90 હજાર પરિવારોના ઉમેરા સામે પી.એન.જી.કનેકશનની સંખ્યા 6.56 લાખે પહોંચી
ભારતની અગ્રણી સીટી ગેસ વિતરણ કંપની અદાણી ટોટલ ગેસ લિ. (એટીજીએલ)એ નાણાકીય વર્ષ-2023ના 31 ડિસેમ્બરના અંતે પૂરા થયેલા નવ માસ દરમિયાનની તેની સમગ્ર કામગીરી અને નાણાકીય પ્રદર્શનને આવરી લેતા પરિણામો આજે જાહેર કર્યા હતા.
અદાણી ટોટલ ગેસ લિ.ના મુખ્ય કારોબારી અધિકારી સુરેશ પી.મંગલાણીએ જણાવ્યું હતું કે આ સમયગાળા દરમિયાન એટીજીએલ એ ગેસના ભાવના ઉચ્ચ ઇનપુટની સ્થિતિ હોવા છતાં તેના માપાંકિત અભિગમ સાથે સારો દેખાવ કર્યો છે. ગેસ સેક્ટરમાં ભૌગોલિક રાજકીય મુદ્દાઓને કારણે ભાવમાં અસ્થિરતા જોવા મળી રહી છે ત્યારે તાજેતરના અઠવાડિયામાં આંતરરાષ્ટ્રીય ગેસના ભાવમાં અમે સામાન્ય ઘટાડો જોયો છે.
આ ઘરેલું ગેસ પુરવઠામાં વધારો અને સીજીડી સેક્ટરમાં અપેક્ષિત ફાળવણી સાથે પીએનજી અને સીએનજીએ બંને સેગમેન્ટમાં માંગમાં વધારો થશે પ્રવેગક વ્યૂહરચના અનુસાર અને નવા ભૌગોલિક વિસ્તારો (જીએએસ)માં પીએનડી અને સીએનજી માટે ઇકો સિસ્ટમને પ્રોત્સાહન આપવા માટે અમે અમારા 15 ભૌગોલિક વિસ્તારોમાંથી 11માં સ્ટીલ પાઇપલાઇનનું નેટવર્ક બિછાવવા તરફનો નાણાકીય વર્ષ-24 માટેનો લઘુત્તમ કાર્યક્રમ પૂર્ણ કર્યો છે.
9મા અને 10મા રાઉન્ડમાં ફાળવવામાં આવેલ વિસ્તારો અને બાકી રહેતા વિસ્તારો સાથે વર્ચ્યુઅલ પાઇપલાઇનનું કામ કરી રહ્યા છીએ. એ જ પ્રમાણે અમે આ ભૌગોલિક વિસ્તારોમાં ઇકોસિસ્ટમ વિકસાવવા માટે 9મા અને 10મા રાઉન્ડમાં આપવામાં આવેલા ભૌગોલિક 15 વિસ્તારો પૈકી 14 વિસ્તારોમાં નાણાકીય વર્ષ-2024માં લઘુત્તમ કાર્ય હાથ ધરવાના કાર્યક્રમ માટે જરૂરી ઈગૠ સ્ટેશનો પણ પૂર્ણ કર્યા છે.એમ તેમણે ઉમેર્યું હતું.
સીએનજી સ્ટેશનોના નેટવર્ક વિસ્તરણ સાથે ગ્રાહક પ્રવૃત્તિઓના કારણે ઈગૠ વોલ્યુમમાં 30% નો વધારો થયો છે.ઔદ્યોગિક ગ્રાહકો દ્વારા ગેસના ઓછા ઉપાડ અને પીએનજીના ઊંચા ભાવને કારણે પીએનજી વોલ્યુમમાં 11% ઘટાડો થયો હતો.વેચાણ કિંમતમાં વધારા સાથે ઉચ્ચ વોલ્યુમના કારણે આવકમાં 63% નો વધારો થવા પામ્યોસીએનજી અને ડોમેસ્ટિક પીએનજી માટે યુબીપી કિંમત સાથે એપીએમ કિંમતમાં ફેરબદલના કારણે ગેસની કિંમતમાં 98% નો તીવ્ર વધારો થયો છે. જો કે યુબીપીના ભાવમાં ગેસની અછત ઘટી હતી ઔદ્યોગિક અને વાણિજ્યિક સેગમેન્ટ માટે મેળવવામાં આવતા આર-એલએનજીના ભાવમાં પણ વધારો થયો હતો
ગેસના ભાવો ઊંચા હોવા છતાં, એટીજીએલ એ સંતુલિત ભાવ નિર્ધારણ વ્યૂહરચના જાળવવા માટે માપાંકિત અભિગમ અપનાવ્યો હતો અને તેના ગ્રાહકો ઉપર ગેસના ઊંચા ભાવ અમલી બનાવ્યા હોવા છતાં, એટીજીએલ એ તેનું વોલ્યુમ અને વૃદ્ધિ જાળવી રાખી હતી, જેનાથી ધોરણે તેના રુ.702 કરોડના ઇબીઆઇટીડીએ અને ટકાવી રાખવામાં મદદ થઇ હતી.ત્રીજા ક્વાર્ટરના અંતમાં એલએનજી ભાવ સૂચકાંકો ઘટ્યા છે.કંપની ગેસના ભાવમાં અસ્થિરતાની અસરને ઘટાડવા માટે કાર્યક્ષમ ગેસ સોર્સિંગ મેળવવાના પ્રયાસ ચાલુ રાખશે.
લો કાર્બન સોસાયટી તરફથી ગ્રીનમોસ્ફિયર હેઠળ કામ કરતી અદાણી ટોટલ ગેસ લિ.ને ઇનિશિયેટિવ અંતર્ગત તેની પ્રવૃત્તિ માટે ઊઝ એનર્જીવલ્ર્ડ એન્યુઅલ ગેસ કોન્ક્લેવ તરફથી “ઊજૠ ઇનિશિયેટિવ ઑફ ધ યર” એવોર્ડ મળ્યો છે. મોબાઈલ એપ દ્વારા 100% ઓનલાઈન નામમાં ફેરફાર કરવાનીર સુવિધા શરૂ કરવાના સંદર્ભમાં અમારી ’કસ્ટમર કેર’ને ગ્રાહકોની ખુશીમાં રૂપાંતરિત કરવા માટે સતત ભાર આપવામાં આવે છે. ગ્રાહકોને ખુશીનો અહેસાસ થાય તે માટે ઇએસજી ઉદ્યોગમાં સ્વયંસંચાલિત આઇવીઆર. આ પ્રકારનો પ્રથમ છે.