ફિલ્મમાં રોમાન્સ, કોમેડી, ડ્રામા, મ્યુઝિક, એકશન, ઈમોશન-ફૂલ એન્ટરટેનમેન્ટ
- કલાકારો : આલિયા ભટ્ટ, વરુણ ધવન, ગૌહર ખાન, મોહિર મારવાહ, આકાંક્ષા સિંઘ
- પ્રોડયુસર : કરન જોહર
- ડાયરેકટર : શશાંક ખેતાન
- મ્યુઝિક : અમાલ મલિક
- તનિષ્ક બાગચી
- અખિલ સચદેવા
- ફિલ્મની અવધિ : ૧૩૯ મિનિટ
- ફિલ્મ ટાઈપ : રોમેન્ટિક કોમેડી
- સિનેમા સૌજન્ય : કોસ્મોપ્લેકસ
- રેટિંગ : ૫ માંથી ૪ સ્ટાર
સ્ટોરી :
ઝાંસીના શાહુકારનો પુત્ર બદરીના બંસલ (વ‚ણ ધવન) એક લગ્નમાં કોટા રાજસનની કોલેજ ગર્લ વૈદેહી ત્રિવેદી (આલિયા ભટ્ટ)ને મળે છે. બદરીને વૈદેહી પહેલી નજરે જ ગમી જાય છે અને તેને પોતાની દુલ્હનિયા બનાવવા માગે છે. જો કે, વૈદેહીને એરહોસ્ટેસ બનવું છે, તેને લગ્નમાં રસ ની. તેની મોટી બહેન હજુ કુંવારી છે. બદરી લગ્ન માટે વૈદેહીના પાછળ પડી જાય છે. તે વૈદેહીના મધ્યમ વર્ગીય પિતાનો બોજ હળવો કરવા વૈદેહીની મોટી બહેન માટે મૂરતિયો શોધે છે. બદરી વૈદેહીનું દિલ જીતી લે છે અને એક જ મંડપમાં વૈદેહીના બદરી સો કુતિકાના ભૂપણ સો લગ્ન લેવાય છે. પરંતુ અહીં ખૂબ મોટો ટિવસ્ટ આવે છે. મંડપમાં બદરી દુલ્હનિયા વૈદેહીના રાહ જુએ છે પરંતુ વૈદેહી કોઈને કહ્યા વગર ભાગી જાય છે. બદરીને પોતે ઉલ્લુ બની ગયાની લાગણી થાય છે. અહીં સ્ટોરી અત્યંત ઈન્ટરેસ્ટીંગ વળાંક લે છે. આગળ શું થાય છે ? શું વૈદેહી પરત આવે છે ? શું બદરીને તેની દુલ્હનિયા મળે છે ? આ બધા સવાલોના જવાબ મેળવવા તમારે બદરીના કી દુલ્હનિયા જોવી જ રહી.
એક્ટિંગ :
રાજસની કોલેજ ગર્લ વૈદેહીના રોલમાં આલિયા ભટ્ટ પરફેકટ છે. તેની એક્ટિંગ જસ્ટ સુપર્બ. તે પોતાના અભિનયી દર્શકોને હસાવે પણ છે અને રડાવે પણ છે. આ ફિલ્મ તેને બેસ્ટ એકટ્રેસનું નોમિનેશન અવશ્ય અપાવશે. તેણે રાજસની લહેજાની હિંદી બોલી છે.
