કંપનીમાં એકીકૃત આવકને લીધે 22 ટકાની વાર્ષિક વૃદ્વિ ડબલ ડિઝીટમાં
ભારતની સૌથી મોટી ખાનગી ટ્રાન્સમિશન કંપની અને વૈશ્વિક સ્તરે વૈવિધ્યસભર અદાણી પોર્ટફોલિયોનો એક ભાગ એવી અદાણી ટ્રાન્સમિશન લિમિટેડએ 30 સપ્ટેમ્બરે પૂરા થયેલા ક્વાર્ટર માટે તેની નાણાકીય અને ઓપરેશનલ કામગીરીના પરિણામો જાહેરાત કરવામાં આવ્યા છે.
નાણાકીય વર્ષ-23 ના બીજા ક્વાર્ટરમાં ઢજ્ઞઢ રૂ.194 કરોડનો એકીકૃત પીએટી નીચો રહ્યો હતો. અદાણી કંપની બિઝનેસમાં અનુરૂપ ત્રિમાસિક ગાળામાં રૂ.138 કરોડ (વિદેશી ચલણ લોન પર માર્ક-ટુ-માર્કેટ એડજસ્ટમેન્ટ) વિરૂદ્ધ રૂ.6 કરોડની પ્રતિકૂળ ફોરેક્સ મૂવમેન્ટને કારણે તેની તુલના થઈ શકતી નથી.
નાણાકીય વર્ષ-23ના બીજા ક્વાર્ટરમાં નવી ટ્રાન્સમિશન લાઇન કાર્યરત થઈ હોવાથી અને ઉર્જા માંગ વધારે રહી હોવાના કારણે એકીકૃત આવકમાં 22% ની વાર્ષિક ડબલ ડીઝીટમાં વૃદ્ધિ જોવા મળી હતી. બીજા ત્રિમાસિક ગાળામાં એકીકૃત ઓપરેશનલ ઇબીઆઇટીડીએ 7% વધીને રૂ.1,241 કરોડ થયો છે. નાણાકીય વર્ષ 22ના બીજા ત્રિમાસિકમાં એકીકૃત રોકડ નફો 8% વર્ષમાં વધીને રૂ.748 કરોડ કાર્યક્ષેત્ર અનુસાર માહિતી આપવામાં આવી છે.
સમયગાળા દરમિયાન નવી કાર્યરત કરવામાં આવેલ લાઇનોના કારણે ટ્રાન્સમિશન વ્યાપારમાં આવકમાં વૃદ્ધિ થઇ હતી. ઉર્જાની માંગમાં આવેલા નોંધપાત્ર ઉછાળાને કારણે વિતરણ વ્યવસાયની આવકમાં વધારો થયો છે. બંને સેગમેન્ટમાં ઓપરેશનલ ઇબીઆઇટીડીએ ત્રિમાસિક ગાળા દરમિયાન ઊંચા સિંગલ ડિજિટથી વધ્યો છે.
નાણાકીય વર્ષ-23ના બીજા ક્વાર્ટરમાં 352 સરકીટ કિ.મી.ની કાર્યકારી અને 99.76%એ સિસ્ટમની ઉપલબ્ધતા જાળવી રાખી તેમજ વ્યાપારી અને ઔદ્યોગિક ક્ષેત્રોની માંગમાં વધારો થવાના કારણે નાણાકીય વર્ષ-23ના બીજા ક્વાર્ટરમાં ઉર્જા માંગ (વેચાાયેલા યુનિટ્સ)માં વાર્ષિક ધોરણે 13%નો સુધારો થયો. ઉચ્ચ સંગ્રહ કાર્યક્ષમતા અને નુકસાન ઘટાડવાના પગલાંને કારણે વિતરણ નુકસાન ઓછું રહયું છે.
કંપનીને તાજેતરના વિકાસ, સિધ્ધી અને એવએવોર્ડઝ પ્રાપ્ત થયા છે જે અદાણી ટ્રાન્સમિશનએ 2050 સુધીમાં માપી શકાય તેવા પગલાઓ દ્વારા ગ્લોબલ વોર્મિંગને પૂર્વ-ઔદ્યોગિક સ્તર કરતાં 1.5 સે. સુધી મર્યાદિત કરી નેટ ઝીરો બનવાનું વચન આપ્યું છે. એસ એન્ડ પી ગ્લોબલ રેટેડ અદાણી ટ્રાન્સમિશન 6 સંપૂર્ણ સંલગ્ન તત્વો સાથે ક્લાયમેટ સંબંધી નાણાકીય ડિસ્ક્લોઝર પરત્વેના કાર્ય દળ સાથે જોડાયેલું છે.
