન્માન કાર્યક્રમો રાખવામાં આવ્યા હતા
જેમા આમરણ ચોવીસી વિસ્તારમાં મેધજીભાઈ ચાવડાનું અદકેરુ સન્માન કરવામાં આવ્યુ હતુ ત્યારે ભારતીય જનતા પાર્ટીના શિસ્તબંધ કાર્યકર તરીકે મેધજીભાઈ ચાવડાએ આમરણ ખાતે 24જોડીયાના પુર્વ ધારાસભ્ય અને લોક સેવક સ્વ. મગનભાઈ કાસુન્દ્રાની પ્રતિમાને ફુલહાર કરીને નમન કરીને મગનભાઈ કાસુન્દ્રાની ધારાસભ્ય તરીકેની સાદાઈને યાદ કરીને શ્રધ્ધાજંલી આપી હતી
આમરણ ચોવીસીમાં મેધજીભાઈ ચાવડાને ભાજપના કાર્યકરો, આગેવાનોએ ધોડેસ્વારી કરાવીને તેમજ ગુજરાતની પરંપરાગત રાસ ગરબા સાથે મહીલાઓ અલગ અંદાજમાં સન્માન કર્યુ હતુ, આ સન્માન કાર્યક્રમ દરમ્યાન મેધજીભાઈ ચાવડાએ જણાવ્યુ હતુ કે, દેવથી દુર્લભ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર નારાજ ન થાય તે માટે મે જીવનમાં પ્રથમ વખત ધોડેસવારી કરી છે તે બદલ કાર્યકરોનો આભાર સાથે 76 કાલાવડની જનતા મારાથી પરીચીત હોય આ વિસ્તારની સેવા માટે હું મારી જાત ધસી નાખીશ તેવી ખાત્રી આપી હતી.