- ઓઇલ નહીં પણ ડેટા ઇકોનોમી વિશ્વમાં ‘રાજ’ કરશે
21 મી સદીના આધુનિક યુગમાં હવે શક્તિ સમૃદ્ધિ અને ઉદ્યોગિક વિકાસની પરિભાષા દિવસે દિવસે બદલાઈ રહી છે વિશ્વની સૌથી મોટી લોકશાહી ભારત આર્થિક મહાસત્તા બનવા તરફ આગળ વધી રહ્યું છે ત્યારે ડિજિટલ યુગમાં જ્યારે ડેટા ઇસ કિંગ ની ભૂમિકામાં છે ત્યારે હવે અર્થતંત્ર માટે ઓઇલ ઇકોનોમિ નહીં પરંતુ વિશ્વ પર ડેટા રાજ કરશે..
અદાણી ગ્રુપ દ્વારા દેશમાં પુન: પ્રાપ્ય ઉર્જા અને ક્રૂડ ઓઇલના બદલે સૂર્ય અને પવન ઊર્જા માટે કમર કસી રહ્યું છે આ જ રીતે હવે અદાણી એન્ટરપ્રાઇઝ દ્વારા આગામી પાંચ વર્ષમાં ડેટા સેન્ટર ના બિઝનેસમાં 45000 કરોડના રોકાણ માટે કમર કસી રહ્યું છે.
અદાણી એન્ટરપ્રાઇઝ લિમિટેડ એઇએલ ના સીઈઓ ગૌતમ અદાણી દ્વારા સ્વીડન અને ડેટા ક્ષેત્રમાં કાર્યરત એડ કનેક્સ સાથે હાથ મિલાવીને આગામી પાંચ વર્ષમાં ડેટા સેન્ટર બિઝનેસમાં રોકાણ કરવા માટે આગળ આવી રહી છે અદાણી આગામી પાંચ વર્ષમાં 45,000 કરોડ રૂપિયા ના ખર્ચે ડેટા સેન્ટર ઉભા કરશે.
વિશ્વની બદલતી જતી જરૂરિયાત અને મલ્ટીનેશનલ કંપનીઓ ની એક ચક્રીય પરિસ્થિતિ માં હવે ભારત જેવા વિકસિત રાષ્ટ્ર માટે પોતાના મજબૂત અર્થતંત્રની જેમ ડેટા નેટવર્ક પણ જરૂરી છે, ત્યારે અદાણી ના એજ કનેક્ટ જેવી જેવી કંપનીઓ સાથે મળીને ડેટા સેન્ટર ઉભા કરવાની દિશામાં મહત્વના નિર્ણયો લેવાઈ રહ્યા છે આગામી પાંચ વર્ષમાં અદાણી ઘર આંગણે 45,000 કરોડના ખર્ચે ડેટા સેન્ટર ઉભા કરી વિશ્વની ડિજિટલ બેંકનું હબ ભારતને બનાવવા માટે આગળ વધી રહ્યા છે આગામી દિવસોમાં ઓઇલ ઇકોનોમી નહીં પરંતુ ડેટા ઇકોનોમી વિશ્વ પર રાજ કરશે અને તેમાં ભારત મહત્વનું કેન્દ્ર બની રહેશે.