બદરીનાની ભૂમિકામાં વરૂણ ધવન પ્રભાવશાળી છે. તેણે પણ ઉત્તરપ્રદેશના છોરાની ભાષા બોલી છે. બદલાપુર પછી વરૂણે બદરીમાં કમાલ અભિનય કર્યો છે. બદરીનો રોલ તેને શૂટ પણ કરે છે. વ‚ણની બોડી લેગ્વેજ, સ્ટાઈલ વગેરે યુવા વર્ગના દર્શકોને ખૂબ ગમશે. તેની ડાયલોગ ડીલીવરી પણ પરફેકટ છે. વરૂણ એકશન, ઈમોશન, કોમેડી, ડાન્સ, ડ્રામા બધા જ સીનમાં જામે છે. તેને પણ બેસ્ટ એકટરનું નોમિનેશન મળી શકે. એક પ્રેમીની તડપ અને ઝૂનૂન તેની એક્ટિંગમાં દેખાય છે. આલિયા અને વરૂણની ઓન સ્ક્રીન કેમિસ્ટ્રી જામે છે.
ડાયરેકશન :
બદરીના કી દુલ્હનિયાનું ડાયરેકશન શશાંક ખેતાને કર્યું છે. તેઓ જ ફિલ્મના સ્ક્રિપ્ટ સ્ટોરી અને ડાયલોગ રાઈટર છે. એટલે સ્ટોરી સો પૂરેપૂરો ન્યાય કરી શકયા છે. તેમણે ૧૩૯ મિનિટની ફિલ્મમાં સમાજને મેસેજ પણ આપ્યો છે. મનોરંજનના પુરતા મસાલા સો તેમણે ફિલ્મ બનાવી છે. સમયાંતરે ગીતો ઉમેર્યા છે. જેી દર્શકો બોરીયત મહેસૂસ ન કરે. તેમણે તમ્મા તમ્મા સોંગ ફિલ્મની સ્ટોરી વચ્ચે જ ઉમેરીને ડહાપણનું કામ કર્યું છે. ઘણા સીનમાં દર્શકો સીટી વગાડતા હતા, હસતા હતા અને ફિલ્મ એન્જોય કરતા હતા. તેમણે સેક્ધડ હફમાં મોટાભાગે સીંગાપોર બતાવ્યું છે. કલાયમેકસ તેઓ વધુ ઈન્ટરેસ્ટીંગ બનાવી શકયા હોત બાકી દર્શકો શ‚આતી અંત સુધી ફિલ્મ ફૂલ એન્જોય કરશે.
મ્યુઝિક :
ફિલ્મનું મ્યુઝિક ત્રણ સંગીતકારો અમાલ મલિક, તનિષ્ક બાગચી અને અખિલ સચદેવાએ તૈયાર કર્યું છે. ફિલ્મમાં કુલ પાંચ ગીતો છે. (૧) આશિક સરન્ડર હુઆ (૨) રોકે ના રુકે નૈના (૩) હમસફર (૪) ટાઈટલ સોંગ (૫) તમ્મા તમ્મા ગીતના લીરીકસ અને તેની ધૂન વ‚ણ-આલિયાના પાત્રને ધ્યાનમાં રાખીને તૈયાર કરાયા છે. તમ્મા તમ્મા ગીત હિટ ઈ ચૂકયું છે. કોરીયોગ્રાફી ગણેશ આચાર્ય, બોસ્કો-સીઝર અને ફિરોઝ ખાને કરી છે. ફિલ્મના બધા ગીતો પડદા પર જામે છે.
ઓવરઓલ :
ફિલ્મ બદરીના કી દુલ્હનિયા એક આઉટ એન્ડ આઉટ મસાલા ફિલ્મ છે. તેમાં કોમેડી, ડ્રામા, ઈમોશન, એકશન,મ્યુઝિક બધું જ છે. આજની જનરેશન જે આલિયાની ફેન છે તેને તો આ ફિલ્મ ગમશે જ. સાથો સાથ બાકીના વર્ગના દર્શકોને પણ આ ફિલ્મ ભરપૂર મનોરંજન પૂરું પાડશે. ૧૩૯ મિનિટની આ ફિલ્મ સહપરિવાર જોવા જેવી છે. ફિલ્મને ઓપનિંગ પણ સારું મળ્યું છે. આ ફિલ્મ ૧૦૦ કરોડ કલબમાં સામેલ ઈ શકે છે.