- ઇન્ટર નેશનલ હોલ્ડીંગ કંપનીએ અદાણીના પોર્ટફોલિયોમાં રૂ.15,400 કરોડનું પ્રાથમિક ઇક્વિટી ટ્રાન્ઝેક્શન પૂર્ણ કર્યું: અદાણી ગૃપમાં ઇન્ટર નેશનલ હોલ્ડીંગ કંપનીનું રોકાણ યુએઇ અને ભારત વચ્ચેના કુલ વેપારના 4.87 % નું પ્રતિનિધિત્વ કરે છે
- અદાણી ગ્રીન એનર્જી લિ . 2025 સુધીમાં 25 ગીગાવોટ અને 2030 સુધીમાં 45 ગીગાવોટ રીન્યુએબલ ઉર્જાની ઉત્પાદન ક્ષમતા વિકસાવી તેનું સંચાલન કરશે
અબુ ધાબી સ્થિત વૈશ્વિક વ્યૂહાત્મક રોકાણ કંપની ઇન્ટરનેશનલ હોલ્ડિંગ કંપની ઙઉંજઈ એ અદાણી પોર્ટફોલિઓની અદાણી ગ્રીન એનર્જી લિ . , અદાણી ટ્રાન્સમિશન લિ . અને અદાણી એન્ટરપ્રાઇઝ લિ . કંપનીઓમાં રુ .15,400 કરોડ ના રોકાણનું ટ્રન્ઝેક્શન પૂર્ણ કરવાની આજે જાહેરાત કરી હતી.
પ્રેફરન્શિયલ ફાળવણી રુટ મારફત ભારતમાં બોમ્બે સ્ટોક એક્ષચેંજ (બીએસઇ) અને નેશનલ સ્ટોક એક્સ્ચેજ (એનએસઇ) ઉપર લિસ્ટેડ અદાણી ગ્રીન એનર્જી લિ . , અદાણી ટ્રાન્સમિશન લિ . અને અદાણી એન્ટરપ્રાઇઝ લિ.ને ઇન્ટર નેશનલ હોલ્ડીંગ કંપની મૂડી પૂરી પાડશે.
આઇએચસીના મુખ્ય કારોબારી અધિકારી અને મેનેજીંગ ડિરેકટર સૈયદ બસર શુએબે કહયું હતું કે અમારા વ્યવસાયનું આ વ્યૂહાત્મક વિસ્તરણ અમારા રોકાણ પોર્ટફોલિયોના વિસ્તૃતિકરણ અને વૈવિધ્યીકરણ માટે કંપનીના સંકલ્પ સાથે સંલગ્ન છે . આ ટ્રાન્ઝેક્શન સ્વચ્છ ઉર્જા સંબંધી લાંબા ગાળાની યોજનાઓ માટેની ભારતની સર્વગ્રાહી મહત્વાકાંક્ષાને સીધી અને સકારાત્મક અસર કરશે તેમાં કોઇ શંકા નથી આ સોદો યુએઇ અને ભારત વચ્ચેના કુલ વેપારના 4.87 % નું પ્રતિનિધિત્વ કરે છે , જે 2020 અને 2021 ના વર્ષ દરમિયાન યુએસડી 41 બિલિયનના આંકડે પહોંચ્યું છે . ઇન્ટર નેશનલ હોલ્ડીંગ કંપની અને અદાણી ગ્રૂપ વચ્ચેની ભાગીદારી તેલ ક્ષેત્ર ઉપરાંત યુએઇ અને ભારત વચ્ચેના આર્થિક સંબંધોને વિશાળ પ્રમાણમાં પ્રતિબિંબિત કરે છે .
ભારતની કુલ વીજ ઉત્પાદન ક્ષમતા 390 ગીગાવોટથી વધુ છે અને રીન્યુએબલ્સ 100 ગીગાવોટને વટાવી ગઇ છે . ગયા વર્ષે યોજાયેલી સંયુક્ત રાષ્ટ્રસંધની જલવાયુ પરીવર્તન પરિષદમાં ભારત સરકારે 2030 સુધીમાં ભારતની બિન – અશ્મિભૂત ( નોન ફોસિલ ) ઈંધણ ક્ષમતા 500 ગીગાવોટ થઇ જશે એવી જાહેરાત કરી હતી ઇન્ટરનેશનલ હોલ્ડીંગ કંપનીનું આ રોકાણ 2030 સુધીમાં દેશને 45 ગીગાવોટ ( ભારતની બિન – અશ્મિભૂત ઉર્જાના 9 % ) સપ્લાય કરવાની અદાણી જૂથની વિકાસ યોજનાને સમર્થન અને વેગ આપશે .