અદાણી ટ્રાન્સમિશન લિ.ને 70 કંપનીઓ વચ્ચે 43મી સીઆઇઆઇ નેશનલ કાઈ-ઝેન સ્પર્ધામાં રિસ્ટોરેટિવ કેટેગરીમાં પ્લેટિનમ એવોર્ડ અને ઈનોવેટિવ કેટેગરીમાં સિલ્વર એવોર્ડ મળ્યો છે. ગ્રીનટેક ક્વોલિટી એન્ડ ઈનોવેશન સમિટ 2022નો પ્રોડક્ટ ઈનોવેશન એન્ડ ક્વોલિટી ઈમ્પ્રૂવમેન્ટ એવોર્ડ જીત્યો છે. નેશનલ ઓફિસ ઇનોવેશન કોમ્પિટિશનમાં કેસ સ્ટડી રજૂ કરવા માટે ઓફિસ કેટેગરીમાં ઇનોવેશન હેઠળ સીઆઇઆઇ તરફથી પ્લેટિનમ એવોર્ડ પ્રાપ્ત કર્યો છે.
અદાણી ટ્રાન્સમિશન લિમિટેડના મેનેજીંગ ડાયરેક્ટર અને સીઈઓ અનિલ સરદાનાએ આ પ્રસંગે જણાવ્યું હતું કે “અદાણી ટ્રાન્સમિશન લિમિટેડ પ્રગતિના પંથે તેની પ્રવૃત્તિ વધારતા રહીને ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રીબ્યુશન ક્ષેત્રની દેશની નોંધપાત્ર કંપની બની છે. પર્યાવરણ સામે પડકારો હોવા છતાં કંપનીની વૃદ્ધિ મક્કમ છે. અમારા પાઈપલાઈન પ્રોજેક્ટસ અને તાજેતરમાં કાર્યરત થયેલા પ્રોજેક્ટને કારણે સમગ્ર દેશમાં અમારા વ્યાપ દ્રઢતાથી વિસ્તરી રહયો છે અને ભારતમાં ખાનગી ક્ષેત્રની સૌથી મોટી ટ્રાન્સમિશન કંપની તરીકેનું સ્થાન મજબૂત થયું છે.
અદાણી ટ્રાન્સમિશન લિ.નો શિસ્તબધ્ધ વિકાસ અને કામગીરીમાં વ્યૂહાત્મક જોખમને ઘટાડવાનો અભિગમ અને મૂડીની જાળવણી તેમજ ઉચ્ચ સ્તરની ક્રેડિટ ક્વોલિટી અને બિઝનેસ એક્સેલન્સ વડે સંચાલનની ઉચ્ચ ગુણવત્તા જાળવી રહી છે. મજબૂત ઇએસજી ફ્રેમવર્ક અને સલામતિની પધ્ધતિ અપનાવીને તમામ હિસ્સેદારો માટે લાંબાગાળાના મૂલ્યનું સર્જન કરી રહી છે.”
અદાણી ટ્રાન્સમિશન લિમિટેડ અંગે : અદાણી ટ્રાન્સમિશન લિમિટેડએ ભારતના સૌથી મોટાં ઔદ્યોગિક પ્રતિષ્ઠાનોમાં ગણના પામતા અદાણી જૂથની વીજળી ટ્રાન્સમિશન અને વિતરણ વેપારની પાંખ છે. અદાણી ટ્રાન્સમીશન લી. 18795 સરકીટ કિ.મી.નું એકંદર ટ્રાન્સમિશન નેટવર્ક ધરાવતી દેશની સૌથી મોટી ખાનગી ટ્રાન્સમિશન કંપની છે, આ પૈકી 15,003 સરકીટ કિ.મી. કાર્યરત છે અને 3,792 સરકીટ કિ.મી.નું કાર્ય નિર્માણના વિવિધ તબક્કામાં છે. કંપની મુંબઈ અને મુંદ્રા સેઝમાં 30 લાખથી વધુ ગ્રાહકોને વીજ સેવા પૂરી પાડી રહી છે.