- ગુજરાત અલંગમાં માત્ર જહાજ ભાંગવા માટે જ નહીં હવે નિર્માણ માટે પણ બનશે નિમિત
- મુન્દ્રા બંદરે 45 હજાર કરોડના ખર્ચે જહાજ નિર્માણ ઉદ્યોગ સ્થાપવા ચક્રો ગતિ માન
દેશના અગ્રણી ગુજરાતી ઉદ્યોગપતિ ગૌતમ અદાણી ગુજરાતમાં જહાજ નિર્માણ ઉદ્યોગ સ્થાપવા માટે તૈયારી કરી રહ્યા છે, ઉર્જા બંદર પેટ્રો કેમિકલ ગેસ સૌર ઉર્જા પવન ઊર્જા અને સિમેન્ટ ઉદ્યોગ ના વિકાસ માટે સતત આગે કુચ કરી રહેલા અદાણી ગ્રુપ હવે ગુજરાતને આંતરરાષ્ટ્રીય કક્ષાએ જહાજ નિર્માણ માટે ચમકાવવા પ્રતિબધ બન્યા હોય તેમ મુન્દ્રા ખાતે અદાણી ચીન દક્ષિણ ,કોરિયા અને જાપાનની જેમ જહાજ નિર્માણ માટે કવાયત હાથ ધરી છે 2028 સુધીમાં ગુજરાત ના મુન્દ્રા પોર્ટ પર જહાજ નું નિર્માણ શરૂ થઈ જશે
ભારત વિશ્વના ટોચના 10 જહાજ નિર્માણ કરનાર દેશોમાં સામેલ થવાની મહત્વકાંક્ષા છે ત્યારે 2028 સુધીમાં આ લક્ષ્ય પ્રાપ્ત કરવાનું આયોજન છે અને 2047 સુધીમાં ભારત વિશ્વના ટોચના પાંચ દેશોમાં સામેલ થશે અત્યારે મેરી ટાઈમ એટલે કે બંદર ઉદ્યોગ ક્ષેત્રે ભારતનો વિશ્વમાં વિશ્વમાં નંબર આવે છે વેપારી ધોરણે જહાજ નિર્માણ માં અત્યારે ભારત નો હિસ્સો 0.05 ટકા છે અને આવનાર દિવસોમાં વિશ્વના પાંચ ટકા હિસ્સો સર કરવા ભારત પ્રતિબદ્ધ છે.
અદાણી ગ્રુપ દ્વારા જહાજ નિર્માણની યોજના માટે મુન્દ્રા પોર્ટ પર 45 હજાર કરોડ રૂપિયા ના રોકાણની તૈયારી હાથ ધરી છે આ માટે મંજૂરીની પ્રક્રિયા ટૂંક સમયમાં જ પૂરી કરવામાં આવશે અદાણી ગ્રુપ દ્વારા પર્યાવરણ મંત્રાલય વન મંત્રાલય સમક્ષ મંજૂરી માટે 15 મે ના રોજ અરજી કરી છે દેશના બંદર અને જહાજ ઉદ્યોગને સંપૂર્ણપણે ગ્રીન એનર્જી તરફ વાળવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે આવનાર 30 વર્ષોમાં અદાણી ઇકોફ્રેન્ડલી 50 000 જહાજ તૈયાર કરવાની યોજના બનાવી રહ્યું છે. ભારત 2047 સુધીમાં ભારત વેપારી જહાજ નિર્માણ માટે સર્વોપરી બની રહેશે .
ભારત વિશ્વની અગ્રણી જહાજ બાંધકામ ઉદ્યોગ બની રહેશે ભારતના બંદર અને મત્સ્ય ઉદ્યોગ વિકાસ ના 2030 ના લક્ષ્ય અંગે અમૃત કાલે જણાવ્યું હતું કે 2017 સુધીમાં ભારત 11.31 મિલિયન ડોલર નો ઉદ્યોગ બની રહેશે અત્યારે સ્પેશિયલ ઇકોનોમિક ઝોન અને નિયમો ને લઈને અદાણી ગ્રુપને ચીન સાથે સ્પર્ધામાં રહેલા મોટા પડકારો ઉકેલવાની કવાયત હાથ કરવામાં આવી છે.
ભારતે આઠ રાજ્યોમાં 20 ખાનગી કંપનીઓ જહાજ નિર્માણ માં અને સંરક્ષણ ક્ષેત્રે કાર્યરત છે
વિશ્વ અત્યારે ભારતના જહાજ નિર્માણ ઉદ્યોગ તરફ મીટ માંડીને બેઠું છે અને ભારત આ અપેક્ષા પૂરી કરવા સમર્થ છે તેમ શિપયાર્ડ એસોસિયેશન ના સલાહકાર સંજીવ વાલીયાએ વિશ્વાસ કર્યો હતો મુન્દ્રા બંદરે જહાજ નિર્માણ ઉદ્યોગ ની અદાણી જૂથની કવાયત ગુજરાત અને દેશને વૈશ્વિક વહાણવટા ક્ષેત્રે ફરીથી સર્વોપરી સિદ્ધ કરશે