અદાણી ગ્રીન એનર્જી લિ.ના એકિઝકયુટીવ ડાયરેક્ટર સાગર અદાણીએ જણાવ્યું હતું કે ” ઇન્ટરનેશનલ હોલ્ડીંગ કંપની સાથે આ સિમાચિન્હરુપ ટ્રાન્ઝેકશન આખરી કરવાનો અમોને આનંદ છે . યુનાઇટેડ આરબ એમિરેટ્સમાં ટકાઉ ઉર્જા , આરોગ્ય સંભાળ , અન્ન , આંતર માળખું અને અને ઉર્જા સંક્રમણના ક્ષેત્રમાં વ્યુહાત્મક રોકાણકાર તરીકેની આઇએચસીની પાયાની ભૂમિકાની અમે કદર કરીએ છીએ . આ વ્યવહાર ભારત – યુએઇ સંબંધોને વધુ મજબૂત બનાવે છે અને આપણા લોકો વચ્ચેના વેપાર અને વિશ્વાસના લાંબા ઇતિહાસને ઉજાગર કરે છે . અમે આ આંતર – પેઢી સંબંધની શરૂઆત કરી રહ્યા છીએ ત્યારે અમે ભારત , મધ્ય પૂર્વ અને આફ્રિકા માટે ઇન્ટર નેશનલ હોલ્ડીંગ કંપનીના વ્યૂહાત્મક દ્રષ્ટિકોણને શેર કરીએ છીએ .
અદાણી ટ્રાન્સમિશન લિ.ની વિતરણ પાંખ અદાણી ઇલેક્ટ્રિસિટી મુંબઇ લિ.એ નાણાકીય વર્ષ 21 માં રિન્યુએબલ એનર્જીના પ્રવેશને 3 % થી વધારી નાણાકીય વર્ષ 2027 સુધીમાં 60 % સુધી લઇ જવા માટે કાયદેસર કરાર કર્યા છે.આ પરિવર્તન પ્રવાસમાં આઇએચસીનું રોકાણ અદાણી ટ્રાન્સમિશન લિ.ને પ્રચંડ તાકાત આપશે .
અદાણી એન્ટરપ્રાઇઝ લિ.એ તેની સંપૂર્ણ માલિકીની પેટાકંપની અદાણી ન્યૂ ઇન્ડસ્ટ્રીઝ લિ.મારફત આગામી 9 વર્ષોમાં ઔદ્યોગિક ઉર્જા અને ગતિશીલતાના ડીકાર્બોનાઇઝેશન પર લક્ષ્ય સામે રાખીને નવા ગ્રીન હાઈડ્રોજન વર્ટિકલનીરચના કરવા માટે યુએસડી 50 બિલિયનનું રોકાણ કરવાની દીશામાં તૈયારીઓ હાથ ધરી છે.
અદાણી ગ્રીન એનર્જી સોલાર પાવર જનરેશનમાં ટોચના સ્થાને
ભારત સ્થિત અદાણી સમૂહનો એક હિસ્સો અદાણી ગ્રીન એનર્જી લિમિટેડ 20.4 ૠઠ4 ના એકંદર પોર્ટફોલિયો સાથે સૌથી મોટા વૈશ્વિક રિન્યુએબલ પોર્ટફોલિયો પૈકનો એક ધરાવે છે , જેમાં ઓપરેટિંગ , નિર્માણ હેઠળ , એવોર્ડ અને એક્વિઝિશન હેઠળની સંપત્તિઓ ઇન્વેસ્ટમેન્ટ – ગ્રેડ કાઉન્ટરપાર્ટીઝનો સમાવેશ થાય છે . કંપની યુટિલિટી – સ્કેલ ગ્રીડ – કનેક્ટેડ સોલાર અને વિન્ડ ફાર્મ પ્રોજેક્ટ્સ વિકસાવે છે , બનાવે છે , માલિકી ધરાવે છે , સંચાલિત કરે છે અને જાળવે છે . કંપનીના મુખ્ય
ગ્રાહકોમાં સોલર એનર્જી કોર્પોરેશન ઓફ ઇન્ડિયા , નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન અને વિવિધ રાજ્ય ડિસ્કોમનો સમાવેશ થાય છે . 2018 માં લિસ્ટેડ , અદાણી ગ્રીન એનર્જી લિ . મેરકોમ કેપિટલ , યુએસ સ્થિત થિંક ટેન્કે તાજેતરમાં અદાણી જૂથને વૈશ્વિક સોલાર પાવર જનરેશન અસ્કયામતોના માલિક નં .1 તરીકે ગણાવી છે.
