દિવસે-દિવસે શક્તિશાળી બનતા જતાં અદાણી ગ્રુપ દ્વારા વધુ એક મોટી સફળતા હાસલ કરવામાં આવી છે. મધ્યપ્રદેશમાં સ્થપાયેલા એસ્સાર કંપનીના 1200 મેગાવોટ થર્મલ પાવર પ્રોજેકટ મહાનને હસ્તગત કરવામાં અદાણી પાવર કંપનીને સફળતા મળી છે.
ઉર્જા ક્ષેત્રે વિકાસની હરણફાળ કરવા માટે અદાણી પાવર કંપની તૈયાર
એસ્સારના પાવર પ્રોજેકટને ખરીદવા માટે અદાણીએ જે બોલી લગાવી હતી તેને ઉચ્ચકક્ષાની સમીતીએ મંજૂરીની મહોર મારી છે. ક્રેડીટર્સ કમીટી દ્વારા અદાણીની બીડને મંજૂર કરી લેવામાં આવી છે. હવે એનસીએલટી પાસેથી આખરી મંજૂરી મેળવવાની રહેશે.
એસ્સારનો મહાન પાવર પ્રોજેકટ એમપીના સિંગ્રોલી જિલ્લામાં આવેલો છે. ઔદ્યોગીક સુત્રોના જણાવ્યા મુજબ અંદાજે રૂા.2800 થી 3000 કરોડનો પાવર પ્રોજેકટ હસ્તગત કરવાથી અદાણી પાવર કંપનીના પાવરમાં અનેકગણો વધારો થવાની શકયતા છે.