ઇઝરાયેલના તેલ એવીવ ખાતે આર્ટિફિશિયલ ઇન્ટેલિજેન્સ લેબોરેટરી બનાવાશે !!!
ભારત અને એશિયાના ધનાઢીય ગૌતમ અદાણી હવે બંદરથી લઇ ઉર્જા ક્ષેત્રે પોતાનું આધીપત્ય સ્થાપિત કરવા માટે સતત પ્રયત્ન કરી રહ્યું છે ત્યારે અદાણી ગ્રુપ ઇઝરાયેલ ખાતે આવેલા તેલ એવીવ ખાતે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ લેબોરેટરી 1.2 બિલિયન ડોલરના ખર્ચે ઉભી કરશે એટલું જ નહીં ઇઝરાયેલના હાઇફા બંદરની પણ કાયાપલટ અદાણી દ્વારા કરવામાં આવશે જે અંગેની જાહેરાત કરવામાં આવી છે.
ઇઝરાયેલના વડાપ્રધાન બેન જામીન નેતા ની આવુએ હાઇફાપોટ ના વિકાસ માટે અદાણી સાથે કરારો કર્યા છે અને રોકાણ માટે નવી તકો પણ ઉભી કરી છે. અદાણી ગ્રુપે જણાવ્યું હતું કે તેઓ હાયફા બંદરને કાઈ લાઈનમાં રૂપાંતરિત કરી દેશે કારણકે અદાણી ગ્રુપની અને કંપનીઓ ટેકનોલોજી ક્ષેત્રે આગળ વધી રહી છે અને હવે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ લેબ બનાવવા તરફનું પ્રયાણ પણ કરવામાં આવ્યું છે જે લેબ ભારત અને યુનાઇટેડ સ્ટેટમાં ઊભી કરાયેલી લેબ સાથે જોડાશે. અદાણી ગ્રુપે ઘણી ભાગીદારીઓ વિવિધ કંપનીઓ જેવી કે એલબીટ સિસ્ટમ , ઇઝરાયેલ વેપન સિસ્ટમ અને ઇઝરાયેલ ઇનોવેશન ઓથોરિટી સાથે કરેલી છે.
ટેકનોલોજી ક્ષેત્રે પણ પોતાનું આધીપત્ય સ્થાપિત કરવા અને કરાર મુજબ કાર્ય કરવા માટે અદાણીએ ઇઝરાયેલ ની યુનિવર્સિટી ઓફ હાઇફા સાથે પણ કરારો કર્યા છે જે ટેકનોલોજી ક્ષેત્રે મદદ કરશે. એટલું જ નહીં અદાણીએ જણાવ્યું હતું કે ભારત અને ઇઝરાયેલની મિત્રતા વર્ષ 1918 થી શરૂ થઈ છે જેમાં હાઈફા ને સ્વતંત્ર બનાવવા માટે ભારતના મૈસુર, હૈદરાબાદ અને જોધપુરના સૈનિકોએ લડાઈ લડી હતી અને તેઓ શહીદ થયા હતા. એટલું જ નહીં તેઓએ જણાવ્યું હતું કે દસ લાખ લોકોથી પણ ઓછું વસ્તી ધરાવતું ઇઝરાયેલ જો વિશ્વને વિવિધ ક્ષેત્રે હંફાવી શકતું હોય તો તે મુદ્દે ભારતે પણ વિચાર કરવો જોઈએ. તું એ વાત સાચી છે કે હવે અદાણી વિશ્વના અન્ય દેશોમાં પોતાનું અને ભારતનું વર્ચસ્વ ઉભું કરી રહ્યા છે.