અદાણીની ક્ષમતા 4 ગીગાવોટની, તેને 2027 સુધીમાં અઢી ગણી વધારવાનો લક્ષ્યાંક
બિઝનેસ ન્યૂઝ
સરકાર અત્યારે ગ્રીન એનર્જી ઉપર વધુને વધુ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે. તેવામાં હવે અદાણી પણ વર્ષ 2027 સુધી સોલાર મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટની ક્ષમતા 10 ગીગાવોટ સુધી પહોંચાડવા મુન્દ્રામાં પ્લાન્ટ સ્થાપશે. અદાણી ગ્રુપના સૌર ઊર્જા ઉત્પાદન એકમ અદાણી સોલાર સાથે સંકળાયેલા સૂત્રોએ જણાવ્યું હતું કે કંપની પાસે 3000 મેગાવોટથી વધુની નિકાસ ઓર્ડર બુક છે, જે આગામી 15 મહિનામાં પૂર્ણ થવાની છે. અદાણી સોલારની રચના વર્ષ 2015 માં કરવામાં આવી હતી જે સૌર ઉર્જા ઉત્પાદનમાં ઉપયોગમાં લેવાતી સોલાર પેનલ્સના ઉત્પાદન સાથે સંકળાયેલી હતી.
તે પછીના વર્ષે ઉત્પાદન શરૂ કર્યું અને છ વર્ષથી ઓછા સમયમાં તેની ક્ષમતા ત્રણ ગણી વધીને ચાર ગીગાવોટ થઈ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, અદાણી સોલાર હાલમાં ગુજરાતના મુન્દ્રામાં 10 ગીગાવોટ ક્ષમતાનું પ્રથમ સંપૂર્ણ સંકલિત અને વ્યાપક સૌર ઉત્પાદન એકમ સ્થાપી રહ્યું છે. આ જૂથનું સૌથી મોટું ઉત્પાદન એકમ હશે અને 13,000 નોકરીઓનું સર્જન કરશે. કંપનીના સૂત્રોએ જણાવ્યું હતું કે અદાણી સોલાર મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે નવી ટેક્નોલોજી અપનાવવામાં મોખરે છે અને તેણે ડિજિટલ ટ્રાન્સફોર્મેશન પણ અમલમાં મૂક્યું છે.
અદાણી ગ્રીન એનર્જી લિમિટેડ અદાણી ગ્રૂપની લિસ્ટેડ રિન્યુએબલ એનર્જી જનરેશન એન્ટિટીની સફળતા પછી અદાણી એન્ટરપ્રાઈઝએ 2015 માં અદાણી સોલર સાથે સોલર પીવી મેન્યુફેક્ચરિંગને લાઇન અપ અને ઇન્ક્યુબેટિંગમાં આગળ વધ્યા છે. ઉલ્લેખનીય છે કે અદાણી સોલારે 1.2 ગીગાવોટ સેલ અને મોડ્યુલ ઉત્પાદન ક્ષમતા સાથે 2016 માં ઉત્પાદન શરૂ કર્યું હતું.