અદાણી ટ્રાન્સમિશન 18875 સર્કિટ કીમી ધરાવતી દેશની સૌથી મોટી કંપની
અદાણી ટ્રાન્સમિશન લિમિટેડ : અદાણી ટ્રાન્સમિશન લિમિટેડ એ ભારતના સૌથી મોટાં ઔદ્યોગિક પ્રતિષ્ઠાનોમાં ગણના પામતા અદાણી જૂથની વીજળી ટ્રાન્સમિશન અને વિતરણ વેપારની પાંખ છે . અઝક 18875 , ભસળ એકંદર ટ્રાન્સમિશન નેટવર્ક ધરાવતી દેશની સૌથી મોટી ખાનગી ટ્રાન્સમિશન કંપની છે , આ પૈકી 14,279 ભસળ કાર્યરત છે અને 4,596 ભસળ નું કાર્ય નિર્માણના વિવિધ તબક્કામાં છે . કંપની મુંબઈમાં આશરે 12 મિલીઅનથી વધુ ગ્રાહકોને વીજ સેવા પૂરી પાડી રહી છે . આગામી વર્ષમાં ભારતની ઉર્જા જરૂરિયાત ચાર ગણી થવાની છે ત્યારે અઝક મજબૂત અને ભરોંસાપાત્ર પાવર ટ્રાન્સમિશન નેટવર્ક બનવા માટે સજ્જ છે . વર્ષ 2022 નું ’ પાવર ફોર ઓલ’નું ધ્યેય સાકાર કરવા માટે છુટક ગ્રાહકોને સર્વિસ પૂરી પાડવાની કામગીરી પૂરા જોશ અને ઉત્સાહ સાથે કરી રહી છે .
દેશને આત્મનિર્ભર બનાવવા અદાણી એન્ટરપ્રાઈઝ સતત પ્રયત્નશીલ
ભારતના સૌથી મોટા અદાણી બિઝનેસ સમૂહમાં સામેલ અદાણી એન્ટરપ્રાઇઝ લિમિટેડ એક ફ્લેગશીપ કંપની છે . વિતેલા વર્ષોમાં અદાણી એન્ટરપ્રાઇઝે ઉભરી રહેલા માળખાકીય સુવિધાઓના વ્યવસાય ઉપર લક્ષ આપવા સાથે રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન નોંધાવીને તેનું અલગ અલગ લીસ્ટેડ કંપનીઓમાં રૂપાંતર કર્યું છે . અદાણી પોર્ટસ એન્ડ એસઈઝેડ , અદાણી ટ્રાન્સમિશન , અદાણી પાવર , અદાણી ગ્રીન એનર્જી અને અદાણી ટોટલ ગેસ લિ . અને અદાણી વિભર લિ.જેવા સફળ પ્રકલ્પોમાં રૂપાંતર કરીને કંપનીએ
તેના મજબૂત બિઝનેસ પોર્ટફોલિયો દ્વારા દેશને આત્મનિર્ભર બનાવવાની દીશામાં નોંધપાત્ર પ્રમાણમાં કામ કર્યું છે . તેના વ્યૂહાત્મક મૂડીરોકાણો , એરપોર્ટ મેનેજમેન્ટ , રોડ , ડેટા સેન્ટર અને વોટર ઈન્ફ્રાસ્ટ્રક્ચર આસપાસ કેન્દ્રિત થયા છે , જે મૂલ્યના બંધનોને ખોલવા માટેનો ઉલ્લેખનિય વ્યાપ ધરાવે છે .