અદાણીના 20 હજાર સરકીટ કિ.મી.ના ટેરેટરી લક્ષ્યાંકને પૂરો પાડવામાં આ કરાર થશે મહત્વપૂર્ણ સાબિત
ભારતના ખાનગી સેક્ટરની વિરાટ ટ્રાન્સમિશન અને વિતરણ કંપની અદાણી ટ્રાન્સમિશન લીમીટેડે એસ્સાર પાવર લિ. સાથે એસ્સાર પાવર ટ્રાન્સમિશન લિ. દ્વારા કાર્યરત અને સંચાલિત ટ્રાન્સમિશન 673 સરકીટ કી.મી. પ્રોજેક્ટ હસ્તગત કરવા માટેના સુનિશ્ચિત કરાર કર્યા છે. આ સોદાની એન્ટરપ્રાઇઝ કિંમત રુ.1913 કરોડ છે.
અદાણી ટ્રાન્સમિશન લિ.ના મેનેજીંગ ડિરેક્ટર અનિલ સરદાનાએ આ હસ્તાંતરણ અંગે જણાવ્યું હતું કે એસ્સારની આ ટ્રાન્સમિશન અસ્ક્યામત મધ્ય ભારતમાં તેની હાજરીને એકીકૃત કરશે. પરિણામે આ સોદા સાથે અદાણી ટ્રાન્સમિશન લિ. સમય અવધિ પહેલા 20,000 સરકીટ કીલોમીટર ટેરીટરીના લક્ષ્યને હાંસલ કરવાના પંથે સારી રીતે આગળ વધશે. અમારા હિસ્સેદારો માટે લાંબી મુદતના ટકાઉ મુલ્યનું નિર્માણ કરી રહ્યા છીએ ત્યારે લાંબા ગાળા સુધી ભરોસાપાત્ર અને પોષણક્ષમ ઉર્જાના ઉકેલો પૂરા પાડવા માટે સ્થાયી ગ્રીડના મોરચે અમે સતત અગ્રીમ સ્થાને રહ્યા છીએ.
400 કીલોવોટની આ લક્ષિત અસ્ક્યામત એવી કાર્યરત આંતર રાજ્ય લાઇન મધ્ય પ્રદેશના મહાનથી છત્તસગઢના સિપેત પુલિંગ સબ સ્ટેશનની 673 સરકીટ કી.મી.ને સાંકળે છે. 22 સપ્ટેમ્બર, સેન્ટ્રલ એનર્જી રેગ્યુલેટરી કમિશન હસ્તકના નિયમન રીટર્ન ફ્રેમવર્ક હેઠળનો આ પ્રોજેક્ટ 2018માં શરુ કરવામાં આવ્યો હતો.આ સૂચિત સોદાનોજરુરી નિયમનો અને અન્ય મંજૂરીઓને આધિન વ્યવહારિક પગલાઓ મારફત અમલ કરાશે
આ હસ્તાંતરણ ઓર્ગેનિક તેમજ ઇનોર્ગેનિક વૃદ્ધિની તકો દ્વારા કંપનીની મૂલ્યવર્ધિત વૃદ્ધિ વ્યૂહરચના સાથે સુસંગત છે. આ સંપાદન સાથે, અદાણી ટ્રાન્સમિશન લિ.નું સંચિત નેટવર્ક 19,468 ભસિં કી.મી.ના આંકડાને આંબી જશે. જે પૈકી 14,952 ભસિં કી.મી. કાર્યરત છે અને 4,516 ભસિં કી.મી.નું કામકાજ અમલીકરણના વિવિધ તબક્કામાં છે. વધુમાં કામગીરીના આ સ્કેલ સાથે અદાણી ટ્રાન્સમિશન લિ. ઓપરેશન અને મેનેજમેન્ટના મૂલ્ય વર્ધિત અને શેર કરેલા સંસાધનોના સંદર્ભમાં સિનર્જી મેળવશે.તે દેશની સૌથી મોટી ખાનગી ક્ષેત્રની ટ્રાન્સમિશન અને વિતરણ કંપની તરીકેની તેની સ્થિતિને પણ મજબૂત કરશે. આ સંપત્તિનું સંચાલન કંપનીના પર્યાવરણ, સામાજિક અને ગવર્નન્સ પાસાઓના સર્વોચ્ચ ધોરણને અનુરુપ પ્રતિબદ્ધ કાર્યરત એક્સેલન્સ ફ્રેમવર્ક અનુસાર કરવામાં આવશે.
અદાણી ટ્રાન્સમિશન લિ.દ્વારા સંયુક્ત રાષ્ટ્ર સંઘના સ્સ્ટનેબીલિટી ડેવલપમેન્ટ ગોલ્સ (જઉૠત) માટે સંકલ્પબધ્ધ છે જેમાં જઉૠ 7 (પોસાય તેવી અને સ્વચ્છ ઉર્જા), જઉૠ 11 (ટકાઉ શહેરો અને સમુદાયો) અને જઉૠ 13 (ક્લાઈમેટ એક્શન) જેવા પર્યાવરણના આયામો ઉપર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે.અદાણી ટ્રાન્સમિશન લિ.એ ઈઘઙ26 ના ભાગ રૂપે તેના એનર્જી કોમ્પેક્ટ ગોલ્સ પણ જાહેર કર્યા છે, જે મુખ્યત્વે જઉૠ 7નું પાલન કરે છે. ગ્રીન ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર તેના ઠોસ લક્ષ્ય સાથે, કંપની જલવાયુ સંબંધી કામગીરીના એજન્ડાને સક્ષમ રીતે અનુસરવાનું ચાલુ રાખશે