ક્ધફેડરેશન ઓફ ઈન્ડિયન ઈન્ડસ્ટ્રી- આઇટીસી સેન્ટર ઓફ એક્સેલન્સ ફોર સસ્ટેનેબલ ડેવલપમેન્ટ એ અદાણી ટ્રાન્સમીશન ને ’સિંગલ-યુઝ પ્લાસ્ટિક ફ્રી’ તરીકે પ્રમાણિત કરી
અદાણી ટ્રાન્સમિશન લિમિટેડ (ATL) જે ભારતની સૌથી મોટી ખાનગી ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રીબ્યુશન કંપની અને વૈશ્વિક સ્તરે વૈવિધ્યસભર અદાણી પોર્ટફોલિયોનો એક ભાગ છે, તેને ‘સિંગલ-યુઝ પ્લાસ્ટિક ફ્રી’ તરીકે પ્રમાણિત કરવામાં આવી છે.
ધી ક્ધફેડરેશન ઓફ ઈન્ડિયન ઈન્ડસ્ટ્રી-આઈટીસી સેન્ટર ઓફ એક્સેલન્સ ફોર સસ્ટેનેબલ ડેવલપમેન્ટ, જે ટકાઉપણું હાંસલ કરવા વ્યવસાયિક સમુદાયને સમર્થન આપે છે.
દેશના 10 રાજ્યોમાં ફેલાયેલ 37 ઓપરેશનલ સ્થળોએ સિંગલ-યુઝ પ્લાસ્ટિક-ફ્રી કરવાના સફળ સ્વૈચ્છિક અમલીકરણ માટે અઝકને પ્રમાણિત કર્યું છે. પ્રમાણપત્ર પૂર્વે કંપનીની સાઇટ્સનું મૂલ્યાંકન અને સહાયક દસ્તાવેજોની પુષ્ટિ કરવામાં આવી છે.
“ઇલેક્ટ્રિક યુટિલિટી કંપનીઓના ઇએસજી બેન્ચમાર્કિંગમાં વિશ્વની ટોચની 10 કંપનીઓ”માં સ્થાન મેળવવાના ધ્યેય સાથે, એટીએલ એ ઘણા પ્રોજેક્ટ્સ શરૂ કર્યા હતા.
ALT સિંગલ-યુઝ પ્લાસ્ટિક ફ્રી બને તે સુનિશ્ચિત કરવું, તેમાંને એક પ્રોજેક્ટ હતો.
કુલ 37 એટીએલ ઓપરેશનલ સાઇટ્સ એટલે કે, 30 સબસ્ટેશન
અને 7 ટ્રાન્સમિશન લાઇન ક્લસ્ટર, સ્ટોર્સ સહિત, “સિંગલ-યુઝ પ્લાસ્ટિક ફ્રી” તરીકે પ્રમાણિત કરવામાં આવ્યા છે.
22 ફેબ્રુઆરી 2023 થી 21 ફેબ્રુઆરી 2024 સુધી આ પ્રમાણપત્ર માન્ય છે. આ સિદ્ધિએ
યુનાઇટેડ નેશન્સ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ:12 સાથે એટીએલની પ્રતિબદ્ધતાને મજબૂત બનાવી છે અને તેની ઇએસજી વ્યૂહરચના અને કંપની દ્વારા જાહેર કરાયેલા ભૌતિક મુદ્દાઓ માટેના સંકલિત પ્રયાસોને અનુરૂપ છે.
2030 સુધીમાં પ્લાસ્ટિક ફૂટપ્રિન્ટ ઘટાડીને સર્કુલર ઈકોનોમી તરફ સંક્રમણ કરવા માટે એટીએલ દ્વારા આ એક મહત્વપૂર્ણ પગલું છે.
આ પ્રમાણપત્ર સાથે જ એટીએલ ઝીરો વેસ્ટ ટુ લેન્ડફિલ સર્ટિફિકેશન મેળવનારી પ્રથમ ભારતીય ઇલેક્ટ્રિકલ યુટિલિટી બની છે. “વોટર પોઝિટિવ સર્ટિફિકેશન,” અને “સિંગલ-યુઝ પ્લાસ્ટિક ફ્રી કંપની”ના સન્માને તેના ગૌરવમાં અભિવૃદ્ધિ કરી છે.