સ્નોમેન લોજીસ્ટીક કંપની હસ્તગત કરી અદાણીએ કોલ્ડચેન ઓપરેશનમાં મહત્વની સિધ્ધી મેળવી
ભારતમાં ઈન્ફાસ્ટ્રકચરના વિકાસની સાથે લોજીસ્ટીક સેકટર પ્રત્યેનો વિકાસ થાય તે માટે ખુબ મોટો સ્કોપ રહેલો છે. આ તકને અદાણી લોજીસ્ટીક દ્વારા ઝડપી લેવાઈ હોવાનું જાણવા મળે છે. અદાણી પોર્ટના નેજા અંતર્ગત કામ કરતી અદાણી લોજીસ્ટીક દ્વારા તાજેતરમાં કોલ્ડ ચેઈન ઓપરેટર ગણાતા સ્નોમેન લોજીસ્ટીક કંપનીને ખરીદી લેવામાં આવી હતી. આ કંપની ગેટઅવે ડિસ્ટ્રીપાર્કસના શેર ખરીદાયેલા હોવાનું જાણવા મળે છે.
અદાણી ગ્રુપ દ્વારા તાજેતરમાં ગેટઅવે ડિસ્ટ્રીપાર્કસના ૪૦ ટકા શેર ખરીદી લેવામાં આવ્યા હતા. જેની કિંમત રૂા.૨૯૬ કરોડ થાય છે. એક શેરની કિંમત રૂા.૪૪ છે. સ્નોમેન લોજીસ્ટીકના ક્લોઝીંગ પ્રાઈઝમાં ૩.૨ ટકાનું પ્રિમીયમ ચૂકવીને ખરીદી થઈ હતી. આ કાર્યવાહી અત્યારે કુલ ૪૫ દિવસના સમયગાળામાં પૂરી થઈ છે. આ કંપની હસ્તગત કરવાના કારણે હવે અદાણી ગ્રુપ લોજીસ્ટીક સેકટર માટે પણ દમદાર બની ચૂકયું છે. ભારતના લોજીસ્ટીક સેકટરમાં અદાણી જેવી મસમોટી કંપનીની ખાસ જરૂરીયાત છે. ઈન્ફાસ્ટ્રકચરની સાથે લોજીસ્ટ્રીક સેકટર વિકસે તે માટે સરકારે પુરતુ ધ્યાન આપ્યું છે.
ભારતમાં સ્પોર્ટનું સંચાલન અદાણી કરી રહ્યું છે. કેટલાક પોર્ટમાં લોજીસ્ટીક સુવિધાને વિકસાવી અદાણી પોર્ટ ખર્ચની બચત કરશે. આ કંપની હસ્તગત કરવાથી અદાણીને આગામી સમયમાં લોજીસ્ટીક પાછળ ખર્ચવામાં આવતા કરોડો રૂપિયામાંથી મસમોટો હિસ્સો બચાવવાની તક સાંપડી છે. અહીં નોંધનીય છે કે, સ્નોમેન લોજીસ્ટીક પાસે વર્તમાન સમયમાં ૨૯૩ રેફ્રીજરેટેડ વ્હીકલ છે. ઉપરાંત ટેમ્પરેચર કંટ્રોલ થઈ શકે તેવા ૩૧ જેટલા વેરહાઉસ છે. આ વેરહાઉસ દેશમાં વિવિધ ૧૫ સ્થળે પથરાયેલા છે. જેમાં ૧,૦૪,૩૪૩ પેલેટની ક્ષમતા હોવાનું જાણવા મળી રહ્યું છે. ગત નાણાકીય વર્ષમાં કંપનીને ૧૦.૪ કરોડ જેવડું નુકશાન થયું હતું તેવું સુત્રો પાસેથી જાણવા મળે છે. જ્યારે બીજી તરફ નાણાકીય વર્ષ ૨૦૧૯માં કંપનીએ ૯.૭૨ કરોડનો ફાયદો નોંધાવ્યો હોવાનું કહેવાય છે. લોજીસ્ટીક સેકટરમાં કોલ્ડ ચેઈનનો વિકાસ કરવો ખુબજ જરૂરી છે. મેકડોનાલ્ડ સબવે જેવી મસમોટી રેસ્ટોરન્ટ ચેઈન કોલ્ડ લોજીસ્ટીકનો ખુબજ સારી રીતે ઉપયોગ કરતી હોય છે. આ ઉપરાંત માલ-સામાનની ગુણવત્તા જળવાઈ રહે તે માટે લોજીસ્ટીક ફાળો ખુબજ મોટો છે.
રેફ્રીજરેટર હોય તેવા ૨૯૩ વાહનો અને ટેમ્પરેચર કંટ્રોલ કરતા ૩૧ વેરહાઉસની તાકાત વધી
અદાણી ગ્રુપ દ્વારા સ્નોમેન લોજીસ્ટીકને હસ્તગત કરવા પાછળ રૂા.૨૯૬ કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. જેનાથી હવે અદાણી ગ્રુપની તાકાત લોજીસ્ટીક ક્ષેત્રમાં વધી છે. સ્નોમેન લોજીસ્ટીક પાછળ રેફ્રીજરેટર હોય તેવા ૨૯૩ વાહનો હતા. આ ઉપરાંત ટેમ્પરેચરને કંટ્રોલ કરી શકે તેવા ૩૧ વેરહાઉસ હતા. આ તમામ મિલકતો હવે અદાણી ગ્રુપ પાસે રહેશે. વિવિધ ૧૫ જગ્યાએ પથરાયેલા વેરહાઉસી અદાણી ગ્રુપની તાકાત વધી છે.